લોકડાઉનનાં સદઉપયોગથી સમાજને ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડવાની તક

55

શહેરનાં આગેવાનોએ અર્ધાંગિનીને ઘરકામમાં મદદ કરવી, ઈન્ડોર ગેમ્સ રમવી, ગપ્પા-ગોષ્ટી અને નવી રેસીપી શીખવા સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહી લોકડાઉનનો અત્યાર સુધીનો સમય પસાર કર્યો

કોરોના મહામારીને રોકવા માટે દેશભરમાં ૨૧ દિવસનાં લોકડાઉનની અમલવારી થઈ છે આ અમલવારી દરમિયાન સમય કેવી રીતે પસાર કરવો તેવો સો મણનો સવાલ અવાર-નવાર લોકો સમક્ષ આવીને ઉભો રહે છે જોકે સામાજીક, રાજકીય અને આર્થિક ક્ષેત્રમાં સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટનાં આગેવાનો લોકડાઉનનાં આ સમયગાળાનો ગુણવતાસભર ઉપયોગ કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. વર્તમાન સમયે મોટી-મોટી સંસ્થા કે એકમો સાથે સંકળાયેલા આગેવાનો પોતાના પરિવાર સાથે અમુલ્ય સમય વિતાવી રહ્યા છે. ઘરકામમાં મદદ કરવી, ઈન્ડોર ગેમ્સ રમવી, નવી રેસીપી બનાવવી સહિતનાં કામ આગેવાનો દ્વારા થઈ રહ્યા છે. વર્તમાન સમયે કોરોના વાયરસનાં સંક્રમણથી બચવા માટે ઘરમાં રહેવાની તાકિદનું આગેવાનો દ્રઢતાથી અમલ કરી રહ્યા છે. સામાન્ય સંજોગોમાં ઉધોગ-ધંધા કે વ્યવસાય પાછળ વ્યસ્ત રહેનાર આગેવાનોને ૨૧ દિવસ જેટલો લાંબો સમયગાળો પરિવાર સાથે સમય પસાર કરવા માટે મળ્યો છે. તમામ આગેવાનો આ સમયગાળાને કુદરતની કૃપા ગણાવી રહ્યા છે. હાલમાં લોકડાઉન વચ્ચે લોકો ઘરે બેઠા જ અવનવી પ્રવૃતિઓ કરી રહ્યા છે. ત્યારે બાળકો, યુવાનો, વૃદ્ધો સહિતના લોકો ઘરમાં જ જુની રમતો રમી રહ્યા છે. આજના આ મોબાઇલ યુગમાં કોરોના કહેર વચ્ચે લોકો આપણી દેશી રમતો તરફ ફરી પાછા વળ્યા છે અને જે સમાજને ઉતમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે એવુ નહીં કે સામાન્ય લોકો જ પરંતુ પ્રખ્યાત લોકો પણ ઘરે બેસી વિવિધ પ્રવૃતિઓ કરી રહ્યા છે.

યોગ, ઘરકામમાં સહકાર, મનોમંથનથી વિતાવું છું સમય: ગોલ્ડ એસો.ના પ્રમુખ ભાયાભાઇ સાહોલીયા

રાજકોટ ગોલ્ડ એસો. ના પ્રમુખ ભાયાભાઇ સાહોલીયાએ જણાવ્યું હતું કે, કોરોના હાલ વૈશ્ર્વીક સમસ્યા બની ચૂકી છે. ત્યારે વિશ્ર્વમાં હાલ કોરોના પર કાબુ મેળવવા માટે મહત્વપૂર્ણ પગલાઓ લેવાયા છે. ભારત સરકાર દ્વારા પણ પ્રજાહિત માટે લોકડાઉન સમગ્ર દેશમાં કરવામાં આવ્યું છે. અને દેશવાસીઓ માટે સાવચેતી અને સલામતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

ત્યારે લોકડાઉનમાં હું મારો સમય ઘરમાં રહી અને પરિવાર સાથે આનંદની પળો માળી રહ્યો છું. સવારમાં યોગ પ્રાણાયમ કરું ત્યારબાદ થોડુંક ઘરના હળવા કામ હાથ બટાવું છું. તેમજ મારી વિચારશકિતમાં વધારો કર્યા કરું આવનારા દિવસોમાં શું કરીશું? અમારા ધંધામાં કેવી પરિસ્થિતિ આવશે? તેની સામે કેમ ટકી શકીશું? હાલ અમારા ગોલ્ડ માર્કેટમાં મંદી છે પણ દેશના હિત માટે અમે શકય તેટલા હરહંમેશ આગળ આવશું.

