Abtak Media Google News

ત્રિદિવસીય આયોજનમાં રાજકોટમાં બનનારી એઇમ્સ, ગાંધી મ્યુઝિયમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રોજેક્ટસ આકર્ષણ જમાવશે

TDES ‘ન્યુ ઇન્ડીયા એકસ્પો-૨૦૧૯’રાજકોટમાં આવેલ ધ દિવ્યતેજ એજયુકેશન સિસ્ટમ એટલે કે TDES દ્વારા ‘ન્યુ ઇન્ડીયા એકસ્પો-૨૦૧૯’ નું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ અને દુનિયાની આજ અને આવતીકાલની એક કલાત્મક નયનરમ્ય ઝલકનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિઘાર્થીઓએ અલગ-અલગ જગ્યાઓ અને ઐતિહાસિક સ્થળોના ધર્મોકોલથી ફલોટસ બનાવ્યા હતા.Vlcsnap 2019 03 28 09H02M20S83

આ ફલોટસમા રાજકોટની આવનારી AIMS(એઇમ્સ) હોસ્પિટલ, ગાંધી મ્યુઝિયમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન આર્મી, ચાબહાર પોર્ટ, આંદમાનમાં આવેલી સેલ્યુલર જેલ, ગાંધીજીએ કરેલી દાંડી યાત્રા, સોલાર પેનલ યોજના, તેમજ અનેક વિધ જગ્યાઓના ફલોટસ બનાવી પ્રદર્શન કર્યુ હતું. આ  ‘ન્યુ ઇન્ડીયા એકસ્પો-૨૦૧૯’ માં એલ.કે.જી. થી લઇને ધોરણ-૧ર સુધીના વિઘાર્થીઓ ઉપરાંત શિક્ષકોએ પણ મહેનત કરી ફલોટસ બનાવ્યા હતા. આ પ્રદર્શન નિહાળવા માટે અનેક સ્કુલના સંચાલકો સહિત વિઘાર્થીઓ અને લોકો આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધી દિવ્યતેજ એજયુકેશન સિસ્ટમના મેનેજીંગ ડિરેટકર તેજસ જસાપરા એ જહેમત ઉઠાવી હતી. ૨૦૦૦ થી વધુ વિઘાર્થીઓની મહેનત રંગ લાવી: તેજસ જસાપરા

ભારતનો અત્યારે આ યુવાન કાળ ચાલી રહ્યો છે. સમગ્ર વિશ્ર્વમાં જો સૌથી વધારે યુવાન દેશ હોય તો એ ભારત દેશ છે. તો આપણા દરેક યુવાનોની વિચાર દ્રષ્ટિ એક જ જગ્યાએ કેન્દ્રીત કરીને પુરેપુરી તાકાત લગાવવામાં આવે તો વૈશ્વિકફલક પર ભારતને મહાસત્તા બનાવવામાં કોઇ રોકી શકે એમ નથી એટલા માટેનું આ એક વિશિષ્ટ પ્રકારનું આયોજન છે.Vlcsnap 2019 03 28 08H59M46S78

આ ન્યુ ઇન્ડિયા એકસ્પો-૨૦૧૯ ની વિચારધારા એવી જ છે કે ભારત દેશને આવનારા ૨૦૪૦ ના વર્ષમાં એક મહાસત્તા બને એ માટેનું એક વિચાર મળે આ વિશિષ્ટ આયોજનના ભાગરુપે શાળાની અંદર અલગ અલગ પ્રકારના રર જેટલા પ્રોજેકટો રાખયા છે. જેમાં  ISRO(ઇસરો) ની શું તાકાત છે. જે દુનિયાના આઠ જ દેશોને પોતાનું નેવિગેશન છે તો એમાંનું આજે આપણું ભારત દેશ બની ગયું છે.

દુનિયાના આઠ દેશો પાસે પરમાણુની જે તાકાત છે. તો ભારત પાસે પણ આજે પરમાણુની તાકાત છે. દુનિયામાં સ્માર્ટ સીટીઓની જેમ રેન્જ હોય છે એમાં ભારત ખુબ સારી સફળતા સાથે ગ્રોથ કરી રહ્યું છે. ભારતમાં પણ સ્માર્ટ સીટીઓની સંખ્યા વધી રહી છે. એના પર વિશિષ્ટ પ્રકારના નમુનાઓ અહી જોવા મળશે. એ રીતે એક થીમ પ્રમાણે આખુ આયોજન કરેલું છે. જેમાં બાળકોને અને આજના યુવાધનને ભારત દેશનું આગળ સ્ટેડમાં શું તાકાત છે એ અહી ચરિત્ર થઇ શકશે.

આ તૈયારીઓ TDESમાં અભ્યાસ કરતા નર્સરી થી લઇને ૧ર ધોરણ સુધીના અલગ અલગ વિઘાર્થીઓ તેમના પોતાના લેવલ પ્રમાણે દરેક પ્રકારે સહયોગ કર્યો છે. શિક્ષકોએ પણ સહયોગ આપ્યો છે. આજે ર૦૦૦ થી પણ વધારે વિઘાર્થીઓ અને ૧૦૦ થી વધારે શિક્ષકોએ સાથે મળીને અલગ અલગ મટીરીયલનો અલગ અલગ રીતે ઉપયોગ કરીને આબેહુબ જે તે પ્રોજેકટ હોય એવો જ પ્રોજેકટ લાગે એવા સંપૂર્ણપણે બનાવવાના પ્રયત્નો કર્યો છે.

