Abtak Media Google News

શહિદયાત્રામાં હજારો લોકો જોડાશે: ૨૫૦૦ વધુ બાઈકો, ૫૦૦થી વધુ કાર, ઠેર-ઠેર યાત્રાને આવકાર

પાટીદાર અનામત આંદોલનમાં શહીદ યેલા યુવાનોને વળતર, દોષીતોને આકરી સજાઅને સમાજમાં એકતા જેવા ત્રિવિધ હેતુ સાથે ઉંઝામાં ઉમિયાધામથી શહિદયાત્રાને પ્રસન કરવામાં આવી હતી. પાટીદાર શહિદો અમર રહોના નાદથી માહોલ ગુંજી ઉઠયો છે. આ શહિદ યાત્રા ૩૩ દિવસમાં ૩૦૦૦ કિલોમીટર ઘૂમી વળશે અને આ શહિદયાત્રામાં ૨૫૦૦થી વધુ બાઈકો, ૫૦૦થી વધુ કાર અને હજારો લોકો જોડાયા હતા. શહેરો સહિત તાલુકાઓના ગામડાઓમાં શહિદયાત્રાને આવકારવામાં આવી હતી.

અડી વર્ષ પૂર્વે રાજયના સૌથી પ્રચંડ એવા પાટીદાર અનામત અનામત આંદોલનમાં પ્રદર્શન કરતી વેળાએ પોલીસની ગોળીઓના ભોગ બનેલા શહિદી યુવાનોના પરિવારોની વેદનાને વાચા આપવા માટે તેમજ તેઓને ન્યાય આપવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા શહિદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

૩૩ દિવસ સુધી ચાલનારી આ શહિદયાત્રા ઉમિયાધામ ઉંઝાી શરૂ થઈ છે અને ખોડલધામ કાગવડ ધામે પૂર્ણ થશે. શહિદયાત્રામાં ૧.૨૦ કરોડ પાટીદારોના પ્રભાવિત વિસ્તારોમાં ભ્રમણ કરશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. શહિદ યાત્રાનો પ્રારંભ રવિવારે સવારે ઉમિયા માતાજીની આરતી કર્યા બાદ યાત્રા ઉંઝા શહેરમાં ફર્યા બાદ કામલી, જગન્નાપુરા, કહોડા, ભુણાવ, રણછોડપૂરા, ઐઠોર, ઉનાવા, ભાન્ડુ ઈ રાત્રી રોકાણ માટે પાંચોટ મુકામે પહોંચી હતી. આ શહિદયાત્રા ૩૩ દિવસમાં ૩૦૦૦ કિલોમીટર ઘૂમી વળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.