Abtak Media Google News

Mr.ABCગયા અને Mr.DEF આવ્યા, હવે એ પણ ગયા અને એમની જગ્યાએ Mr.XYZઆવ્યા..! આરબીઆઈનાં ટોચના સ્થાન માટેની આ આયારામ. ગયારામની ગેમ દેશવાસીઓ છેલ્લા ત્રણ વર્ષથી જોઈ રહ્યાં છે. ગત ૧૯મી નવેમ્બરે ભુતપૂર્વ આરબીઆઈ ગવર્નર ઉર્જીત પટેલ અને આરબીઆઈનાં ૧૮ બોર્ડ મેમ્બરો વચ્ચે બેઠક યોજાઈ હતી તે સમયે પણ રિઝર્વ બેંક પાસે રહેલી આશરે ૯.૫૦ લાખ કરોડની જમા પૂંજીને સરકારને સોંપી તેની મદદી દેશમાં લિક્વીડીટી લાવવાનો મુદ્દો ચર્ચાયો હતો. અંતે જેટલી સાહેબે પણ કબુલ્યું કે ઉર્જીત પટેલ અને સરકાર વચ્ચે વૈચારિક મતભેદ હતા. આવા જ મતભેદ સરકારને રઘુરામ રાજન સો હતા. મામલો ચાહે કહેવાતી સ્વતંત્ર સંસમાં સરકારની દખલગીરી હોય કે બેંકોના નાણા ડુબાડીને વિદેશ ભાગી જતા ધનકુબેરોનો હોય,  કેસ ને કઇ રીતે પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવે છે તેના ઉપર ઘણું બધું નિર્ભર છે. આમ તો આ બન્ને મુદ્દાઓના તાર એકબીજા સો જોડાયેલા જ છે.

કહેવાય છેને કે માણસ ખરાબ ની હોતો તેના સંજોગો તેને ખરાબ કરવા પ્રેરે છે. આ સંજોગોને કેવી રીતે કંટ્રોલમાં રાખવા તે કુનેહ જ ભવિષ્ય નક્કી કરે છે, પછી તે માણસનું હોય કે દેશનું હોય..! આજકાલ PCAશબ્દ વધારે ચર્ચામાં છે. PCAએટલે PROMPT CORRECTIVE ACTIONS.આ PCAનાં ધારાધોરણોમાં ફેરફાર કરવાના મામલે પણ મતભેદ છે. યાદ રહે કે દેશની ચિંરેહાલ યેલી ૧૨ સરકારી બેંકો કે જેના નાણા મોટા ઉદ્યોગપતિઓન બિઝનેસ વેન્ચર માટે લોન પરઅપાયા છે અને આ ઉદ્યોગપતિઓએ ધંધામાં નુકસાની કરીને નાણા ચુકવવાને બદલે વિદેશની વાટ પકડી છે, તેમને પાછા લાવવાી નાણા પાછા આવશે કે લોનનાં સેટલમેન્ટ થયા બાદ જ આ ઉદ્યોગપતિઓ પાછા આવશે તે સૌપ્રમ જાણી લેવાની જરૂર છે.

કળિયુગમાં વેપારીઓ એવા છે કે વ્યાજ ભુલો તો મુદલ આપીએ. પછી તે માલ્યા હોય કે મોદી.. ! શું આવા સેટલમેન્ટ માટે PCAના િનયમોમાં બદલાવ કરવાનાં પેંતરા ચાલી રહ્યા છે? અને જો વ્યાજ માફ કરવામાં આવે તો તે વ્યાજ કોનું હતું? અત્રે ઉલ્લેખનીય છે કે બેંકીંગ બિઝનેસ જ એવો છે જેમાં નીચા વ્યાજે ડિપોઝીટર પાસે થીપણ લો, ઉંચા વ્યાજે હોમલોન, કારલોન, બિઝનેસ લોન, કે ફેસ્ટીવલ લોન આપો અને વચ્ચેનાં ગાળામાી બેંકના ખર્ચને બાદ કરીને નફો રળો. હવે જો વેપારીની લોનનું વ્યાજ માફ યા તો નુકસાન ડિપોઝીટરોનું  જ છે ને! ર્આત આમ  જનતાનું.

ખુરશી છોડનારા રિઝર્વ બેંકના ગવર્નર પટેલ અને નવા ખુરશી સંભાળનારા ગવર્નર દાસ બન્નેને આજ પડકારોનો સામનો કરવાનો છે. અલતત્ત શશીકાંત દાસે પણ આરબીઆઈ બોર્ડના સભ્યો સાથે મિટીંગ કરી છે. હજુ કોઈ નકકર ફોર્મ્યુલા તૈયાર થઈ નથી અથવા તો તૈયાર ફોર્મ્યુલા જાહેર કરાઈ નથી. ૧૯મી નવેમ્બરે મળેલી બોર્ડની મિટીંગ ૧૧ કલાક ચાલવા છતાં કોઈ નકકર પરિણામ આવ્યું નહોતું જયારે નવા ગવર્નરની મિટીંગ ટૂંકી હોવા છતાંય પરિણામ જાહેર થયું નથી. કારણ કે નિર્ણય તેમને કરવાનો નથી તેમને સો સરકાર નકકી કરેલી ફોર્મ્યુલાનો માત્ર અમલ કરવાનો છે.

દેશની ઈકોનોમીને અસર કરતા આ એવા સંજોગો છે જેને સૌ પોતાની રીતે મુલવવા હકદાર છે, કોઈ આને કઠપુતળીના ખેલ કહી શકે, કોઈ દેશના હિત ખાતર પ્રેકટીકલ ઉકેલ કહે તો કોઈ સરકાર સર્વોપરી કે રિઝર્વ બેંક એની જાહેર ચર્ચા કરે. પણ આ હકિકત છે જેને સૌએ સ્વીકારવાની છે. જયાં સુધી મ્યુઝીક વાગે ત્યાં સુધી ખુરશી આસપાસ ફરવાનું છે. મોકો શોધીને બેની જવાનું છે. જો મ્યુઝીક વગાડનારનો મુડ બદલાયો તો તમે ઉભા હશો ત્યારે જ મ્યુઝીક બંધ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.