Abtak Media Google News

જૂની શિક્ષણ નીતિમાં જ્ઞાન પર અને નવી શિક્ષણ નીતિમાં કુશળતા પર ભાર મુકાયો

લર્નિંગ અને ટીચીંગ વચ્ચેનું અંતર આ શિક્ષણ નીતિમાં દેખાયું પહેલા બાળકો ચોપડીમાંથી જ્ઞાન લેતા હવે લર્નિંગ કરે છે

પ્ર.રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં શું સૌથી મોટા ફેરફાર કરવામાં આવ્યા છે ?

જ. રાષ્ટ્રીય શિક્ષા નીતિ ૧૯૮૬માં રાજીવ ગાંધીની સરકાર વખતે ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૩૪ વર્ષ પછી મોદી સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો ૨૦૧૬ થી જ આનુ પ્લાનીંગ ચાલતું હતું. લર્નીંગ અને ટીચીંગ વચ્ચે જે અંતર હતું તે આ શિક્ષણ નીતિમાં દેખાય રહ્યો છે. પહેલા બાળકો ચોપડીમાંથી જ્ઞાન લેતા હતા અને હવે લર્નીંગ કરે છે. શિક્ષણ નીતિનો પાયાનો તફાવત કહીએ તો તેમાં જાતે અભ્યાસ કરવો જાતે વિકાસ કરવો તેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને પ્રોબ્લેમ સોલ્વીંગ, એમ પાવરીંગ વિદ્યાર્થી પર પણ ભાર મુકવામાં આવ્યો છે. નવી શિક્ષા નીતિ ક્રાંતિકારી શિક્ષા નીતિ છે. જેનાથી દેશમાં આર્થિક, સામાજીક અને સાંસ્કૃતિક ક્ષેત્રે મોટા ક્રાંતિકારી ફેરફારો લાવશે.

પ્ર. ૧૯૮૬ની શિક્ષા નીતિ બહાર પાડવામાં આવી હતી. તેના લીધે શિક્ષકો અને વિદ્યાર્થીઓનું શું સમસ્યા આવતી હતી અને તેનું નિવારણ કઈ હદે થયું છે ?

જ. તે સમયમાં ટેકનોલોજીનો આવીરભાવ થયેલો તેની રાજીવ ગાંધીની સરકારે ટેકનોલોજી ઉપર વધારે ભાર આપે તો તે સમય ભારત દેશમાં ૧૩૦ કરોડની વસ્તી હતી અને અત્યારે ૧૩૫ કરોડની વસ્તી છે. આખા યુરોપીયન દેશમાં ૨૪ ભાષા છે અને ભારતમાં ૨૨ ભાષાઓ છે. ત્યારે સમસ્યાઓને ધ્યાનમાં રાખી જે તે સમયે એજ્યુકેશન પોલીસી કરવામાં આવી હતી અને ભણતર ઉપર વધારે ભાર આપવામાં આવેલ હતો ત્યારે નવી નીતિએ શિક્ષા ઉપર વધુ ભાર મુક્યો જે તે સમયે વિદ્યાર્થીને એમ્પાવર કરવાનું કાર્ય હતું તેના પર ધ્યાન ન હોતું આપેલું ત્યારે અર સરકારે તેના પર ધ્યાન આપવાનું નક્કી કરેલું. ૧૯૮૬ની જે શિક્ષણ નીતિ હતી તે એટલી ફેકસીબલ ન હતી જ્યારે અત્યારે ફેકસીબલ છે. તે સમયે નોલેજ સેન્ચુરી હતી. જ્ઞાન પર આધારીત હતી ત્યારે અત્યારે ૨૧મી સદી કુશળતાની છે એટલે જૂની શિક્ષણ નીતિમાં જ્ઞાન પર અને નવી શિક્ષણ નીતિમાં કુશળતા પર વધુ ભાર આપવામાં આવ્યો. આ અંતર છે બન્ને નીતિ વચ્ચે ગાંધીજીએ બહુ સરસ વાત કરી હતી કે હેન્ડ, હાર્ટ અને હેડ આ ત્રણેયને તાલીમ આપે તે શિક્ષણ. નવી શિક્ષણ નીતિને એક જ વાક્યમાં વ્યાખ્યાઈત કરવી હોય તો નવી શિક્ષણ નીતિ એ હાથ, હૃદય અને મન ને તાલીમ આપતું માધ્યમ બનશે એવું મારુ માનવાનું છે.

