Abtak Media Google News

સંધી ભંગના બીજા જ દિવસે ક્રુડ બેરલના ભાવ ૭૭ ડોલરની સપાટી કુદાવી ગયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની પરમાણુ સંધી તોડવાની જાહેરાત કરતા વિશ્ર્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સંધી તુટવાથી ભારતમાં ઈંધણના ભાવ ઉપર અસર થાય તેવી શકયતા છે. આગામી વર્ષે લોકસભા ચુંટણી છે ત્યારે ઈંધણના ભાવ કાબુમાં રાખવા મોદી સરકાર ઉપર દબાણ રહેશે. એક તરફ અમેરિકા-ઈરાન વચ્ચે સંધી તુટી છે. બીજી તરફ હાલ ઈંધણના ભાવ ઉંચી સપાટીએ છે. પરિણામે આ સ્થિતિ મોદી સરકાર માટે ખુબ જ મુશ્કેલ સાબિત થઈ રહી છે.

રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતના બીજા દિવસે જ વૈશ્ર્વિક સ્તરે ક્રુડ બેરલના ભાવ ૭૭ ડોલરની સપાટીની કુદાવી ગયા હતા. વર્ષ ૨૦૧૪માં છેલ્લે આ પ્રકારના ભાવ જોવા મળ્યા હતા. ઈરાન ક્રુડનું ઉત્પાદન કરતા દેશોમાં ટોચના સ્થાને છે ત્યારે અમેરિકાની સંધી બાદ ભારત સહિતના દેશોએ ઈરાનથી મોટા પ્રમાણમાં ઈંધણ ખરીદવાનું શરૂ કયુર્ં હતું. જોકે હવે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં કડવાશ ઉભી થતા ભારતને પણ મુશ્કેલી પડી શકે છે.

હાલ ડોલર સામે રૂપિયાની સ્થિતિ નબળી છે. બીજી તરફ વૈશ્ર્વિક સ્તરે ક્રુડના ભાવ પણ હંફાવી રહ્યા છે ત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેની સંધી તુટતા ભારત માટે મુશ્કેલી સર્જાય તેમ છે. ભારત બહોળા પ્રમાણમાં ઈરાન પાસેથી ક્રુડ ખરીદે છે. આ ઉપરાંત ઈરાન હાલ અમેરિકાથી નારાજ છે. પરીણામે ગલ્ફ દેશોમાં પરિસ્થિતિ વણશે તેવી દહેશત છે જો યુદ્ધ ફાટી નિકળશે તો મુશ્કેલીઓ વધશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.