આગામી 100 વર્ષ કામ આવે એવું કામ કરી બતાવ્યું છે- વડાપ્રધાન

national
national

વડાપ્રધાને ધંધુકામાં જંગીસભા સંબોધી…

– 3 દિવસથી વાવાઝોડાની ખબર આવતી
– પૂજ્ય બાબા સાહેબની મહા પરિનિર્માણની તિથિ છે
– 6 ડિસેમ્બર બાબ સાહેબની વિદાય થઈ હતી
– સંસદ પરિસરમાં પૂજ્ય બાબા સાહેબને શ્રધ્ધાંજલિ આપવા ગુજરાત નીકળ્યો
– સૌ પહેલા ધંધુકામાં આપ સૌના આશીર્વાદ મેળવવાનો અવસર મળ્યો
– ઠંડીનો માહોલ હોય, પવન વાતો હોય છતાંય આટલી મેદની હોય
– આ ચૂંટણીમાં ભૂતકાળમાં જેટલો પ્રવાસ કરતો એટલો નથી કરી શકતો
– આપના દર્શન માટે જ્યાં પહોંચી શકા
– જ્યાં નથી પહોંચી શકતો તેમની પણ માફી માંગું છું
– આ તો આપણા નરેન્દ્ર ભાઈ કેમ ન આવે
– સમયની મર્યાદા નડે છે તેમ છતાંય અંગત તકલીફ માટે આશીર્વાદ માટે આવ્યા તેમ માટે આભાર માનું છું
– બાબા સાહેબ આંબેડકર આજે દેશમાં સરદાર સરોવર ડેમ, નર્મદાના પાણીની વાતો, ઘરમાં નળમાં આવતું પાણી
– દેશમાં બાબા સાહેબ આંબડેકર હતા જેમને પાણીનું સામર્થ્ય સિંચાઈનું
– કોઈએ કર્યું હોય તો બાબા સાહેબ કર્યું છે
– રિઝર્વ બેંકની આજે આપણે વાટાઘાટો કરીએ
– દુનિયાભરની બેંકોની તુલનામાં ચર્ચા થતી હોય
– ઓછા લોકોને ખબર હશે કે ભારતની પોતાની બેંકનો વિચાર બાબા સાહેબે આપ્યો હતો
– બાબા સાહેબ આંબડેકર ઘણીવાર આપણને લાગે કે કોંગ્રેસ અને પરિવારે સરદાર પટેલ સાથે અન્યાય કર્યો હતો
– એવું જ નહીં દેશના કોઈપણ ખૂણામાં કોઈ શક્તિશાળી નેતા દેખાયો નથીને તેને પાડી દીધો નથી
– સરદાર સાહેબનો એકલાનો ભોગ લેવાયો એવું નથી બાબા સાહેબ જેવા મહાન વ્યક્તિ
– ભારતમાતાના પુત્ર સાથે પણ એવો જ અન્યાય થયો છે
– ભારતના બંધારણ સભાની બેઠક ચાલતી હતી, કોંગ્રેસનું એકચક્રી શાસન ચાલતું હતું
– પંડિતની બોલબાલા હતી બાબા સાહેબ જેવા વિદ્ધાન વ્યક્તિને વડોદરાના ગાયકવાડ ઓળખી શક્યા હતા
– બંધારણ સભામાં જીતવા માટે છેક બંગાળ જવું પડ્યું
– પોતાના જ્ઞાન બુધ્ધિનો કાયદાની કલમો વાળું નહીં પરંતુ સામાજીક તાંણાવાણાને જોડનારું હતું, એ બાબા સાહેબની દેન હતી
– બાબા સાહેબ આંબડકરને ભારત રત્ન આપવાનું કોંગ્રેસને પાલવતું ન હતું
– બાબા સાહેબને ક્યારેય યાદ ન કરવામાં આવ્યા
– આદરપૂર્વક શ્રધ્ધાંજલિ આપું છું અને નમન કરું છું