પ્ર. નવી શિક્ષણ નીતિમાં મલ્ટીપલ એન્ટ્રી સીસ્ટમની વાત સામે આવી છે તે શું છે ?

જ. અગાઉની શિક્ષણ નીતિનું સ્ટ્રકચરનો ઢાંચો હતો તે ફીકસ હતો. માનો કે ૧૦ ધોરણ પછી ૨ વર્ષનો કોઈ કોર્ષ કરવો છે, પ્રાયમરી કોઈ ટ્રેનીંગ લેવી છે અને ફરીથી ભણતર ચાલુ કરવું છે તે કરી શકતા ન હતા જ્યારે હવે કરી શકાય છે. કોલેજનું એક વર્ષ ભણ્યા પછી ડ્રોપ લઈ ૨ વર્ષનો કામ કરવાનો અનુભવ લેવો છે તો  પહેલા ન લઈ શકતા હવે લઈ શકાય છે આ મલ્ટીપલ એન્ટ્રીની વાત છે જે શિક્ષણ નીતિને ખરેખર ફલેકસીબલ બનાવે છે. વિદ્યાર્થીઓ માટે.

પ્ર. બોર્ડની પરીક્ષામાં ફેરફાર થયા છે તે શું છે ?

જ. પહેલા બાળકોને વિષય પસંદગીમાં મુશ્કેલી થતી હતી. ફીઝીકલ ભણવું છે તો તેની સાથે કેમેસ્ટ્રી ભણવું પડે, બાયોલોજી અને ગણીત ભણવું પડે, એકાઉન્ટ ભણવું છે તો બીઝનેસ સ્ટડી અને ઈકોનોમીકસ સાથે ભણવું જ પડે પરંતુ હવેની શિક્ષણ નીતિમાં સોશિઓલોજી, સાયકોલોજી, સોશિયલ સાયન્સની સાથે પણ ફિઝીકસ ભણી શકો છો. વિષયની પસંદગી એ ખૂબ જ ક્રાંતિકારી નિર્ણય છે.

પ્ર. પાંચ વર્ષ સુધી બાળકને પોતાની માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત કરવામાં આવશે તેના પાછળનું કારણ અને શું ફાયદા અને કઈ હદે લોકો અપનાવશે કે વિરોધ કરશે ?

જ. સરકારે ઘણા બધા મુશ્કેલીઓનો નિવારણ કર્યો છે તેવો જ આ રાષ્ટ્રીય કક્ષાનો પ્રશ્ર્ન છે. નર્સરી, જૂનીયર કેજી અને સીનીયર કે.જી.ને માતૃભાષમાં ભણાવવું આપણા આજુબાજુ પરિવારની અને સમાજની માતૃભાષા જ છે જે વાત બાળક ઘરે શિખતો હશે તે શાળામાં સાંભળવા મળશે. ઘરે બાળક ચા બોલતો હશે અને શાળામાં ટી બોલતો હશે જેનાથી બાળક મુંજાય જાય છે જે ભાષામાં સ્વપ્ન જુવો અને તે ભાષા શીખો તો શીખવાની ઝડપી વધી જાય છે. ૩ થી ૮ વર્ષની જે ઉમર છે બાળકની તે સૌથી સારી ઉંમર છે. શીખવા માટેની આ ઉમરમાં પોતાની માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે તો ખૂબ જ વિચારશીલ બનશે. ભારતમાં ૨૨ ભાષાઓ છે ત્યારે ૪૦૦ કિલોમીટરે આપણી બોલી બદલાય છે. દ્રીભાષી અને ત્રીભાષી વિષય ભારતમાં ચાલે છે ત્યારે દક્ષિણ રાજ્યમાં હિન્દીનો સ્વીકાર કરવામાં નથી આવતો કોઈ અધિકારીની બદલી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થાય છે તેનો બાળક પહેલા નર્સરીમાં ભણતો હવે બીજા રાજ્યમાં ભણતર શરૂ થાય છે તો તે બાળકની  મુંઝવણ કેટલી હશે તમીલી અને તેલુગુ બાજુબાજુના જ રાજ્યો છે છતાં તેના વચ્ચે ખૂબ વિસંગતતા છે ત્યારે બાળકને જે દુવિધા આવશે તેનું નિવાકરણ લઈ આવવું તે આ શિક્ષણ નીતિની જે દ્રિ ભાષા અને ત્રિ ભાષાનો વિષય છે મોટું પડકાર હશે.