જીંદગીમા કયારેય ન માણેલી ફુરસદ માણુ છું: વોકહાર્ડ હોસ્પિટલના ડો.ચિરાગ માત્રાવડીયા

ડો.ચિરાયભાઇ માત્રાવળીયાએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન મોદી દ્વારા અને ભારત સરકાર થકી લોકડાઉનની સમગ્ર દેશમાં જાહેરાત કરવામાં આવી તે પ્રજા હિત માટેનો ખુબ જ સારો અને મહત્વપૂણ નિર્ણય હતો. અમારી તમામ એવોર્ડ તેમજ ર્સજરી, ઓપરેશની સેવાઓ હાઇ મોકુફ રાખી છે. માત્ર ગંભીર કેસને જ સારવાર આપવામાં આવી રહી છે. શરદી, ખાસી ગળામા દુ:ખતુ હોય તેવા લોકોની ઓખીડી વધી છે. જેનુ નિદાન તાકેદારીના પગલે કરવામાં આવે છે. દર્દીનું નિદાન કરી તેની શંકાને સમાધાન કરીએ છીએ એપ્રીલમા કોરોના ખતમ નહી થઇ જાય. સંપૂર્ણ કંટ્રોલમાં આવતા બે મહિના જેટલી સમય લાગશે. ત્યારે જો ૧૪ એપ્રીલથી લોકોના ટીવા એકઠા થવા લાગશે તો ફરીથી કોરોના વધી શકે છે. ત્યારે અમે ડોકટરો ધીમે ધીમે બધી સુવીધાઓ શરૂ કરવાની કોશીશ કરશું. તથા ઘણા એવા ઓપરેશન છે કે જે હજુ થોડા મહિના રાહ જોઇ શકાય છે. તેવા ઓપોરેશન મોડા કરવવા જોઇએ. અમારી ઓપીડીમાં આવતું દરેક પેસન્ટ કોરોનાનું વાહક હોઇ શકે છે. તેવું ધ્યાનમાં રાખીને જ અમારે જે પ્રોટેકટીવ વસ્તુઓ પહેરવાની હોય છે. તે પહેરીને અને તે દર્દીની સારવાર કરીએ છીએ. સાથે સાથે અમારી હોસ્પિટલના સ્ટાફની સેકટી પણ ખુબ મહત્વની છે. તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. જીંદગીમાં કયારેય ન માણેલી કુરસત અત્યારે માણવા મળે છે. હું પોતે અડધો દિવસ કામ કરૂં છું. સાંજે પરિવાર સાથે સમય પસાર કરું છું તથા ઘરકામમાં મદદરૂપ થાવ કોરોના સામે આપડે બને ત્યાં સુધી ટોળાના કરવા. હેન્ડ વોશિંગ, સોશ્યલ ડીસ્ટન્સીંગ મેન્ટેન કરવું. સાથે સાથે જે કોરોના વાઇરસના નાનામાં નાના સિમ્ટન્સ જોવા મળેતી તરત ફેમેલી ડોકટર પાસે જઇ પ્રોપર તપાસ કરાવવી જોઇએે.

મુવી જોવી, બાળકો સાથે રમવું અને પેન્ટીંગ કરી લોકડાઉન  પસાર કરું છું: બાલાજી વેફર્સના એમ.ડી. મિહિરભાઇ વિરાણી

અબતક સાથેની વાતચીત દરમિયાન બાલાજી વેફર્સના મેનેજીંગ ડિરેકટર મિહીરભાઇ વિરાણીએ જણાવ્યું હતું કે આ લોકડાઉનના સમયને અમે બધા સાથે મળીને આનંદથી વિતાવીએ જેમાં સવારમાં બાળકો સાથે રમતા હોય, ઓનલાઇન મુવી સિરીઝ આવતી હોય તો એ જોતા હોય, એકસસાઇઝ કરતા હોય અમે ત્રણેય ભાઇઓ સાંજના બેડમીન્ટ રમતા હોય અને બાળકોને પેન્ટીંગ કરાવતા હોય સૌથી વધુ સમય રમવામાં જાય સરકાર દ્વારા ર૧ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે તો ધંધાને અસર તો થાય જ ત્યારે અમારી ચેનલને અસર થઇ છે એક વસ્તુ સાથે બીજી વસ્તુ જોડાયેલ હોય અત્યારે પ્રોડકશન બંધ છે. પરંતુ જે સ્ટોક છે તેને ડિસ્પેચ કરવામાં આવે છે.

