Abtak Media Google News

રધુવંશી સંસ્થાઓ દ્વારા શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના ભવ્ય આયોજનો: વિરપુરમાં દિવાળી જેવો માહોલ: ઘેર ઘેર તોરણ, રંગોળી પુરાઇ, મંદીરને આકર્ષક રોશનીથી ઝળહળાં: મોટી સંખ્યામાં ભાવિકો માણશે મહોત્સવ

મંદીરને ધજા-પતાકા, ફુલહાર, રોશનીથી સુશોભન, બાપાને દિવ્ય વાધાનો શણગાર: મહાપ્રસાદ માટેના મંડપો નખાયા

કાલે કારતક સુદ સાતમને જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતિ છે. શહેરભરમાં જય જલ્યાણના નાદ સાથે ધામધુમથી જલાબાપાનો જન્મ જયંતિ મહોત્સવ ઉજવાશે. રાજકોટ જાણે વિરપુર નગરી બનવા પામશે. રધુવંશી સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મહાઆરતી, અન્નકોટ, મહાપ્રસાદ, બ્લડ ડોનેશન કેમ્પના આયોજનો થયાં છે લોકો કાલે જલારામબાપાની સેવા પ્રવૃતિને યાદ કરી આનંદ ઉમંગથી જન્મ જયંતિ મહોત્સવ ઉજવશે.

પ.પૂ. સંત શિરોમણી જલારામ બાપાની કાલે રર૦મી જન્મજયંતિ શહેરભરમાં ભકિતભાવ સાથે ઉજવાશે. ભજન ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સાથે જલારામ જન્મ જયંતિ મહોત્સવ ઉજવવા ભાવિકોમાં અદમ્ય ઉત્સાહ છે. રધુવંશી સંસ્થાઓ દ્વારા વિવિધ જગ્યાએ મહાઆરતી, મહાપ્રસાદના અનેરા આયોજનો થયાં છે. શહેરના હજારો લોકો કાલે જલારામબાપાનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવશે.

શહેરમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે જેમાં આકર્ષક ફલોટસ સાથે મોટી સંખ્યામાં વાહનો પણ જોડાશે. શોભાયાત્રાના દર્શનાર્થે હજારો લોકો ઉમટી પડશે. શહેરમાં ઘણી જગ્યાએ મહાઆરતી, મહાપ્રસાદની સાથો સાથ જલારામ ભકિત સંગીત સંઘ્યા, ઝુંપડી દર્શન દર્શન, અન્નકોટ, રર૦ કિલો ગુંદીનો થાળ, બ્લડ ડોનેશન કેમ્પ સહીતના આયોજનો થયાં છે. રાજકોટ શહેર કાલે જાણે વીરપુર નગરી બનવા પામશે. આજે જલારામ જન્મ જયંતિ મહોત્સવની તૈયારીઓને દરેક જગ્યાએ આખરી ઓપ અપાઇ રહ્યો છે. જેમાં જલારામ મંદીરને સુશોભન, બાપાને અવનવા વાઘા શણગાર મહાપ્રસાદ માટેના મંડપો નખાઇ રહ્યાં છે. કાલે હજારોની સંખ્યામાં ભાવિકો ગુંદી, ગાંઠીયા, ખીચડી કઢી સંભારાનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા પ્રાપ્ત કરશે તૈયારીઓને આખરી ઓપ આપવા શહેરના તમામ રધુવંશી પરિવારો તન મન ધનની સેવામાં જોડાયા છે.

કાલે શહેર ભાજપ દ્વારા જલારામ શોભાયાત્રાનું સ્વાગત કરશે

કારતક સુદ ૭ ના રોજ વીરપુરની ધરતી પર જન્મેલા અને અન્નદાન એ શ્રેષ્ઠ દાનના મંત્રને વરેલા સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂ. જલારામ બાપા કે જેઓ ૧૮ વર્ષની ઉમરે તેઓ ગુજરાતના ભોજા ભગતના અનુયાયી બન્યા અને ભોજા ભગતે તેમને ગુરુમંત્ર માળા અને રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે વીરપુરમાં સદાવ્રત ની શરુઆત કરી. સદાવ્રત એવું સ્થળ છે. કે જયાં સાધુ સંતો વીરપુર પાસેથી પસાર થનાર પ્રવાસીઓ કે જરુરીયાત મંદો લોકોને વર્ષના બારે માસ ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે. આમ આ ઘણા વર્ષોથી અન્નદાન રુપી સેવાની ધુણી ધખાવનાર એવા પૂ.સંત જલારામબાપાની જન્મજયંતિ ઉજવણી અંતર્ગત શોભાયાત્રાનું આવતીકાલે તા.૩ ને રવિવારના રોજ સાંજે ૫.૪૫ કલાકે શહેરના નાગરીક બેંક ચોક, પરાબજાર ખાતે રાજકોટ શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તો આ તકે તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉ૫સ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી કિશોર રાઠોડે અનુરોધ કર્યો છે.

રધુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં.૧૦

રધુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં.૧૦ દ્વારા જલારામબાપાની જન્મ જયંતિ શાનદાર રીતે ઉજવાશે. આ વર્ષ સ્થળમાં ફેરફાર કરાયાં છે. જલારામ ધામ, અમીનમાર્ગ કોર્નર, ૧પ૦ ફુટ રીંગ રોડ  ખાતે મહાપ્રસાદ મહાઆરતી તથા ભજન સંઘ્યાનું આયોજન કરાયું છે. ૬ કલાકે સામૈયું સાંજે ૬ વાગ્યાથી આરતી મહાપ્રસાદ સંગીત સંઘ્યા જેવા કાર્યક્રમો યોજાશે. સર્વ આમંત્રિત જલારામ ભકતો ઉ૫સ્થિત રહ્વા જણાવાયું છે. રધુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં.૧૦ ના પ્રમુખ પરેશભાઇ તન્ના તથા તેથી ટીમ દ્વારા જલારામ જયંતિની શાનદાર રીતે ઉજવણી સાંજે ૬ કલાકે ૧૧૧ નાનીબાળાઓ દ્વારા શ્રી જલારામ ધામ ખાતે સામૈયાથી સ્વાગત કરવામાં આવશે. મહાઆરતી સાંજે ૬ કલાકે મહાપ્રસાદ સાંજે ૭ કલાકથી યોજવામાં આવશે. તથા રાત્રે ભજન સંઘ્યા યોજાશે. કાર્યક્રમમાં અતિથિ તરીકે વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી ,અંજલીબેન રૂપાણી,  રાજુભાઇ પોબારુ મહાજન પ્રમુખ, બીનાબેન આચાર્ય મેયર, કમલેશભાઇ મીરાણી તથા અનેક વિધ અગ્રણીઓ ઉ૫સ્થિત રહેશે.

રધુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં.૧૦ ના પ્રમુખ પરેશભાઇ તન્ના તથા તેની ટીમ દ્વારા સર્વ આમંત્રિત જલારામ ભકતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે પરેશભાઇ તન્ના મો. નં. ૯૮૨૪૦ ૧૦૭૮૮ નો સંપર્ક કરવા જણાવાયું છે.

જલારામ યુવા કલબ દ્વારા મહોત્સવ ઉજવવા તૈયારીઓને આખરી ઓપ

 

મહાઆરતી, મહાપ્રસાદ અને ભજન સંઘ્યાનું આયોજન

 જલારામ યુવા કલબ દ્વારા જલારામબાપાની રર૦મી જન્મજયંતિની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. કાલ યોજાનાર આ પ્રસંગમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરેલ છે. આ પ્રસંગે રાત્રે ૮ કલાકથી ભોજન સાથે ભજનની પરંપરા સાર્થક કરવા મહાપ્રસાદની સાથે જ જલારામ ભજન સંધયાનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં ગુજરાતના નામાંકિતઉમંગ ઉતસવ ઓરકેસ્ટ્રા પ્રસ્તુત વિજય અનડકટ, કમલેશ ત્રિવેદી, મનીષા બુઘ્ધદેવ, કાલા લાઠીગરા, અમિત સરવૈયા, જય અનડકટ, પોતાની કલાના કામણ પિરશસે. આ દિવ્ય પ્રસંગ ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિજેતા થનાર ભાવિકો માટે પ્રથમ ઇનામ રૂ ૧૫૦૦, બીજું ઇનામ રૂ ૧૦૦૦ અને ત્રીજું ઇનામ રૂ ૫૦૦ નું રાખવામાં આવેલ છે.

વિશેષ માહીતી માટે દિપેન ઠકકર મો. નં. ૯૭૭૩૦ ૭૮૯૭૩ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. જલારામબાપાની જન્મ જયંતિના આ પાવન પ્રસંગે જલારામ બાપાની પ્રતિમાનું વાજતે ગાજતે પ્રસ્થાપન અભીષેકભાઇ કકકડના નિવાસસ્થાન કકકડ હાઉસ પરફેકટ મારુતી શોમની પાછળ ધરમનગર ખાતેથી કરી. મહાઆરતી મહાપ્રસાદના પવિત્ર સ્થાન જલારામ ધામ સ્ટલીંગ હોસ્૫િટલની બાજુમાં ૧પ૦ ફુટ રીંગ રોડ  સવારે ૯ વાગ્યે પધરામણી કરવામાં આવશે.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અનેક અંજલીબેન રૂપાણી, રાકેશભાઇ રાજદેવ, મંજુલાબેન ગણાત્રા, કમલેશભાઇ મીરાણી, રાજુભાઇ પોબારુ, જનકભાઇ કોટક,  મોહનભાઇ કુંડારીયા, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, દિવ્યરાજસિંહ ગોહિલ, નીતીનભાઇ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહેશે.

