હાર્દિક પટેલના કોંગ્રેસ પ્રવેશ સામે જામનગરમાં પાટીદારોનો વિરોધ

57

સમાજમાં ૧૪ યુવાન શહીદોની વાત કરતો હાર્દિક આ શહીદોને કેમ ભૂલી ગયો ? પાટીદાર સમાજનો વેધક સવાલ

પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ જતા જામનગરના પાટીદારો દ્વારા જ તેનો વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પાટીદાર નેતા હાર્દિક પટેલ ગઈકાલે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો. આથી જામનગરમાં પાટીદાર પટેલ સમાજના લોકો દ્વારા આજે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પાટીદારોએ જણાવ્યું હતું કે, સમાજમાં ૧૪ યુવાન શહીદોની વાત કરતો હાર્દિક આ શહીદોને કેમ ભૂલી ગયો. હવે જો તે જામનગરમાં ચૂંટણી લડવા આવશે તો તેને હરાવવામાં આવશે. તેમ પણ જામનગરના પાટીદારોએ જણાવ્યું હતું.

 

Loading...