Abtak Media Google News

મોરબીમાં દિલ્હી પબ્લીક વર્લ્ડ સ્કૂલનો શુભારંભ

પાંચ એકર કરતા વધુ જગ્યામાં જ્ઞાન સાથે ગમ્મત પીરસવામાં આવશે

ઉદ્ઘાટન પ્રસંગે ભૂતપૂર્વ મીનીસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સ સલમાન ખુરશીદ ઉપસ્થિત રહ્યા

દિલ્હી પબ્લીક વર્લ્ડ ફાઉન્ડેશન (સીબીએસઇ) સ્કૂલની બ્રાન્ચ મોરબી ખાતે દિલ્હી પબ્લીક વર્લ્ડ સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દિલ્હી પબ્લીક વર્લ્ડ સ્કૂલ મોરબીના ચેરમેન રાજેન્દ્રભાઇ કામદાર અને પ્રિન્સીપાલ નાગેઢરા પાંડે હાજર રહ્યા હતા તેમજ દિલ્હી પબ્લીક  વર્લ્ડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી સલમાન ખુરશીદ તથા દિલ્હી પબ્લીક વર્લ્ડ ફાઉન્ડેશનના ચેરપર્સન લુઇસ ખુરશીદ  ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી પબ્લીક વર્લ્ડ સ્કૂલની અંદર ઉદ્ઘાટન પ્રસંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી પબ્લીક સ્કૂલની અંદર અદ્યતન ક્લાસરૂમ, સ્ટુડન્ટને રમવા માટે વીલીબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટ બોલ, ટેનિસ ગ્રાઉન્ડ અને ક્રિકેટનું ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યા છે.  જ્યાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે બાળકો દ્વારા ડાન્સ પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું અને ટુંક સમયમાં જ વિદ્યાર્થીઓ દ્વારા આ રીતનું પર્ફોમન્સ જોઇને બધા લોકો ખુબજ પ્રભાવિત થયા હતા.

Gujarat News
gujarat news


દિલ્હી પબ્લીક વર્લ્ડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી સલમાન ખુરશીદ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દિલ્હી પબ્લીક સ્કૂલનું નવું મુવમેન્ટ છે જે દિલ્હી પબ્લીક સ્કૂલના નીકળેલા વિદ્યાર્થીઓ અને ટીચરોની નવી શરૂઆત  કરી છે. દુનિયાભરની જે શ્રેષ્ઠ સ્કૂલ પઘ્ધતિ છે તે આપણે અહીં લાવીએ. આપણે હજુ સુધી અહીંયા સારી સ્કૂલો પહોંચી નથી તેથી આ એક એવો પ્રકાશ છે જે દરેક ઘરમાં પહોંચી શકે. જ્યાં લોકો સારી સ્કૂલ માટે ઉત્સુક છે. જે લોકોને સારી શિક્ષા ક્યાંથી મળશે તે ખબર નથી તેથી અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે દરેકના ઘર સુધી પહોંચી શકીએ.

અમારામાંથી ઘણા લોકો છે જે દિલ્હી પબ્લીક સ્કૂલમાંથી શિક્ષા પ્રાપ્ત કરી લીધી છે. ઘણા લોકો એવા છે જે ત્યાં અઘ્યાપક રહ્યા છે. બધા સાથે મળીને આવે અને અહીંથી જે શિખિયા, દુનિયાથી જે શિખિયા તેની શ્રેષ્ઠ પ્રેકટીસ આપણે આપી શકીએ. બીજા લોકો ફ્રેન્ચાઇસ આપે છે અમે ફ્રેન્ચાઇસ નથી આપતા. અમે લોકો ફાઉન્ડેશનના મેમ્બર બનાવીએ છીએ. અમારો રીસ્તો પૈસાનો નથી. અમારા પહેલો પુખ્ત રીસ્તો સાથે કામ કરવાની ઇચ્છાનો. એક જ સપનાનું જ્યારે તે વસ્તુ બની જાય ત્યારે અમે સ્કુલ બનાવીએ છીએ.Vlcsnap 2018 04 16 09H37M13S103

આપણે જે શિક્ષા પ્રણાલી અપનાવી છે તે એજ્યુકેશન થ્રુ પ્રેક્ટીસ મતલબ તમે જે જોશો તે અનુભવ કરશો તે જ સાચુ એજ્યુકેશન છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણે પુસ્તકમાંથી પણ શિખવું પડતુ હોય છે. કમ્પ્યુટરમાંથી પણ શિખવુ પડતુ હોય છે તો તે બધુ પણ ભણાવવામાં આવશે પરંતુ અનુભવ પણ ખુબ મોટી વસ્તુ છે. અનુભવ ક્રિકેટ જગતનો હોય કે જંગલમાં રહીને કામ કરવાનો હોય કે દુનિયાનું ભ્રમણ કરીને અનુભવ  શિખિએ કે ભાષા શિખીએ તો માત્ર આગામી એક જ સ્ટાન્ડર્ડમાં બેસીને કે એક જ રૂમમાં બેસીને શિખવું એ અમે સમજીએ છીએ કે પુરી શિક્ષા નથી. જ્યાં સુધી જીવનનો અનુભવ નો મળે ત્યાં સુધી શિક્ષા પુરી નથી થતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.