Abtak Media Google News

એ-ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઈન્ફ્રાસ્ટ્રકચર: અનેક વિભાગોના બિલ્ડીંગોમાં છત પરથી પાણી ટપકતું હોવાની ફરિયાદો: યુનિવર્સિટીના અનેક બિલ્ડીંગો જર્જરિત

એ-ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિની ફરિયાદો ઉઠયા બાદ હવે ઈન્ફ્રાસ્ટ્રકચરની પણ ફરિયાદો ઉઠી છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્ધવેન્સનલ બિલ્ડીંગમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન જ અચાનક છત પરથી પોપડા પડતા વિદ્યાર્થીઓમાં નાશભાગ મચી હતી. જો કે સદ્નશીબે કોઈ વિદ્યાર્થીને જાનહાની ન થતા દુર્ઘટના ટળી હતી.એ-ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણીક રિસર્ચ અને ઈન્ફ્રાસ્ટ્રકચરની નોંધ રાજયભરમાં થઈ રહી છે.

Img 20170704 Wa0003સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ફ્રાસ્કટ્રચરના મામલે અત્યાર સુધી કોઈ પણ સવાલ કે વિવાદનો વંટોળ ઉભો થયો ન હતો. પરંતુ ગત તા.૧ જુલાઈના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્ધવેન્સનલ બિલ્ડીંગમાં બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીની બીએ. બી.કોમ કોર્સની પરીક્ષા બપોરે ૩ વાગ્યા દરમિયાન લેવાઈ રહી હતી ત્યારે જ ચાલુ પરીક્ષાએ છત પરથી મોટા પોપડા એકાએક પડતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ બપોરે ૩ વાગ્યાના અરસામાં યુનિવર્સિટીના ક્ધવેન્સનલ બિલ્ડીંગના મોટા હોલમાં એક સાથે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ બીએ, બી.કોમ પરીક્ષા આપી રહ્યાં હતા. શાંતીપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાઈ રહી હતી પરંતુ અચાનક કલાસ‚મની છત પરથી એકાએક મોટા પોપડા ખરી પડતા વિદ્યાર્થીઓમાં એક તબક્કે નાસભાગ મચી હતી. સદ્નશીબે છત પરથી પોપડા ૨ બેંચની વચ્ચે પડતા કોઈ વ્યક્તિઓને જાનહાની થઈ ન હતી.

યુનિવર્સિટીના કરોડોના ખર્ચે બનેલા ક્ધવેન્સનલ બિલ્ડીંગના પોપડા એકાએક ખડી પડતા ભેળસેળ યુકત બાંધકામ થયું હોવાની અને ભ્રષ્ટાચાર આચરાયો હોવાની શંકા પ્રવર્તી રહી છે. ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દિન-પ્રતિદિન વિકાસ કરી રહી છે.

મોટાભાગના ભવનો લેબોરેટરી, પુસ્તકાલય અને અધ્યાપકોની ચેમ્બર સહિતના બાંધકામોની ગુણવતા સામે હજુ સુધી કોઈ સવાલો ઉભા થયા ન હતા પરંતુ તાજેતરમાં યુનિવર્સિટીના ક્ધવેન્સનલ બિલ્ડીંગમાં મોટી દુર્ઘટના બનતા સહેજમાં અટકી હતી.

આ સમગ્ર મામલે એક સાથે ૨૫૦ વિદ્યાર્થીઓ કલાસ‚મમાં પરીક્ષા આપીને નિકળ્યા બાદ યુનિવર્સિટીના ઈન્ફ્રાસ્ટ્રકચર સામે ફરિયાદ કરી હતી. તેમજ યુનિવર્સિટીના ઘણા ભવનોના બાંધકામો પણ જર્જરીત હોવાની અને ચોમાસા દરમિયાન કલાસ‚મમાં પાણી ટપકતા હોવાની ફરિયાદો કરી રહ્યાં છે ત્યારે યુનિવર્સિટી તંત્ર આ સામગ્ર મામલે કોઈ નક્કર કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.