Abtak Media Google News

વિમાનમાં ધુમ્રપાન કરવું એક મુસાફરને ભારે પડી ગયું છે. ધુમ્રપાન કરવાને લીધે તેને જેલમાં જવાનો વારો આવ્યો છે.

અમદાવાદથી ગોવા અજી રહેલી ફ્લાઈટમાં એક યાત્રી વિમાનના બાથરૂમમાં સિગરેટ પીતો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ક્રુ મેમ્બરે તેને સિગરેટ પિતા જોઈ લીધો હતો અને તેની જાણકારી પાયલોટને આપી હતી. તો બીજી તરફ યાત્રી પોતે સિગરેટ નથી પીધી તે વાતનું રટણ કરતો હતો. વિમાનમાં સિગરેટ પીવી એ દંડનીય અપરાધ છે.

જેવું પ્લેન ગોવા એરપોર્ટ પર લેન્ડ થયું તેવી આ યાત્રીની જાણકારી સ્થાનિક પોલીસને આપી દેવામાં આવી હતી. ગોવા પોલીસે મુસાફર વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. ત્યારબાદ તેને સીઆઈએસએફને સોંપી દેવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.