હવે રો મટીરીયલ્સની વાત કરું તો બટેટા ડિસાથી આવે બેસન બીજી જગ્યાએથી આવતું હોય પરંતુ ટ્રાન્સપોટેશન બંધ હોવાથી ઘણા ફેકટર કામ કરતા હોય ત્યારે અમે નકકી કયુૃ છે. કે ૧પ એપ્રિલ પછીથી સરકારની સુચના મુજબ પગલાં લેવાશે. અત્યારે સમગ્ર ગુજરાતમાં સપ્લાય ચાલુ છે પરંતુ ડીલરની સપ્લાય બંધ છે. તો ડીલર તેના

ગોડાઉનથી જે કાંઇ માલનું વેચાણ થતું હોય તે કરે ૧૦ ટકા જેટલું વેંચાણ ગુજરાતમાં થાય છે પરંતુ તેમાં અવરોધ ઘણા આવે છે. લોકડાઉન બાદ પ્રોડકશનનું પ્લાનીંગ થશે. રોમટીરીયલ્સ કઇ રીતે લઇ આવશે. ડિલરો પાસે સ્ટોક હતો તે ખાલી થયેલ રિટેલર પાસે અપુરતો સ્ટોક હોય તેથી ડિમાન્ડ વધશે તેને ઓછી સપ્લાય કરી કંટ્રોલ કરીશું. એક માપદંડ રાખી ડિસપેસ કરીશું. અમને અલગ અલગ જગ્યાએથી મટીરીયલ મળતું હોય તો જયાંથી જલ્દી મળે ત્યાંનું ટ્રાન્સપોર્ટશન સ્થિતિ શું છે અને ઓછા લોકોથી અને મશીનથી બનતી પ્રોડકટને વધુ બનાવીશું. આ ર૧ દિવસ લોકડાઉનમાં અમે બધા ઘરે જ રહીને વિતાવીએ છીએ અને મને આ દિવસો જિંદગીભર યાદ રહેશે.

લોકડાઉનના કારણે ઇલેકટ્રોનિકસ આઇટમનો વ્યવસાય ૨૫ ટકા સુધી ધટી જશે: રાજુભાઇ પટેલ

રાજકોટના અગ્રણી ઇલેકટ્રોનીકસ આઇટમોના વેપારી કિરણ ઇલેકટ્રોનીકસના સંચાલક રાજુભાઇ પટેલ અબતકને ખાસ મુલાકાત આપતા જણાવ્યુ હતુ કે લાંબા સમયથી માર્કેઠ થોડુ નબળુ જ હતું. તેમાં લોકડાઉનના કારણે બિઝેનસ સાવ સ્ટોપ થઇ ગયો છે. લોકડાઉન પછી બિઝનેશનું પાછુ કેવી રીતે સેટીંગ થશે તેની ચિંતા છે. અત્યારે ઉનાળામાં અમારા માટે દિવાળી કરતા પણ મોટી સિઝીન હોય છે. નવરાત્રિથી દિવાળી એક મહિનો મળે છે. જયારે અત્યારે ત્રણ મહીના મળે છે.

વચ્ચે લોકડાઉન ખુલ્યા બાદ પણ જે જરૂરીયાતમંદ લોકો છે તેના પર ફોકસ મુખ્ય રહેશે. લોકડાઉન પછી અમારી બિઝનેશ ૨૦થી ૨૫% જેટલો ડાઉન રહેશે તેવી ભીતી છે. મુખ્યત્વે જે શોખની વસ્તુ છે તેનું વેંચાણ ઘટશે ટેકસ બેનિફીટસ સરકાર આપે અને ફાઇનાન્સમાં પણ છુટછાટ આપવામાં આવે તો ફાયદો થાય. તેવી સંભાવના છે માર્કેટ બંધ થવાથી અમુક અંશે અમને પણ ફાયદો થશે. જે ચીનની કંપીનોઅ બંધ થશે તો બીજી સારી કંપનીઓને ફાયદો થશે. જીવનમાં પહેલીવાર આવો સમય મળ્યો છેકે હું માસે સમય લોકડાઉનને કારણે પરિવાર સાથે વિતાવ્યો નહીંતર આટલો સમય પરિવાર સાથે કોઇ દિવસ નથી પસાર કર્યો. ઘરના કામમાં સાથ આપીએ છીએ. બાળકી સાથે રમતો રમીએ છીએ.

