Abtak Media Google News

નીટની પરીક્ષા માટે એક જ પેપરસેટ તૈયાર કરીને અલગ-અલગ ભાષામાં તેનું અનુવાદન કરાશે

દેશભરમાં મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા ફરજીયાત બનાવવામાં આવી છે. જોકે નીટની પરીક્ષામાં અલગ-અલગ ભાષામાં અલગ-અલગ પેપર પુછાવાના લઈને ગત વર્ષે ભારે વિરોધ સર્જાયો હતો. આને લઈને ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ ફેલાયો હતો. ગુજરાતમાં વાલીઓનો આક્ષેપ હતો કે ગુજરાતી ભાષામાં પુછાયેલા પેપર અઘ‚ હતું. જયારે અંગ્રેજી ભાષામાં પુછવામાં આવેલું પેપર એકદમ સરળ હતું. જેથી મેડિકલ પ્રવેશમાં અંગ્રેજી ભાષામાં વિદ્યાર્થીઓ બાજી મારી જાય છે. જોકે, આગામી પરીક્ષાર્થી આ વિવાદને ખતમ કરી દેવામાં આવ્યો છે.

આગામી પરીક્ષામાં તમામ ભાષાઓમાં પ્રશ્ર્નપત્ર એક સમાન જ રહેશે. નીટની પરીક્ષાનું આયોજન કરી રહેલ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (સીબીએસઈ)એ સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કયુર્ં હતું કે, એમ.બી.બી.એસ. અને બી.ડી.એસ. અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટની પરીક્ષાનું પ્રશ્ર્નપત્રો હવે માત્ર એક જ સેટમાં તૈયાર કરવામાં આવશે. જેનું તમામ ભાષાઓમાં અનુવાદન કરવામાં આવશે. આ પહેલા સુપ્રીમ કોર્ટના જસ્ટીસ અ‚ણ મિશ્રા અને એફ.એ.નજીમની ખંડપીઠે વાલીઓને અરજી પર અલગ-અલગ ભાષાઓમાં અલગ-અલગ પ્રશ્ર્નપત્ર તૈયાર કરવાના નિર્ણયને ફગાવ્યો હતો. ત્યારે હવે સી.બી.એસ.ઈ.એ સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી છે કે, આગામી પરીક્ષાથી એક જ પ્રશ્ર્નપત્ર તૈયાર કરવામાં આવશે અને તેનું અલગ અલગ ભાષામાં અનુવાદન કરવામાં આવશે અને આ બાબતની સીબીએસઈએ પણ ખાસ સ્પષ્ટતા કરી છે.

આ નવા નિર્ણયને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ રાહતનો શ્ર્વાસ લીધો છે. અગાઉ જે રીતે અલગ ભાષાના પ્રશ્ર્નપત્રો અલગ-અલગ નીકળતા હતા અને જયારે હવે આ નવા નિર્ણયથી નીટની પરીક્ષા માટે એક જ પેપરસેટ તૈયાર કરી તેનું અલગ-અલગ ભાષામાં અનુવાદન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.