પ્ર. ભણતરનો ભાર બાળક પર વધતા બાળક આપઘાત કરતા થઈ ગયા છે. તો શું આ નવી શિક્ષણ નીતિથી આ ભાર ઘટી શકશે અને જે સ્કીલ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે તેનાથી બાળકને શું ફાયદો થશે?

જ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રગતી પર હતી જે તે સમયે આપણી કમનસીબી છે કે ૩૪ વર્ષ સુધી તેમાં કંઈ ફેરફાર ન આવ્યો. વચ્ચે ૧૯૯૨માં નરસિંહ રાવની સરકારમાં સુધારો કરવામાં આવ્યો હતો. પણ વધારે ફેરફાર ન હતો. જો આ નીતિનો સાર્ચા અર્થમાં અમલીકરણ થાય તો ફાયદો થાય. જો સ્કૂલમાં, સમાજમાં એવું વાતાવરણ ઉભુ કરવામાં આવે વાલીઓને અને શિક્ષકોને તાલીમબદ્ધ કરવામાં આવે અને સમાજને એવી જગ્યાએ લઈ આવે કે જયાં જ્ઞાનની પણ આવડત ઉપર ભાર આપવામાં આવે તો નાના બાળકો પર જે પર્સન્ટેજ, પર્સનટાઈલ, એડમીશન, એ ગ્રેડમા, એ પ્લસમાં આવવાનો જે દબાણ છે તે ખરા અર્થમાં દૂર થશે. જો તમે સમાજ, વાલી, શિક્ષક અને વિદ્યાર્થી તેમના માટે એક એવું પ્લેટફોર્મ ઉભુ કરશે. જ્યાં તમામને સમાન તક મળે. જો કોઈને ફીઝીકસ કે કેમેસ્ટ્રીમા એ ગ્રેડ આવ્યો હશે જે બાલક ડાન્સમાં મ્યુઝીકમાં સ્પોર્ટસમાં સારો હશે તેનો પણ એ પ્લસ અને એ ગ્રેડ માટે ઈન્ફાસ્ટ્રકચર ઉભુ કરવામાં આવે તો સાચા અર્થમાં આપઘાતના પ્રશ્ર્નો ઓછો થશે.

પ્ર. ગ્રેજ્યુએશન લેવલે શું ફેરફાર કરવામાં આવ્યા છે અને તેનો શું ફાયદો થશે ?