ટીવી, વાંચન અને ડીબેટથી સમય કાઢીએ છીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સેક્રેટરી હિમાંશુભાઇ શાહ

અબતક સાથે વાતચિત દરમિયાન સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓશોશિએશનના સેકેટરી હિંમાશુંભાઇ શાહએ જણાવ્યું હતું કે આ લોકડાઉન સમયને હું થોડું બેલસિંગ ઇન ડિસગાઇઝ ગણું છું  વ્યસતતાને કારણે જે કુંટુંબને સમય ન હોતો આપી શકતો. તે આ લોકડાઉનના સમયમાં પરિવાર સાથે ખૂબ જ સારો સમય પસાર કરી રહ્યા છીએ. આ સમયમાં પરિવારના દરેક લોકો પોતાનો શોખ પ્રવૃતિ પૂરી કરી રહ્યા છે. સાથોસાથ એકબીજાના ઇન્ટેસ્ટ, પોટ શેર કરીએ છીએ. અને આનંદ માણીએ છીએ. મૂવીઝ સારી સિરીયલ જોવા મળી રહી છે અને ઘરમાં બધાને વાંચનનો ખૂબ શોખ છે. બધા સાથે મળી ચર્ચાઓ ડિબેટ કરીએ છીએ. અત્યારની પરિસ્થિતિ ખૂબ જ ચેલેન્જીંગ છે. પરંતુ આ પરિસ્થિતિમાં જેટલી પ્રોઝીટીવ રાખશું. તો ફાયદો થશે. આ સમયમાં પોતાની કિએટીવીટી બહાર લાવવી જોઇએ. આ સમય ફરી મળશે કે નહી તેથી પરિવાર સાથે સમય પસાર કરવો જોઇએ. અમારા ઘરમાં પહેલેથી જ એવી આદત છે કે કામને બાંટીને કરવું મારી પત્નિ એક બિઝનેશ વુમન છે. તેનું એક બુટીક ચલાવે છે અને મારા પિતાજીએ અમને પહેલેથી જ શિખવાડયું છે કે ઘર કે બહારનું તમામ કામને એટલું મહત્વ આપી કામ કરવું. અમને કામને શેર કરવામાં આનંદ આવે. અબતક સાથેની વાતચિત દરમિયાન ધ્રુવીબેન શાહએ જણાવ્યું હતું કે આ લોકડાઉનના સમયમાં આખો પરિવાર સાથે હોય તે જીંદગીમાં પ્રથમ વખત બન્યું છે અને અમે આ સમયને ખૂબ જ આનંદથી માણીયે છીએ. સરકારે જે લોકડાઉન કર્યુ છે તે આપણા હિત માટે કર્યુ છે. અમે જોઇન્ટ ફેમીલીમાં રહીએ છીએ. બધાની કાંઇને કાંઇ ફરમાઇસો હોય છે.

યંગસટર્સ અને ભાઇઓ પણ અમને કામમાં મદદરૂપ થાય. તેમને નવું કોઇ શિખવું હોય તો શિખવાડીએ હું આ સમયમાં શ્રીમદ્ભગવત ગીતા વાંચું છું. અમારા ઘરનો સાંજનો માહોલ જુદો હોય. બાળકો ગેઇન્સ રમતા હોય જેમ કે ઇસ્ટો, દમસરાઝ, કાર્ડસથી રમતા હોય, સાથોસાથ બધા સાથે બેસી ચર્ચાઓ ડિબેટ કરતાં હોય મને સંગીતનો ખૂબ શોખ છે. તો શિતારનું રિઆક કરતી હોય. અમે ઘરમાં આપણી ગુજરાતી વાનગી બનાવતા હોય સાથો સાથ યંગસ્ટર્સને ભાવતી બેકરી આઇડમ પણ બનાવીએ. એક સમય તેમની પસંદ એક સમય અમારી પસંદનું બનાવીએ મારા પતિદેવ ખૂબ જ ફૂડી છે. તેને કારેલાના શાકથી લઇ પિઝા આપો તે બધુ જ એન્જોય કરે. તેને કુકીગનો ખૂબ જ શોખ  છે. તેથી તેઓ અમને ખૂબ જ મદદ કરે છે. આ એકવીસ દિવસ મને લાઇફ ટાઇમ ખૂબ જ યાદ રહેશે. આ ગોલ્ડન પિરિયડ છે.

