Abtak Media Google News

ભારત સરકારની મિનીસ્ટ્રી ઓફ ડ્રીંકીગ વોટર એન્ડ સેનીટેશન દ્વારા સમગ્ર ભારતના ૩૦ જેટલા સ્થળોને ત્રણ તબક્કામાં સ્વચ્છ આઇકોનીક પ્લેસ તરીકે જાહેર કરેલ છે. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર સોમનાથ મંદિરનો બીજા તબક્કામાં સમાવેશ કરાયો છે. આ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોને તદ્દન સ્વચ્છ સ્થળો તરીકે વિકસાવી રાષ્ટ્રની સ્વચ્છ રાષ્ટ્ર તરીકેની છબી ઉભી કરવાનો છે. આ માટે ભારત સરકાર કોઇ ફંડ આપતી નથી, પરંતુ જે તે સ્થળે મદદરૂપ થવા સી.એસ.આર પાર્ટનર નક્કિ કરી આપે છે. Img 20181003 Wa0000

ભારત સરકાર દ્વારા જે સ્વચ્છ આઇકોનીક પ્લેસની શ્રેણી બનાવવામાં આવી છે તેમાં વર્ષ ૨૦૧૭-૨૦૧૮ માં દ્વિતીય પુરસ્કાર ભારતીય પ્રવાસન કેન્દ્ર દિલ્હી ખાતે ઉમાભારતીજી મંત્રી પેયજળ એવમ સ્વચ્છતા. ભારત સરકારના હસ્તે આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો. એવોર્ડ સ્વીકાર માટે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ કીરીટભાઇ અધવર્યુ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, હિતેષ દામોદ્રા તથા સવજીભાઈ ચૌહાણ, સ્વચ્છ આઇકોનીક પ્લેસ ના સીએસઆર પાર્ટનર આઇડિયા સેલ્યુલર કંપનીના અધિકારીઓ તેમનું બિવિજીના ગુજરાત હેડ સંજય માને ઉપસ્થિત રહ્યા હતા.Img 20181003 Wa0001

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.