જલારામ પ્રાર્થના મંદિરે કાલે મહાપ્રસાદ અને ભકિત સંગીતનો કાર્યક્રમ

વિશ્ર્વ વંદનીય સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતી નિમિતે કાલે જામનગર રોડ, ઘંટેશ્ર્વર, રાજકોટ ખાતે આવેલ રઘુવીર યુવા સેના દ્વારા નિર્મિત જલારામ પ્રાર્થના મંદિરમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે. સવાર-સાંજ ૬:૦૦ વાગ્યે આરતી અને જાહેર જનતા માટે બપોરે-રાત્રે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સાથે પ્રસિઘ્ધ કલાકાર બીપીન વસાણી પ્રસ્તુત સરગમ ઓરકેસ્ટ્રા દ્વારા જલારામ બાપાની ઝાંખી-ભકિત સંગીતનો ભવ્ય કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. જેમાં કલાકારો હેતલ મીસ્ત્રી, જયંત ગજજર, સુચિત્રા મહેતા, દિપક શુકલ, વિજયા વાઘેલા, નિતીન ઢાંકેચા, બીપીન વસાણી વિગેરે કલાકારો વાતાવરણને ભકિતમય-સંગીતમય બનાવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુવીર યુવા સેનાના જલારામ ભકત ભરતભાઈ અનડકટનાં માર્ગદર્શન હેઠળ શૈલેષ પુજારા, કેતન ઠકરાર, હિતેષઅનડકટ, મહેશ સોમૈયા, હસુભાઈ રાયચુરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 શિવસેના દ્વારા કાલે જલારામ શોભાયાત્રાનું સ્વાગત

જલારામ જન્મ જયંતિ નિમિતે શહેરનાં રાજમાર્ગોમાં નિકળનારી ભવ્ય શોભાયાત્રાનું શિવસેના એકમ દ્વારા ભકિતસભર સ્વાગત અને સનમાન કરાશે આ પ્રસંગે આતશબાજી તેમજ બાયાને પૂ.પુષ્પાંજલી કરીને હોદેદારોને ફૂલડે વધાવીને સન્માનીત કરવામાં આવશે. આ પ્રસંગે શિવસેનાના પ્રદેશ અગ્રણી જીમ્મીભાઈ અડવાણી, શહેર પ્રમુખ ચંદુભાઈ પાટડીયા, નિલેષભાઈ ચૌહાણ, સંજયભાઈ ટાંક, જયેશભાઈ વોરા, તેમજ નાગજી બાંભવા, બીપીન મકવાણા, પ્રકાશ ઝીંઝુવાડીયા, કિશન સિધ્ધપુરા, રાજન દેસાણી, કરણ મકવાણા વિશાલ કવા, વિમલ નૈયા, સહિતના ઉપસ્થિત રહેશે.

જય જલારામ

વીરપુર ગામે જલીયાણ નામે સંત વસે ત્યાં એક

પ્રાણ જાય પણ વચન ના જાય એવી એની ટેક

ભકતજનોના તારણહાર, મનવાંછિતકુળ દેનાર

દુ:ખીયોના દુ:ખ તું હરનાર, સહુની આશા પુરી કરનાર

જય જલારામ બાપા

જલા તૂ તો અલ્લા કહેવાણો અમર તારો લેખ લખાણો

ગાગર જેવા વીરપુરમાં સાગર જેવો સંત

ભુખ્યા ને તુ અન્ન દેનાર મૃતપંખી સજીવન કરનાર

સર્વ જીવોમાં દેખે રામ દેવાંશી નર તુ જલારામ

જય જલારામ બાપા

દશે દિશામાં ડંકો વગાડયો કોઈ ન પામ્યો અંત

લાખોના દિલમાં સમાણો અમર તારો લેખ લખાણો

જોગી બનીને આવ્યા રામ સત લેવા તારું જલારામ

દાનમાં દીધા વિરબાઈ માત પ્રભુને પળમાં કીધા મહાન

જય જલારામ બાપા

હિમગીરી જેવડી પાઘડી તમારી અમૃત ઝરતા નેણ

ભાવભીનું મુખડુ તમારુ બોલે મીઠા વેણ

માયા મનમાં રહી નલગાર પળમાં તજી દીધો સંસાર

રામભકતનાં લઈ અવતાર ભવસાગરથી ઉતાર્યા પાર

જય જલારામ બાપા

કુળને તાર્યા કુટુંબને તાર્યા તાર્યા માને બાપ

જેને જેને તારો સંગ થયો તેના ધોવાણા પાપ

જન જન તારા સૌ ગુણ ગાય એમ મધુસુદન ગાય

જલા મોંઘો મોતીનો દાણો કહેવાણો

અમર તારો લેખ લખાણો જલારામ

જય જલારામબાપા

જયાં રામધુન થાયે, ત્યાં બાપા દોડી જાયે

રામધુન તણાદાતાર જલારામ બાપા જય જલારામ

ભકતોની છે અરજી, બાપા હોય તમારી મરજી

મધુસુદન ભકતના લાખો પ્રણામ

જય જલારામબાપા

– મધુસુદન એન.માણેક

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.