જ. પહેલો ફેરફાર મલ્ટીપલ એન્ટ્રી નો કરવમાં આવ્યો છે બીજો ચોઈસ બેઝ એજ્યુકેશન આપવામાં આવશે તે ખૂબ જ મોટો ફાયદો આપશે. ત્રીજું તેને શિક્ષણની સાથે તાલીમ આપવામાં આવશે. આ ત્રણ એવા ફેરફાર છે જેને સાચા અર્થમાં ઈમ્પલીમેન્ટ કરીએ તો અત્યારના યુવાધન સાચા અર્થમાં એમ્પ્લોટ બનશે. અત્યારનો મોટો પ્રશ્ર્ન એ છે કે આજનો યુવાધન એજ્યુકેટેડ છે પણ એમ્પ્લોએબલ નથી. આપણો એન્જીનીયર છે તે એજ્યુકેટેડ છે. પણ એમ્પ્લોએબલ કેટલો છે તે પ્રશ્ર્ન છે આ પ્રકારની નવી શિક્ષણ નીતિ છે. જેમાં પ્રોબ્લેમ સોલ્વીંગ, ક્રિટીકલ થીકીંગ પર વધુ ભાર આપવામાં આવશે ત્યારે આ વિદ્યાર્થીઓ સાચા અર્થમાં એમ્પ્લોએબલ થશે.

પ્ર. ખાનગી શાળા અને સરકારી શાળામાં આ ધારા ધોરણ લાગુ પડશે ? ખાનગી શાળા સ્વીકારશે ?

જ. જે શિક્ષણની જે નેશનલ પોલીસી છે તેનું અમલીકરણ રાજ્ય ઉપર સરકારે છોડી દીધો છે. જે તે રાજ્યની સરકાર નિર્ણય લે કે ખાનગી અને સરકારી શાળા બન્નેને આ નિયમો લાગુ પડશે ત્યારે ખાનગી શાળા છે તે નિયમનો પાલન ન કરે એવું નહીં બને પરંતુ આવનારા સમયમાં સરકારી શાળા અને ખાનગી શાળા કેટલા અંશે તૈયાર છે તે અગત્યનું છે. સરકારી શાળા પાસે પ્રશિક્ષત સ્ટાફ છે તેની સાથે તેનું અમલીકરણ છે તેની મર્યાદા છે ખાનગી શાળામાં જે સ્ટાફ છે તે ઉત્સાહ અને ધગસ વાળો છે પરંતુ તે પ્રશિક્ષીત નથી. એક વર્ષ પહેલા ગુજરાત સરકારે દરેક જિલ્લામાં શિક્ષક ભવન સ્થાપવા માટે સુચન કરેલું જેમાં તમામ શિક્ષકને તાલીમ આપવામાં આવે જ્યાં શિક્ષકની રીક્રીએશન માટે ઉભુ કરવામાં આવશે તો તે ખૂબ લાભદાયક થશે. ‘અબતક’ના માધ્યમ દ્વારા સરકારને કહેવા માગીશ કે ગુજરાત સરકારના ડાયટ છે જે તાલીમ ભવન છે જેમાં સરકારી શિક્ષકોને તાલીમ વધુ આપવામાં આવે છે અને ખાનગી શાળામાં શિક્ષકો માટે એટલી અસરકારક વ્યવસ્થા નથી. જો આ પ્રકારની વ્યવસ્થા થાય જ્યાં તમામ શિક્ષકોને તાલીમ આપવામાં આવે તો જે આ અમલીકરણ સરકારી હોય કે ખાનગી શિક્ષણ તમામમાં ફાયદાકારણ સાબીત થશે. આપણે ત્યાં બીએડની કોલેજનું પ્રમાણ ઓછું છે ગુજરાતમાં ખાનગી શાળામાં એક લાખથી વધુ શિક્ષકો સેવા આપે છે તેની સામે બી એડ કોલેજની જે ઈન્ટેકટ છે તે ૧૫૦૦૦થી વધારે નથી દર વર્ષે એક લાખ શિક્ષકોને તાલીમ આપવી છે તો સાત વર્ષ સુધી ૧૫૦૦૦ સીટોને પ્રાયમરી કે સેકેન્ડી શિક્ષકોને તાલીમ અપાય તો કવોલીફાઈડ થઈ શકે ત્યાં નવા શિક્ષકો આવે ત્યારે સરકારને એવું સજેશન કર્યું છે કે આના માટે સર્ટીફીકેટ કોર્ષ જે ગુજરાત સરકારની ટીચર્સ યુનિવર્સિટીના માધ્યમથી કરવામાં આવે ખાનગી શાળાના શિક્ષકોને તાલીમ આપવામાં અને કવોલીફાઈડ કરવામાં આવે.

