Abtak Media Google News

રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર કમિશ્રનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની ગ્રામ્ય સંચાલિત જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ જામકંડોરણા ખાતે અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

કલાકારોને પ્રોત્સાહિત કરવા યોજાયેલા આ કલા મહાકુંભ માટે રાજકોટ જિલ્લાના ૭૦૦૦ કલાકારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી ૨૦૦૦ જેટલા કલાકારોની ૧૦૭ ટીમોએ કલા મહાકુંભમાં પોતાનું હિર બતાવ્યું હતું.

મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાએ ત્રિદિવસિય કલા મહમકુંભનું દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. મંત્રીશ્રીએ લોકનૃત્ય, રાસ ગરબા, ભરત નાટ્યમ, કથ્થક, ઓડીસી, સહિતના નૃત્ય નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા એ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર દ્વારા કલા સંસ્કૃતિ અને પરંપરા ની જાળવણી માટે કલા મહા કુંભ નું આયોજન થયું છે. રાજ્ય ભરમાં બાળકો અને યુવાનો ની કલા .સંસ્કૃતિ. ઉજાગર કરવા માટે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કાર્યરત છે. બાળકો અને યુવાનો માં પડી રહેલ કલા વારસાને ઉજાગર કરવા નું પ્લેટફોર્મ આજના આ યુવાનો નેમળે તે માટે રાજ્ય સરકાર ના પ્રયાસ છે.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, કાનજીભાઈ ૫રમાર, સરપંચ જસમતચાઈ પટેલ, માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી વિઠ્ઠલભાઈ બોદર, અગ્રણી સર્વશ્રી રાજકોટ ડેરી ના ચેરમેન શ્રી  ગોવિંદભાઈ રાણપરિયા, શ્રી ચંદુભાઈ ચૌહાણ, શ્રી કરશનભાઈ  સોરઠીયા, પ્રાંત અધિકારીશ્રી તુષાર જોષી, મામલતદારશ્રી અપરનાથી, રાજકોટ ગ્રામ્યના રમત-ગમત અધિકારીશ્રી પ્રવિણાબેન પાંડાવદરા સહિતના અધિકારીશ્રીઓ તેમજ ભાગ લેનાર કલાકારો તથા તેમની શાળાના શિક્ષકો તેમજ ઉત્સાહીત કરવા અન્ય વિદ્યાર્થીઓ ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.