Abtak Media Google News

આઈસીસીએ ક્રિકેટની રમતમાં અનેક નવા નિયમો મંજૂર કર્યા છે. આઈસીસીના નવા નિયમો 28 સપ્ટેમ્બરથી લાગુ થશે આ નિયમો પછી ક્રિકેટની રમતમાં ઘણા ફેરફારો પણ જોવા મળશે. 28 સપ્ટેમ્બર અથવા પછીથી જે સીરીઝ રમાશે તે નવા નિયમ ના આધાર પર રમાશે.

નવો નિયમના આદેશ પ્રમાણે હવે બૅટની સાઈઝ જે નક્કી કરેલી છે તેના થી વધારી નહી શકાય અને ખરાબ વર્તન કરવામાં આવશે તો ખેલાડીને સંપૂર્ણ મેચ માંથી સસ્પેન્ડ  કરી દેવામાં આવશે.

તો ચાલો જાણીએ કે કયા નિયમો બદલવામાં આવ્યા છે અને કયા નિયમો નવા આવ્યા છે.

1 – બૅટનું માપ:

નવા નિયમોના આધારે હવે બૅટની કિનારીની પહોળાઈ 40 મીમીથી વધારે નહી રાખી શકાય. અને તેની ઉંડાઈ 67 મીમી હોવી જોઈએ. અમ્પાયરોને બૅટ માપવા માટે સાધન આપવામાં આવશે, જેથી તે બૅટનું માપ માપી શકે.

2 – પ્લેયર્સ આખા મેચમાંથી સસ્પેન્ડ:

મેદાન પર વધુ બોલાચાલી થતી રોકવા પણ નિયમ બનાવ્યો છે. હવે જો ખેલાડી મેદાન પર ખરાબ વર્તનથી દોષિત ઠરે છે તો તેને સંપૂર્ણ મેચમાંથી જ સસ્પેન્ડ કેઈ દેવામાં આવશે. લેવલ -4 ની અંદર આવનારા ગુનાઓમાં સામેલ થનારા ખેલાડીઓ સંપૂર્ણ મેચમાંથી બહાર થાય જશે. લેવલ -4 માં અમ્પાયરો સાથે સાથે મારપીટ, પ્લેયર્સ સાથે જગડો, ધમકી આપવા જેવા ગુનાનો સમાવેશ થાય છે.

3 – ટી 20 માં પણ દેખાશે ડીઆરએસ:

હવે નવા નિયમો આવવાથી ટી 20 માં પણ ડીઆરએસ લઇ શકાશે. પહેલાં ટી 20 માં ડીઆરએસ લેવાનો નિયમ ન હતો પરંતુ હવે કપ્તાન રમતના આ ફોર્મેટમાં પણ DRS  નો ઉપયોગ કરી શકશે. જયારે ટેસ્ટ ક્રિકેટની એક પારીમાં ફક્ત 2 જ ડીઆરએસ મળશે અને 80 ઓવર પછી રિન્યૂ થશે નહીં.

4 – રન આઉટ, સ્ટમ્પિંગનો નિયમ પણ બદલાયો:

પહેલી વાર જોવા મળ્યું હતું કે ખેલાડી રન લેવા દરમ્યાન જ્યારે ક્રીજ પર પહોંચે છે, પરંતુ તેમનું બેટ હવામાં હોય તો ખેલાડીને આઉટ આપવામાં આવતો હતો. પરંતુ હવે જ્યારે રન લેવા દરમિયાન ખેલાડીનું બેટ ક્રીજ અંદર હોય પણ હવામાં હોય તો તેને નોટ આઉટ આપવામાં આવશે. તે નિયમો સ્ટમ્પિંગમાં પણ લાગુ પડશે

તો આ હતા ક્રિકેટ ના નવા નિયમ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.