Abtak Media Google News

સુરેન્દ્રનગર ખાતે એનએસયુઆઈની બેઠક મળી: બહેતર ભારત પ્રોગ્રામના ફોર્મનું લોન્ચિંગ કરવા એનએસયુઆઈના યુવા કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું

સુરેન્દ્રનગર ખાતે સુરેન્દ્રનગર એનએસયુઆઈની બેઠક મળી હતી અને આગામી સમયમાં એનએસયુઆઈ દ્વારા સમગ્ર ભારત દેશમાં શરૂ થનાર બેહતર ભારત અભિયાનના આયોજન વિશે માહિતગાર કરવામાં આવેલ તથા ગુજરાત રાજયમાં પ્રથમ તબકકામાં ૧૦૦ કોલેજોમાં એક હજાર ડેલીગેટસ તૈયાર કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આગામી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષને મજબુત કરવા તેમજ દેશમાં ફેલાવવામાં આવેલ પ્રાંતવાદ, જાતિવાદ, જુઠ્ઠાણાઓ, ભ્રષ્ટાચાર વગેરે બાબતોને દુર કરીને શાંતિપ્રિય ભારત દેશ બનાવવા માટે બેહતર ભારત અભિયાન શરૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત આ પ્રોગ્રામમાં જોડાઈને વિદ્યાર્થીઓ સીધા જ કોંગ્રેસ પક્ષના આગેવાનો તથા વિવિધ બાબતોના નિષ્ણાંતોને સીધા જ પોતાના તથા અભ્યાસ પ્રવૃતિમાં નડતરરૂપ પ્રશ્ર્નોને ઉઠાવી શકશે અને પ્રશ્ર્નોના નિરાકરણ તેમજ આવનારી ચુંટણીમાં બેહતર ભારત કેવું હોવું જોઈએ તેની વાત રજુ કરી શકશે.

સુરેન્દ્રનગર એનએસયુઆઈની આ કારોબારી બેઠક ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના મહામંત્રી તથા રાષ્ટ્રીય કો.ઓર્ડીનેટર તથા સુરેન્દ્રનગર જીલ્લાના પ્રભારી પવન મજેઠીયાની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેહતર ભારત પ્રોગ્રામના ફોર્મનું લોન્ચિંગ કરવા માટે તથા એનએસયુઆઈના યુવા કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ, ચોટીલા ધારાસભ્ય ‚ત્વિકભાઈ મકવાણા, જીલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ધોરીયા, જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન રંગપરા, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝંખનાબેન ભગત, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ ચેતનભાઈ ખાચર, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ કાંતીભાઈ ટમાલીયા, જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ સુબોધભાઈ જોષી, જયદિપસિંહ પરમાર, રવિભાઈ મકવાણા, મયુરઘ્વજસિંહ જાડેજા, સાહીરભાઈ સોલંકી, દિવ્યરાજસિંહ ગોહિલ, મયુરસિંહ ચુડાસમા, ઈમ્તીયાઝ જામ વગેરે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.