Abtak Media Google News

પાણીના એક બેડા માટે મહિલાઓનો રજળપાટ

જસદણ શહેર અને તાલુકાના ગામડાઓમાં પાણી ભડકે બળી રહ્યું છે. ત્યારે નગરપાલીકા, ગ્રામ પંચાયત અને પાણી પૂરવઠા બોર્ડની બેદરકારીથી લોકોએ એક બેડા પાણી માટે વલખા મારી રહ્યા છે.

જસદણ અને વિંછીયાના ગામડાઓને તો ભર શીયાળામાં એક એક મહિને મહી નર્મદા યોજનાનું પાણી મળતું આજે તેથી ય વધુ સ્થિતિ બહેતર છે.જયાં જયાં વિરોધ થાય છે. તેને માંડ માંડ આઠ દસ દિવસે પાણી મળે છે.

જે ગામોમાં સરકારી તંત્રનો વિરોધ કરવામાં નથીઆવતો ત્યાં પાણીની કલ્પી ન શકાય તેવી બદતર હાલત છે. જસદણમાં પણ આઠ દિવસે હાલમાં પાણી મળે છે. ત્યારે જવાબદાર કોણ? બંને તાલુકામાં ઉનાળામાં પાણીની સ્થિતિ કટોકટી ભરી રહેશે તે અંગે તંત્રના અધિકારીઓ રહેશે જેતેવિસ્તારનાં પદાધિકારીઓને જાણ હતી.

પરંતુ આ લોકોએ પાણીનું નકકર આયોજન કર્યું જ નથી. એમાય ગ્રામ પંચાયત નગરપાલીકા અને પાણી પૂરવઠા બોર્ડ કચેરીના અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ અને તેમના કોન્ટ્રાકટરોની આંખ હેઠળ એટલા બધા ભૂતીયા નળ જોડાણો છે કે જેમાં રોજના લાખો લીટર પાણીની ચોરી થાય છે.

હાલમાં બંને તાલુકાના પાણીના સ્ત્રોત જળાશયો સુકાય જતા હવે પ્રજાને પાણી માટે વલખા મારવાનો સમય રહ્યો છે. ફકત મહી નર્મદા યોજનાનો આધાર છે. ત્યારે પાણી પૂરવઠા બોર્ડના તમામ અધિકારીઓ કર્મચારીઓની બદલી અને નવા કોન્ટ્રાકટરોની નિમણુંક કરવામાં આવે તો પાણીની સ્થિતિ સુધરી શકે !

દરમિયાન જસદણ માર્કેટ યાર્ડના પૂર્વ જાબાઝ ચેરમેન પોપટભાઈ રાજપરાએ એક યાદીમાં જણાવ્યું છે કેબંને તાલુકામાં અત્યારે પાણીની વિકટ પરિસ્થિતિ છે. ત્યારે સ્થાનિક પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ મોટા માથાઓના ગેરકાયદે કનેકશન કાપવામાં ડાંડાઈ કેમ કરે છે.

આટકોટ ભાવનગર રોડ પર મેઈનલાઈનમાંથી ઉદ્યોગો શાળાઓએ તો ગેરકાયદેસર કનેકશનો મોટી માત્રામાં લઈ લીધા છે. તેમના કનેકશનો કાપવામાં કેમ નથી આવતા તે તેમના મામા માસીના થાય છે. સામાન્ય લોકો સામે શેફ જમાવનારા પાણી પૂરવઠા બોર્ડના અધિકારીઓના કારણે બંધે તાલુકાની સામાન્ય પ્રજા પાણી વિના ટળવળે છે અને મોટા માથાઓનાં કનેકશનો કાપવામાં આવતા નથી ત્યાર આ કામોમાં સામેલ નહી થનારો પણ તાત્કાલીક ફરજ મૂકિત કરો એમ અંતમાં પોપટભાઈએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.