Abtak Media Google News

ત્રણ વર્ષમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને ઓરિસ્સાના ૫૮ જીલ્લાઓમાં માઓવાદીઓના હુમલાઓમાં ૯૦%નો ઘટાડો નોંધાયો

માઓવાદીઓના સફાયા માટેની નવી નીતિ કારગર નિવડી છે. આજના આધુનિક યુગમાં અવનવી લેટેસ્ટ ટેકનોલોજીકલ પઘ્ધતિઓ માઓવાદી સામે રક્ષણ મેળવવાના ખુબ જ ઉપયોગી નિવડી છે. જેમાં ડ્રોનનો ઉપયોગ દિવસ-રાત સેના દ્વારા થતા ઓપરેશનનો સમાવેશ છે. જંગલમાં માઓવાદીઓની ઘુષણખોરીને અટકાવવા ડ્રોન એક ટેકનીકલ શસ્ત્ર તરીકે મદદરૂપ થઈ રહ્યું છે.

સીઆરપીએફના જણાવ્યા અનુસાર, માઓવાદીઓની હિંસામાં ઉતરોતર ઘટાડો થયો છે અને વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીના આંકડા જોઈએ તો ૫૮ જીલ્લાઓમાં માઓવાદીઓના હુમલામાં ઘટાડો નોંધાયો છે. બિહાર, છતીસગઢ, ઝારખંડ અને ઓરિસ્સા એમ ચાર રાજયોમાં માઓવાદીઓના હુમલાઓમાં ૯૦% ટકાનો ઘટાડો થયો છે. જયારે અન્ય નવ રાજયોના ૭૫ જીલ્લાઓમાં નકસલવાદના હિંસક હુમલાઓ પણ ઘટયા છે. વર્ષ ૨૦૧૬માં અહીં ૬૭ હુમલાઓ થયા હતા. જયારે વર્ષ ૨૦૧૭માં ૫૮ હુમલાઓ નોંધાયા છે. માઓવાદીઓની હિંસામાં ઘટાડાનું મુખ્યકારણ સલામતી અને સુરક્ષાના પરિબળોમાં થયેલો વધારો છે. જેમાં ડ્રોન સહિતના સાધનોનો મહત્વનો ફાળો રહ્યો છે.

એક અધિકારીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું છે કે, માઓવાદીના સફાયા માટે સીઆરપીએફ, આઈએએફ, બીએસએફ, આઈટીબીપી અને રાજયના ફોર્સીસ દ્વારા સંયુકત ઓપરેશન હાથ ધરાયું છે. આ ઓપરેશનની સાથે છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસસ્ટેશનો, મોબાઈલ ફોન ટાયર, રોડ-રસ્તા સહિતના વિકાસના કામો થતા માઓવાદીઓ સામે લડાઈ વધુ મજબુત બની છે. અંતરિયાળ વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી થતા નકસલવાદ, માઓવાદીઓના હુમલામાં ઘટાડો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.