Abtak Media Google News

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ જણાવ્યુ હતુ કે, જમીન માપણી પ્રજાની માંગણીને અનુલક્ષીને કરવામાં આવી છે. ૨ વર્ષ સુધી જમીન માપણીની વિગતોમાં ક્યાંય કોઇ ક્ષતિ હોય તો ફેરફારને અવકાશ છે. જે પણ નાગરિકને જમીન માપણી અંગે કોઇપણ ફરિયાદ હોય તો તે જે-તે જીલ્લા કલેક્ટરને રજુઆત કરી શકે છે.

હતાશ, નિરાશ અને આંતરિક ખેંચતાણની ગર્તમાં ધકેલાયેલ કોંગ્રેસ બેબાકળી બની ચૂકી છે. કોંગ્રેસ પાસે કોઇપણ મુદ્દો ની માટે હંમેશા નોનઇશ્યુમાંથી મુદ્દાઓ શોધે છે. જેને તેના પોતાના કાર્યકર્તાઓનું સર્મન ની. સતત નકારાત્મક તેમજ નિષ્ફળ કાર્યક્રમો આપે છે. ગુજરાતના જનમાનસમાંી કોંગ્રેસ ઉતરી ગઇ છે. કોંગ્રેસ માત્રને માત્ર બેફામ અને બેબુનિયાદ નિવેદનો કરે છે. ગુજરાતની પ્રજા કોંગ્રેસને નખશિખ ઓળખી ગઇ છે. કોંગ્રેસની દાળ ગુજરાતમાં ગળવાની ની.  ૨૦ વર્ષી ગુજરાતની જનતાએ કોંગ્રેસનું માપ કાઢી લીધુ છે. વેર-ઝેર ફેલાવી નકારાત્મક કાર્યક્રમો દ્વારા અશાંતિ ફેલાવવાના પ્રયાસો કરતી કોંગ્રેસ માપમાં રહે, તેમ જનતા ઇચ્છે છે અને કોંગ્રેસ પાણીમાંથી પોરા કાઢવાનું બંધ કરે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.