Abtak Media Google News

મોરારજી દેસાઇ સાથેના મારા સંસ્મરણો…જે મારા માટે સૌંભાગ્યની વાત 

રાજકોટના ઘેલા સોમનાથ પહોંચેલા રાષ્ટ્રપતિ કોવિંદ સંબોધન દરમિયાન ગુજરાતીમાં બોલ્યા કે કેમ છો બધા, ગુજરાત મારું બીજું ઘર છે, ગુજરાત સાથે 45 વર્ષ જૂનો સંબંધ છે, મેં આજે શંકર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી છે, અને પ્રાર્થના કરી છે કે ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને પાણી અને સમૃદ્ધી આપો. રાષ્ટ્રપતિ કોવિંદે સૌની યોજનાના ખાતમુહુર્ત કરી જાહેરસભા સંબોધી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજરોજ 11 કલાકે ઘેલા સોમનાથ હેલિપેડ ખાતે આવ્યા બાદ મંદિરમાં દર્શન કર્યા હતા. જ્યાં નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા અને કલેક્ટર ડો વિક્રાંત પાંડે દ્વારા રાષ્ટ્રપતિનું સ્વાગત કરવમાં આવ્યું. દર્શન બાદ મંદિર નજીક તૈયાર કરાયેલા વિશાળ ડોમમાં સૌની યોજના લિન્ક4 તબક્કો2 નું ખાતમૃહુર્ત રિમોટ કંટ્રોલથી તકતીનું અનાવરણ કર્યું હતું.

આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ તેમજ કેન્દ્રિય રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવિયા,ઉર્જામંત્રી ચીમનભાઈ સાપરિયા સહિત અનેક મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

શું કહ્યું રાષ્ટ્રપતિ કોવિંદે?

ગુજરાતના લોકોથી મને ખૂબ જ પ્રેમ મડ્યો છે, જે મારા માટે અમુલ્ય સંપત્તિ છે, મોરારજી દેસાઇ સાથે કામ કરવા મળ્યું જે મારા માટે સૌભાગ્યની વાત છે, એમ કહી વર્તમાન વડાપ્રધાન મોદીના પણ વખાણ કર્યા હતા. ગુજરાત સરકાર જળસંસાધનનો પૂરતો ઉપયોગ કરી રહી છે, સૌની યોજનાને લઇ પ્રશંનતા છે, ગુજરાત સૌરાષ્ટ્રના લોકોને અભિનંદન પાઠવું છું. અને રામાયણનો પ્રસંગ ટાંકી નાનામાં નાના લોકો રાષ્ટ્ર નવનિર્માણના કામમાં જોડાયા તેનો પણ આભાર માન્યો હતો.

શું કહ્યું મુખ્યમંત્રી રૂપાણીએ?

ઘેલા સોમનાથ આવેલા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ગર્વની વાત છે કે રાષ્ટ્રપતિએ પોતાનો પ્રથમ સ્ટેટ પ્રોગ્રામ ગુજરાતથી કર્યો, ગુજરાતને હંમેશા મહત્વ આપ્યું છે, સૌની યોજનાથી બોટાદ અમરેલી જેવા વિસ્તારના તરસતા ખેડૂતો, લોકોને પાણી મળશે. સાથે જ ઘેલા સોમનાથ પર્યાવરણની દ્રષ્ટીએ લીલુછમ બનશે તથા તેની કાયાપલટ થશે તેવી આશા છે, આગામી દિવસોમાં સૌની યોજનાથી 115 ડેમો ભરાશે. પાણીને સાચવી રાખીશું તો આવનારી પેઢી સલામત રહેશે. વિરોધીઓને વિકાસની ઓળખ ન હોવાનું રૂપાણીએ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે આવા કાર્યોથી વિકાસના સહભાગી બનીએ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.