જેમ કે નેશનલ વોર મેમોરેબલ થોડાક સમય પહેલા જ લોન્ચ થયું છે તો તેમને અહીં નેશનલ વોર મેમોરેબલની આછેરી ઝલક પડશે. અહીં તમે આવ્યા છે. ભારતીય લશ્કરની શું તાકાત છે રાફેલ કઇ રીતના છે. તે કેવું અને કઇ રીતના કેઇમ્પેઇન થયું છે. એ બધાની વિસ્તૃત માહીતીના મોડેલ સ્વરુપે અમે તમને સમજાવાનો સંપૂર્ણ પણે પ્રયત્ન કર્યો છે. આજે આ એકસ્પોનો અંતિમ દિવસ છે. પરંતુ આ છેલ્લા બે દિવસમાં ૨૫૦૦૦ થી પણ વધારે લોકો અહીં મુલાકાત લઇ ચુકી છે. અને હજુ લોકો મુલાકાતે આવી રહ્યા છે.Vlcsnap 2019 03 28 09H00M33S26

માઘ્યમો સાથે સંપર્કમાં રહી મીડીયા અને ઇન્ટરનેશનલ મીડીયા જાણવાનો ઇચ્છા રહેલી છે. જેમ કે ચા બહાર પોર્ટ છે. આપણી ભારત સરકારે એવા પ્રયાસ કર્યા છે કે ૨૦૧૬માં એનું બરોબરનું લોન્ચીંગ કર્યુ અને એની એટલી અસર પડશે કે પાકિસ્તાનનો ઉપયોગ કર્યા વગર ઉપરના દેશો કે ચફધાનિસ્તાન, કજાકિસ્તાન સાથે આપણું ટ્રેડીગ સ્ટ્રોગ બનશે. ઇરાન સાથે ના પણ આપણા સારા સબંધો છે.

તેની સાથે પણ વ્યાપારનું સ્ટ્રેડીંગ મસ્ત બનશે એનું એક જબરદસ્ત આયોજન હતું તો આ બધી માહીતી સામાન્ય પ્રજા સુધી પહોચતી નથી અથવા તો જ્ઞાનના  પિયાસુ લોકો કે જ્ઞાન મેળવતા હોય એ લોકોને ખ્યાલ હોય છે પરંતુ સામાન્ય જન સુધી આવી સતીક યોજનાઓ પહોચતી થાય તો અમે  શૈક્ષણિક જગતના માણસોની ફરજ આવે કે ભારત દેશની આવી નવી નવી તાકાતો આવી રહી છે તો તેની રજુઆત કરીએ તો આવા અલગ અલગ વિગતો તે બધા એક સ્થળે ઉભા કર્યા અને આવનારી ભારતની જે વિશેષ તાકાત ઉભી થવાની છે તેનો આ એક નમ્ર પ્રયાસ છે.Vlcsnap 2019 03 28 09H00M46S171

સામાન્ય રીતે આવનારા તમામ લોકોને ખાલી જ્ઞાન જ જોતું નથી હોતું તો એક આટલુ સરસ જ્ઞાન મળી શકે એવું માઘ્યમ છે પણ પબ્લીક આવે અને સમજે તો એ લોકોને ખ્યાલ આવશે કે ભારત કંઇ દિશામાં આગળ વધી રહ્યું છે. અને આવનારા દિવસોમાં ભારતની શું તાકાત છે અને મારી તો ગેરંટી છે કે મારી ત્યાંથી નિકળેલું વિઘાર્થી ધનને આવનાર પાંચ વર્ષ પછી એવો વિચાર ન આવવો જોઇએ કે હુ યુ.એસ.એ. કે જાપાન જઇને સેટલ થઇ જાવ. એને ઇન્ડિયાનું જ એવું પ્લેટફોર્મ મળી જાય કે એ યુ.એસ.એ. જાપાન કે બીજા દેશોમાં જવાની જરુર ન પડે જે ફુલ ડેવલોપમેન્ટ ક્ધટ્રી છે. જે દિશામાં ડેવલોપમેન્ટ થઇ ગયા છે તો ભારતનું આ મોટું પ્લેટ ફોર્મ છે તો સારું સારૂ વિઘાર્થી ધન છે. જે જ્ઞાનના મહાસ્થીઓ છે જે અન્ય દેશોમાં ન જાય. મોટા ભાગે જ્ઞાનના મહારથીઓ અન્ય દેશોમાં જતા રહેતા હતા.

જેમ કે  GOOGLEના C.E.C.સુંદર પિચાઇ એ ભારતીય છે પરંતુ એ અતયારે બીજા દેશમાં સી.ઇ.ઓ. છે આ જ જ્ઞાનની તાકાત છે એ આપણા ભારતને મળવી જોઇએ. મારું એટલું જ કહેવું છે કે આ આપણું જ્ઞાન છે જે બીજા દેશોમાં જાય છે. તેના કરતા તે જ્ઞાનનો ભારતમાં બરોબર ઉપયોગ થવો જોઇએ દેશ માટે ઉપયોગમાં લેવાવો જોઇએ ભારત પહેલેથી જ સક્ષમ અને તાકાતવાન છે તો આ યુવાધન ભારત સુધી પ્રસ્થાપિત થાય છે ભારતને જ એવું ઉભુ કરી દઇએ કે આપણે બીજા અન્ય દેશોમાં જવાની જરુર ન પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.