ઉર્જામંત્રીના હસ્તે કોટડાસાંગાણીના સતાપર ગામે નવનિર્મિત ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ

59
the-newly-constructed-4-kv-village-at-satpara-village-of-kottadasangani-by-the-energy-minister-sub-station-launch
the-newly-constructed-4-kv-village-at-satpara-village-of-kottadasangani-by-the-energy-minister-sub-station-launch

૬.૪૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ સબ સ્ટેશન થકી આસપાસના ૮ ગામેાને ગુણવત્તાસભર વીજળીનો થનારો લાભ

દેશના સર્વાંગી વિકાસ માટે પુરતા પ્રમાણમાં ગુણવત્તાસભર વિજળીની ઉપલબ્ધી એક મહત્વપૂર્ણ બાબત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. જેમાં વીજક્ષેત્રે આત્મનિર્ભરતાનો ફાળો મહત્વનો છે. ખેતી, ઉદ્યોગ, શિક્ષણ આરોગ્ય સહિતના તમામ ક્ષેત્રના વિકાસ માટે વિજળી આવશ્યક છે.

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના તાલુકા ખાતે આવેલ સતાપર ગામે રૂ.૬.૪૧ કરોડના ખર્ચે નવનિર્મિત ૬૬ કે.વી. સબસ્ટેશનનું રાજયના ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ સબસ્ટેશન દ્વારા આસપાસના ૮ ગામો લાભાન્વિત થશે. આ તકે તેઓએ પાણીની અછતને નિવારવા, પાણીના બચાવવા અને પાણીનો સંતુલીત ઉપયેાગ કરવા પરભાર મુકતા તેઓએ ખેતીમાં ટપક સિંચાઇને અપનાવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.  આ પ્રસંગે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ રાજય સરકારની વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે વિજયભાઇ રૂપાણીની સરકાર દ્વારા છેવાડાના માનવીને માળખાગત તમામ પ્રાથમિક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. સતાપર ગામે ૬૬ કે.વી. સબસ્ટેશન કાર્યરત થતાં ગ્રામ્યકક્ષાએ ખેડૂતોને પીયત માટે જરૂરી વિજળીની સમસ્યાનો ઉકેલ આવશે. તદઉપરાંત આ વિસ્તારમાં વધતાં ઉદ્યોગોનો વિકાસ શકય બનશે તથા રોજગારી વધશે. આ તકે તેઓએ રાજય સરકાર અને ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ પ્રત્યે  ગ્રામલોકોએ આભારની લાગણી વ્યકત કરી હતી.

તાલુકા ભાજપ પ્રમુખ અરવીંદભાઇ સિંધવે પ્રાસંગિક ઉદબોધનમાં રાજય સરકારની પ્રજાકલ્યાણલક્ષી અને રાજયના સર્વાંગી વિકાસ માટેના કાર્યોને બિરદાવતાં સતાપર ગામે ૬૬ કે.વી. સબસ્ટેશન માટે આભારની લાગણી વ્યકત કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે જેટકોના ચીફ એન્જીનીયર એસ.એચ. ઉપાધ્યાયે સર્વે મહાનુભાવોનું  શાબ્દીક સ્વાગત કર્યુ હતું. જયારે કાર્યક્રમના અંતે આભારવિધી અધિક્ષક ઇજનેર એન.એન.ભટ્ટે કરી હતી. આ પ્રસંગે સતાપર શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યકમ રજૂ કરાયો હતો.

Loading...