પ્ર. નવી શિક્ષણ નીતિમાં ફી મુદ્દે કઈ રીતે અંકુશ લગાવવામાં આવ્યો છે ?

જ. સરકારી ટ્રસ્ટ માટેનું પ્રાઈવેટ પ્રોફીટ મેકિંગ ઈન્સ્ટીટયુટ આમ ત્રણ મોડેલ શાળામાં ફેરફાર સરકાર લઈ આવશે. સરકાર એવું માને છે કે સ્કૂલના શિક્ષણને વ્યવસાય તરીકે લઈ શકો. જ્યારે સરકારી સ્કૂલોનું શિક્ષણ આપવાનું લેવલ ઊંચુ આવે તો ફી નો પ્રશ્ર્ન આપો આપ નિકળી જશે. જો સરકારી શાળામાં શિક્ષકો દ્વારા વિશ્ર્વસનીયતાનું  વાતાવરણ ઉભુ કરવામાં આવે તો આપો આપ ખાનગી શાળા ઉપરનો ભાર ઓછો થઈ જશે. કારણ કે, ખાનગી શાળાને સરકાર તરફથી કોઈ મદદ નથી મળતી. જો ઈન્ફા સ્ટ્રકચર અને રીકરીંગ ને જો સાથે ભેળવવું હશે તો ફી ઉઘરાવવી પહશે.

પ્ર. જેમને આનુ અમલ કરવાનું છે તેવા શિક્ષકો ને નવીનીતિથી શું ફાયદો થશે તેમજ તેમને કઈ જગ્યાએ પડકાર છે ?

જ. શિક્ષકો આર્થિક રીતે સધ્ધર થવા જોઈએ, સામાજીક રીતે ઓળખ મળે, સાયકોલોજીની ટ્રેનિંગ મળવી જોઈએ. આ વાત  ઉપર સરકારે ખૂબ જ ભાર આપ્યો છે. આવનારા સમયમાં શિક્ષક આઝાદ બનવાનો છે તેવું મને લાગી રહ્યું છે. હવે શિક્ષક પાર્ટ ટાઈમ બાય ચાન્સ કે બાય ચોઈસ આવશે તે મોટા પ્રશ્ર્ન થશે. અત્યારે મોટાભાગના શિક્ષકો બાય ચાન્સ આવે છે બીજે ક્યાંય ચાન્સ નથી મળતું અને શિક્ષક બને છે ત્યારે હવે જેને બાય ચોઈસ જેને શિક્ષક બન્યું છે તેના માટે સ્વર્ગના દરવાજા ખુલી ગયા છે. નવી શિક્ષણ નીતિથી શિક્ષક માટે પડકાર એ છે કે પોતાની જાતને અપડેટ કરતી રહેવી પડશે.

પ્ર. હવે ધોરણ ૬ થી વિદ્યાર્થીઓને વોકેશનલ કોર્ષ સાઈડમાં આપવામાં આવશે તે શું હશે અને વિદ્યાર્થીઓને કઈ રીતે મદદ રૂપ થશે ?

જ. અગાઉ ૮માં ધોરણથી જે ટેકનીકલ સ્કૂલનો કોન્સેપ્ટ હતો તે છઠ્ઠા ધોરણથી હવે આવ્યું છે. છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી ૧૨ વર્ષનો હોય તો ત્યારે વોકેશનલ ટ્રેનિંગ માટે ઈકોનોમીકલ સ્ટેબીલીટી ખૂબ જ વધારે હશે કારણ કે આપણે ત્યાં ઈલેકટ્રીકલ, પ્લમ્બીંગ જેવી સ્કીલ છે ત્યારથી જ તેમના મા આવે અને બાળકનું નેચર અને કલ્ચર આધારે તેનું વ્યક્તિત્વ બનતું હોય છે જો છઠ્ઠા ધોરણથી તેને નોલેજ મળે તો ૧૨માં ધોરણમાં ભણતો હશે તો બીટેકના એનજીનીયર જેટલો ટેકનીકલ જ્ઞાન હશે. અત્યારે મલ્ટી મીડિયા અને એનીમેશન છે તેને ગ્રેજ્યુએશન પછી ભણવા જાવ તો તેનો કોઈ મતલબ નથી.