ચૂંટણી પ્રચારની ધંધુકાને સાંકળીને શરૂઆત

– હવે કોઈ નહીં કહે કે દીકરીને બંદૂકે દેજો પણે ધંધુકે ન દેજો કેમ કે મા નર્મદાનું પાણી રાણપુરમાં અમે ચેકડેમમાં પાણી આવતા છાપામાં સમાચાર આવ્યા હતા કે કૂવા ઉભરાયા હતા
મક્કમ નિર્ણય હોય તો
– અમારું સતત કોશિષ છે કે જૂની સમસ્યાનું સમાધાન કરવું
– આખા ગુજરાતમાં અમે પાણી માટે સંકલ્પ કર્યો
– આગામી 100 વર્ષ કામ આવે એવું કામ કરી બતાવ્યું છે
– વિકાસના પાયામાં જે મૂળભૂત સમસ્યા હોય તેના સમાધાનને વરેલા લોકો છીએ
– ટેન્કરો મોકલ્યા હોત, હેન્ડપંપ બનાવ્યા હોત

– હાલના છોકરાઓને કહેવતનો અર્થ હવે નથી ખબર પડતી કેમ કે પાણી આવી ગયું છે

– ચાર ચાર બંગડીવાળી ગાડીઓ પણ સલામતી ન હોય તો રૂપિયા શું કામના ભાઈઓ
– ભાજપે ગુજરાતના લોકોને જે આપ્યું છે એ સલામતીની બક્ષીસ આપી છે
– અમે ગુજરાતમાં લડવા વાળી વાત સમાપ્ત કરવી એવું નક્કી કર્યું
– અમે કરીને રહ્યા, સલામતી આપી, કર્ફ્યુ ગયો

– મુખ્યમંત્રી બન્યો ત્યારે શરૂઆતના 4-5 વર્ષ લોકો કહે વીજળી લંગડી છે
– આજના પેઢીના ઘણા બધા લોકો બેઠા હશે જે આજે મારા લંગડો શબ્દ સાંભળ્યું હશે
– અમે માળા ઝંપવા બેઠા અને લંગડી વીજળી બંધ થઈ, એના માટે કાળી મજૂરી કરી છે
– ગુજરાતમાં ભાજપ બેઠી ત્યારે દોઢ-પોણા બે લાખ ટ્રાન્સફોર્મર હતા
– જે કામ સાઈઠ વર્ષમાં કામ થયું હતું એ કામ અમે 10 વર્ષમાં કરી બતાવ્યું
– 12 લાખથી વધુ ટ્રાન્સફોર્મર લગાવવાનું કામ અમે કર્યું

– સોગંદ લેવાના બાકી હતા, ત્યારે ફક્કડ ગીરધારી
– ગાંધીનગરના રૂમમાં પડ્યો રહેતો હતો, ખેડૂતો મળવા, ભાજપના કાર્યકરો આવતા
– એક કામ કરવા પ્રોમીશ કરવા કહેતા, આખું ગુજરાત મારી પાસે એક જ કામની માંગ કરતા વાળું કરીએ ત્યારે વીજળી આવે એવું કંઈક કરજો
– આજે ચોવીસ કલાક ઘરમાં વીજળી આવે છે કે નથી આવતી?
– ગુજરાતના ગામડા આજે કોમ્પ્યુટરની શિક્ષણ શક્ય બન્યું છે, ડોક્ટર ગામડામાં રોકાતો થયો છે

– નરેન્દ્ર મોદીનો જન્મ થયો પછી ધોલેરા આવ્યું હતું કે નહીં
– ઈતિહાસની આવડી મોટી અનામત આપણી પાસે હતી
– હું ભારત સરકારને કહેતો ધોલેરા દુનિયાનું સૌથી જૂની બંદર છે
– 64 દેશોના વાવટા લેહરાતા હતા
– હજારો લોકો રોજ આવે, ટુરિઝમ ડેવલપ થાય તેનું બીડું અમે માથે લીધું છે
– ધોલેરા પંથકમાં 200 વીધા જમીન હોય, દીકરી પરણાવવી હોય, શાહુકાર પાસે રૂપિયા જોઈએ છે જમીન લખવા કહેતા

Loading...