Abtak Media Google News

નવા ફીચરનો લાભ લેવા માટે યુઝર્સે પહેલાં તેમનું ઈન્સ્ટા એકાઉન્ટ અપડેટ કરવું પડશે

Instagram તેના યુઝર્સ માટે નવું ફિચર લઈને આવ્યું છે. ઈન્સ્ટાગ્રામ આ નવા ફીચર દ્વારા યુઝર્સ WhatsAppની જેમ જ ઈન્સ્ટાગ્રામ પરથી વોઈસ મેસેજ રેકોર્ડ કરીને તેમના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને મોકલી શકશે. ઈન્સ્ટાનું આ નવું ફિચર એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિચરનો લાભ લેવા માટે યુઝર્સે પહેલાં તેમના ઈન્સ્ટા એકાઉન્ટને અપલોડ કરવું પડશે. 

ઈન્સ્ટાગ્રામે એક ઓફિશિયલ ટ્વિટ જાહેર કરીને કન્ફર્મ કર્યું કે, આ એપ દ્વારા યુઝર્સ ડાઈરેક્ટ વોઈસ મેસેજ મોકલી શકશે. તે માટે યુઝર્સ હવે જ્યારે પણ તેના ચેટ ઓપ્શનમાં જશે ત્યાં તેને એક માઈક દેખાશે, યુઝર્સ આ આઈકનને લોંગ પ્રેસ કરીને તેમનો વોઈસ મેસેજ રેકોર્ડ કરી શકશે. જો યુઝર્સને એવું લાગે કે મેસેજ રેકોર્ડ કરવામાં કોઈ પ્રોબ્લેમ થયો છે તો તે લેફ્ટ સ્વાઈપ કરીને મેસેજને કેન્સલ પણ કરી શકે છે.

ઈન્સ્ટાગ્રામના આ નવા વોઈસ મેસેજની એક ખાસ વાત એ છે કે, યુઝર્સ તેમના દ્વારા મોકલવામાં આવેલા કોઈ મેસેજને અનસેન્ડપણ કરી શકે છે. તે માટે યુઝર્સને તેમના દ્વારા મોકલવામાં આવેલા મેસેજ પર લોંગપ્રેસ કરવાથી તેના પર અનસેન્ડનું ઓપશન આવશે.

નોંધનીય છે કે, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ફેસબુકની માલિકીવાળી કંપની છે અને જ્યારે વોઈસ મેસેજની વાત છે ત્યારે સમગ્ર દુનિયામાં ભારતમાં આ ફિચરનો સૌથી વધારેઉપયોગ થાય છે. ફેસબુકે તેની રેવન્યુ વધારવા માટે વોટ્સએપની જેમ જ ઈન્સ્ટાગ્રામ પરઆ ફિચર લોન્ચ કર્યું છે. જેથી તેના યુઝર્સ બેઝને વધારી શકાય અને લોકો વોઈસમેસેજિંગ માટે ઈન્સ્ટાગ્રામનો પણ ઉપયોગ કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.