પ્ર. ક્યાં એવા લુપહોલ છે આ નીતિમાં જેને આપણે સુધારી શક્યા હોત તો વધારે ફાયદો થઈ શક્યો હોત વિદ્યાર્થી અને શિક્ષકોને ?

જ. મને ૩ થી ૪ પડકાર દેખાય છે. આ અમલીકરણમાં સરકારને હાય એજ્યુકેશનના ગ્રોથનો રેશિયો ડબલ કરવો છે. ૨૦૩૫ સુધીમાં તો દર અઠવાડીયે નવી કોલેજ શરૂ કરવામાં આવે, નવી સ્કૂલ શરૂ કરવામાં આવે આપણે આપણા જીડીપીના ૩ ટકા એજ્યુકેશન પાછળ ખર્ચીએ છીએ જ્યારે વિકસીત દેશો ૨૧ ટકા બજેટના શિક્ષણ પાછળ વાપરવામાં આવે છે. આપણે પાડોશી દેશ સાથે સંરક્ષણ માટે મોટુ બજેટ મજબૂરીમાં ફાળવવું પડે છે ત્યારે શિક્ષણ માટે ૩ માંથી ૬ ટકા ફાળવવું જરૂરી છે. આપણે ત્યાં ૧૦૦૦ યુનિવર્સિટીને ૭૦૦૦ સુધી લઈ જવી હોય તો દર અઠવાડીયે નવી સ્કૂલ અને કોલેજ બનાવવી પડે. એજ્યુકેશનમાં સૌથી પાયાનો ભાગ હોય છે, ટ્રેઈન વર્ક ફોર્સ હોય છે ત્યારે ટ્રેઈન શિક્ષકો, પ્રોફેસર, લેકચરર ક્યાંથી લઈ આવી શકશો આ. મોટો પ્રશ્ર્ન થશે. અત્યારે દશિણ રાજ્યના હિન્દી ભાષા સ્વીકારતુ નથી તો ત્યાં સરકાર કઈ રીતનું ઈમ્પ્લીમેન્ટ કરાવી શકશે તે મોટુ પડકાર છે. જો સ્ટેટ સ્કુલ અને સેન્ટ્રલ સ્કૂલ વચ્ચે સરકાર ભાષાનો અંતર લાવી શકે તો આ સમસ્યા દૂર થઈ શકે. ભારતમાં લગભગ ૩૫ કરોડ લોકો ભણવાની ઉંમરના છે જે ૩ થી ૨૦ વર્ષના છે. આવા લોકોને સારું શિક્ષણ કેવી રીતે આપવુંતે પડકારરૂપ હશે. ગુજરાત સરકારે ઈમ્પ્લીમેન્ટ માટેની ૨૫ જેટલી ટીમ પણ બનાવી લીધી છે. રાજકોટના ૩ કજગનોને પણ આ ટીમમાં લીધેલ છે આ સીવાય ગુજરાત રાજ્યનો જે શિક્ષણ વિભાગ તે ખૂબ જ સારી રીતે કાર્યરત છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખૂબ જ સંવેદનશીલ છે. ત્યારે ગુજરાતમાં આના અમલીકરણ પર વિશ્ર્વાસ છે સાચા અર્થમાં નવી શિક્ષણ નીતિનું અમલ થશે તેવી પુરી શ્રધ્ધાં છે. પણ તેની સાથે જે પડકાર છે તે પણ ગુજરાત સરકાર ધ્યાનમાં લેવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.