Abtak Media Google News

ગુજરાતનો વિકાસ સોશિયલ મીડિયાના માઘ્યમથી જન-જન સુધી પહોંચાડવાનો છે: પંકજ શુકલ

રાજકોટ જીલ્લા ભાજપ આઇ.ટી. તથા સોશ્યલ મિડિયા વિભાગની બેઠક જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ આઇ.ટી. તથા સોશ્યલ મિડિયા વિભાગના ઇન્ચાર્જશ્રી પંકજભાઇ શુકલ, જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી ભાનુભાઇ મેતાની ઉપસ્થિતિમાં અને જીલ્લા ભાજપ આઇ.ટી. તથા સોશ્યલ મિડિયા વિભાગના ઇન્ચાર્જ હિરેનભાઇ જોશીના અઘ્યક્ષતામાં યોજાયેલ હતી.

આ બેઠકમાં ઉપસ્થિત જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતાએ સોશ્યલ મિડિયા ટીમને જણાવ્યું હતું કે, ગુજરાત સહીત સમગ્ર દેશમાં હવે વિકાસની રાજનીતીની નવી દિશા ખુલ્લી છે. રાજનીતિનું કલ્ચર બદલાયું છે.

આ બેઠકમાં ગુજરાત પ્રદેશ આઇ.ટી. અને સોશ્યલ મિડિયા વિભાગના ઇન્ચાર્જ પંકજભાઇ શુકલએ જણાવ્યું હતું કે દેશ અને ગુજરાતનો વિકાસ જન જન સુધી આપણે સોશ્યલ મિડિયાના માઘ્યમથી લઇ જવાનો છે.

આ તકે જીલ્લા ભાજપ આઇ.ટી. અને સોશ્યલ મીડિયા વિભાગના ઇન્ચાર્જ હિરેનભાઇ જોશીએ તમામ સોશ્યલ મિડિયાના કાર્યકર્તાઓને સોશ્યલ મિડિયાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આપણું ઘ્યેય કયારેય ચુંટણીલક્ષી હોતું નથી. નિરંતર સંપર્ક અને સેવા દ્વારા રાષ્ટસેવા અને દેશવાસીઓનું કલ્યાણ એ આપણો મુળ ઘ્યેય હોતું નથી.

આગામી દિવસોમાં જીલ્લા ભાજપ આઇ.ટી. સોશ્યલ મિડિયા વિભાગ દ્વારા જીલ્લા કક્ષાનો સોશ્યલ મિડિયાનો વર્કશોપ યોજાશે. ભાજપના વિચારકો અને શુભેચ્છકોને પાર્ટીમાં વોલેન્ટર તરીકે જવાબદારી સોંપીને કામગીરી સોંપાશે. તે માટે જીલ્લાભરની કોલેજો તથા જાહેર સ્થળો પર નોંધણી કરાશે. તથા વિધાનસભા સહ સોશ્યલ મિડિયાના વર્કશોપ તથા બેઠક યોજાનાર છે.

આ સમગ્ર બેઠકનું સંચાલન ૭૧-વિધાનસભાના ઇન્ચાર્જ દીપકભાઇ ભટ્ટ કરેલું હતું.

આ બેઠકમાં જીલ્લા ભાજપ મહીલા મોરચાના પ્રમુખ રસીલાબેન સોજીત્રા, જીલ્લા યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, બક્ષીપંચ મોરચાના મહામંત્રી નવીનપરી ગૌસ્વામી, અનુ. જાતિના જીતુભાઇ ચૌહાણ, જીલ્લા સોશ્યલ મીડીયા વિભાગના સહ-ઇન્ચાર્જ વિનયભાઇ રાખોલીયા, બીપીનભાઇ રેલીયા, તાલુકા યુવા મોરચાના પ્રમુખ સતીશભાઇ શિંગાળા, ગોંડલ વિધાનસભાના પ્રવીણભાઇ રૈયાણી, નીલેશભાઇ જેઠવા, જસદણ વિધાનસભાના અરવિંદભાઇ નાગડકિયા, જેતપુર વિધાનસભાના પ્રકાશભાઇ પારધી, અમિતભાઇ ભીમાણી, જીલ્લા આઇ.ટી.ના સનીભાઇ ભાલોડી, આશિષભાઇ લીંબાસીયા, ભાવિકભાઇ વોરા, અશોકભાઇ શર્મા સહીતના કાર્યકર્તાઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.