Abtak Media Google News

રાજકોટમાં આવેલી સૌથી જૂની મહાજન પાંજરાપોળ અસંખ્ય અબોલ જીવોની સેવા કરી રહ્યું છે. ત્યારે કિશોરભાઈ કોરડીયા દ્વારા એકત્રીત કરવામા આવેલી રકમથી પાંજરાપોળ ખાતે અબોલજીવો માટે શેડ બનાવવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબનાં હસ્તે કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે નમ્રમૂની મહારાજ સાહેબએ પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતુ કે, 78 2જે વ્યકિતએ અબોલ જીવોની સેવા માટે જીવન સમર્પિત કર્યું હોઈ છે તેને વચન સિધ્ધિના યોગ પ્રાપ્ત થાય છે. જે વ્યકિત સ્વાર્થી પ્રકૃતીથી પીડાતા હોઈ તેનેહંમેશા પોતાનો અને પોતાના અને પોતાના કુટુંબીજનોના વિચાર આવતો હોય છે ત્યાર પરમાર્થી વ્યકિતને અબોલ જીવો કે અન્ય જીવોનો વિચાર આવે છે. ત્યારે આ પ્રકારનાં અનુકંપાનો ભાવ થયો તે તિર્થકર બનવાની નિશાની છે. કિશોરભાઈ કોરડીયાએ પોતાનું જીવતું જગતીયું કરીને જે રકમ એકત્રીત કરી તેને અનુલક્ષી અબોલ જીવો માટે શેડનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.