Abtak Media Google News

દક્ષિણ પૂર્વે અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાની શકયતા હોવાથી દરિયામાં ડિપ્રેશન અને ત્યારબાદ સાયકલોન સ્ટ્રોમ બનાવવાની શકયતા રહેલ હોવાથી જાફરાબાના દરિયાકાંઠે ૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને દરીયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

આગામી ૨૪ કલાક દરમ્યાન પવનની ઝડપ વધી શકે છે. મત્સ્યોધોગ અધિક્ષકની વડી કચેરી ગાંધીનગરથી આપવામાં આવેલ સુચના અન્વયે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લો-પ્રેશર બનવાની શકયતા રહેલ છે. દરમિયાન ડિપ્રેશન તથા ત્યારબાદ સાયકલોન સ્ટ્રોમ બનવાની શકયતા રહેલ છે.

જેથી દેવભૂમિ દ્વારકાના તમામ મત્સ્યોધોગ કેન્દ્રો પરથી માછીમારી કરવા જતી તમામ માછીમારી બોટોને તાત્કાલિક અસરથી ટોકન આપવાનું ફીશરીઝ ગાર્ડઝને સુચના આપવામાં આવી છે. તેમજ હાલમાં દરિયામાં માછીમારી કરવા ગયેલ તમામ માછીમારી બોટોને તાત્કાલિક અસરથી પરત ફરી જવા સંદેશો પાઠવવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.