Abtak Media Google News

સ્કીલ ઇન્ડિયા અંતર્ગત શિક્ષિતમાંથી કુશળ માનવ સંપદાનું ઘડતર કરવા વડોદરામાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જ્યાં વિવિધ પ્રકારની ટેકનીકલ/બીન ટેકનીકલ તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે.

તેની તા.૨૭/૦૬/૨૦૧૮ થી શરૂ થનારી નવી બેચમાં ૧૮ થી ૩૫ વર્ષની વયના ૩૦ તાલીમાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ધો. ૧૦ કે ૧૨ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનારાઓ પ્રવેશને પાત્ર છે.

તાલીમાર્થીઓને મફત તાલીમની સાથે સરકાર માન્ય પ્રમાણપત્ર અને રોજગારી મેળવવામાં સહાયતાનો લાભ મળે છે. પ્રવેશ ઇચ્છુકોને રેસકોર્સ સર્કલ, વાણિજ્ય ભવન સામે આવેલા માર્બલ આર્ચ કોમ્પલેક્ષના પ્રથમ માળે આવેલી સંસ્થા કચેરીનો (મોબાઇલ નં. ૭૨૩૦૦૦૪૪૭૩/૭૨૩૦૦૦૪૪૮૧) નો સત્વરે સંપર્ક કરવા જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.