Abtak Media Google News

વિશ્વ માં આતંકવાદ, ભ્રષ્ટાચાર અને આત્મહત્યાને નાબુદ કરતા કર્મયોગ મંદિરનો આજે ચતુર્થ દિવસ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ

વિશ્વમાંથી આતંકવાદ, ભ્રષ્ટાચાર અને આત્મહત્યાને નાબુદ કરવાના દ્રઢ નિશ્ચય સાથે ચતુર્થ કર્મયોગ દિવસની ભવ્ય ઉજવણી અટલબિહારી વાજપેયી ઓડિટોરીયમમાં જોશ-ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલી પત્રકાર પરીષદમાં કર્મયોગી ગીતાબેન બાલચંદાણીએ કર્મયોગનાં ચમત્કારિક જ્ઞાનનું મનન્ય અને આત્મસાર કરતું ઉદબોધન એક સરળ ભાષામાં આવ્યું હતું. બાલચંદાણીએ ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ આતંકવાદ, ભ્રષ્ટાચારની લપેટમાં ઝડપાયું છે અને તેમાં પણ ખાસ કરીને દેશમાં જે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે તેના પર વિશેષ પ્રકાશ પાડતા કર્મયોગી ગીતાબેને જણાવ્યું હતું કે, આજનો માનવી કોઈને કોઈ કારણસર નિરાશાને કારણે ડીપ્રેશનમાં ધકેલાઈ રહ્યો છે. આ કારણે ઘણીવાર પોતાની માનસિક દશા ખોઈ અને ન કરવાનું કદમ ઉઠાવી આપઘાતનો માર્ગ અપનાવે છે. જેમાંથી બહાર નીકળવાનો એક માત્ર માર્ગ કર્મયોગનું જ્ઞાન જ છે. કર્મયોગનું જ્ઞાન એટલું ચમત્કારિક છે કે તે માણસમાં અદભુત અને અવિનાશી શાંતિ, સંતુષ્ટિ, ઉર્જા અને આનંદનો સંચાર કરે છે. માણસનું જીવન ખીલી ઉઠે છે અને જીવનમાં જીવંતતા આવી જાય છે.  છેલ્લા ૧૧ વર્ષથી કર્મયોગ સાથે જોડાયેલા ગીતાબેન બાલચંદાણીએ જણાવ્યું કે, મેડીટેશન અને યોગની સાથે સાથે કર્મયોગ પણ સાંપ્રત સમયમાં એટલો જ જ‚રી છે. કર્મયોગથી લોકોને સંતોષ, શાંતિ, જીવન જીવવાની સમજ કર્મજ્ઞાન દ્વારા જ મળે છે. મારું એવું માનવું છે કે ખુશ રહીને કામ કરશો તો ખુશી અને સફળતા અવશ્ય મળશે અને ખુશ થઈને જે કામ કરીએ તે સફળતા જ હોય કર્મયોગ અભિયાન માનસિકતા સુધારે છે. આ કર્મયોગ જ્ઞાનનું લાઈવ પ્રસારણ ઈશ્ર્વર ઈન્ટરનેશનલ ચેનલ પર થયું હતું અને હાઉસફુલ ઓડીટોરીયમમાં ધો.૧૦ થી ધો.૧૨ના લગભગ ૫૦૦ વિદ્યાર્થીઓએ પુરી ઉત્સુકતા અને ઉત્સાહથી લાભ લીધો હતો. કર્મજ્ઞાનનો પુરા વિશ્ર્વમાં પ્રચાર-પ્રસાર થઈ શકે આ ઉદેશ્યથી દર વર્ષે કર્મયોગ દિવસની ઉજવણી ભવ્યતાથી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.