સમગ્ર સમય પરિવાર અને સેવાકીય પ્રવૃતિઓમાં કાઢી રહ્યો છું: શમશેરસિંઘ

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે બહોળી પ્રસિદ્ધિ ધરાવતા શાહીબ ઇલેક્ટ્રોનિક્સના માલિક શમશેરસિંઘે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગઈકાલ ની વાત કરું તો સમગ્ર દિવસ દરમિયાન ખૂબ વ્યસ્તતા રહેતી હતી. ડીલર થી માંડી કસ્ટમર સુધી તમામ ની કાળજી લેવાની હોય છે. તેમની નાના માં નાની મૂંઝવણો તાત્કાલિક ધોરણે નિવારવાની હોય છે જેમાં વ્યસ્ત રહેતા હતાં. ઉપરાંત વ્યવસાય ને કઇ રીતે વધારી શકાય તેમાં સતત પ્રયત્નશીલ રહેતા હતા પરંતુ હાલ જે રીતે ૨૧ દિવસનું લોક ડાઉન થયું છે તે દરમિયાન સર્વ પ્રથમ તો અમારા શીખ સમાજ ના ગુરુદ્વારા સમિતિ દ્વારા આર્થિક રિતે પછાત લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરાઈ રહી છે જે અંતર્ગત દરરોજ ૧૦ હજાર લોકોને ભોજન પીરસવામાં આવે છે જેમાં યોગદાન આપી રહ્યો છું.

એ ઉપરાંત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ વેપારીઓ સાથે ઉદ્યોગ ધંધા ને લઈ ચર્ચા કરું છું અને ખાસ પરિવાર ને સમય પણ આપી રહ્યો છું. સવારે સૌ સાથે મળીને પૂજા અર્ચના કરીએ છીએ, સૌ સાથે ટીવી જોઈએ છીએ, અનેકવિધ રમતો પણ રમીએ છીએ અને ધાર્મિક કાર્યક્રમો નિહાળીએ છીએ. તેમણે વ્યવસાય વિશે જણાવ્યું હતું કે આ સમય એર કન્ડિશનર, વોટર ફૂલર અને વોશિંગ મશીનના વેચાણનો સમય છે પરંતુ હાલ લોક ડાઉનના સમર્થન ને પગલે સ્ટોર બંધ રાખવામાં આવ્યો છે જેના કારણે વ્યવસાયને નકારાત્મક અસર થઈ રહી છે પરંતુ આ નિર્ણય રાષ્ટ્રહિતમાં છે જેની સામે અમને કોઈ જ વાંધો નથી. તેમણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવનાર રાહત પેકેજ અને તેમની અપેક્ષા વિશે જણાવ્યું હતું કે હાલ સરકાર તૈયારી બતાવી રહી છે, અમુક જાહેરાતો કરી પણ દેવામાં આવી છે અને હજુ પણ સરકાર ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે પણ આવશ્યક રાહત પેકેજની જાહેરાત કરશે તેવી મને આશા છે. આ તકે શાહીબ ઇલેક્ટ્રોનિક્સ ના માલિક અને શમશેરસિંઘ ના પિતા ભગતસિંઘે જણાવ્યું હતું કે પહેલા સવારે બાળકોને શાળાએ મુકવા જવા, ત્યારબાદ વ્યવસાય અર્થે સમગ્ર દિવસ દરમિયાન ઘરની બહાર રહેવું પડતું હતું પરંતુ હાલ તમામ કાર્યભાર નેવે મુકાઈ ગયો છે સમગ્ર સમય પરિવાર અને સેવાકીય પ્રવૃતિઓમાં કાઢી રહ્યો છું. નાના નાના બાળકો સાથે સમય વિતાવવાનો સમય મળ્યો છે. ઉપરાંત ધાર્મિક કાર્યક્રમો નિહાળવાનો સમય મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે હાલ લોકો ભોજન અર્થે ફોનના માધ્યમથી અમારો સંપર્ક કરી રહ્યા છે તો તેઓ ભૂખ્યા પેટે સુવે નહિ તે માટે પ્રયત્નો કરી રહ્યા છીએ.

Loading...