નવા ગ્રાહક સુરક્ષા ધારામાં ગ્રાહકોને પાંચ મહત્વ પૂર્ણ અધિકારો અપાશે

118

ગ્રાહકને ખરા અર્થમાં રાજા બનાવવા મોદી સરકારની તૈયારી

ગ્રાહક ભગવાન ગણાય છે પરંતુ અત્યારે મોટાભાગના રાતોરાત કરોડપતિ  બનવાના સપના જોનારા ધંઘર્થીઓ ગ્રાહક ભગવાનને કેમ વધુને વધુ છેતરીને માલ કમાવવો તેની જે ફિરાકમાં રહે છે ત્યારે સરકાર દ્વારા મંગળવારે રાજયસભામાં ગ્રાહક સુરક્ષા ધારાના નવા ખરડાને બહાલી આપી ગ્રાહકોને વધુ સુરક્ષીત બનાવવાના પ્રયાસોના ભાગરુપે ગ્રાહકોના મુળભુત પાંચ અધિકારીઓ સુરક્ષિત કરી ગ્રાહકોની મુશ્કેલીઓ ફરીયાદો અને છેતરપીંડી કરનારોઓ પર અસરકારક કાયદાકીય જોગવાઇ અને ખાસ કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને જાહેરાતો અને ખામીયુકત વસ્તુઓ ધાબડવાના પેતરાઓ સામે ગ્રાહકોને સુરક્ષિત કરવા માટે ભારત અસરકારક પગલાઓની પહેલ કરી રહ્યું છે.

રાજયસભામાં મુકાયેલા નવા બીલમાં ગ્રાહકોને છેતરનારા તત્વોને કાયદાના સંકાજામાં લેવા માટે ઉત્પાદક અને વેચાણ કંપનીઓની ગેર માર્ગે દોરનારી જાહેરાતો વાંધાજનક અને નુકશાન કારક ઉત્૫ાદનો સામે કાર્યવાહીમાં ખોટી જાહેરાતો કરનાર સેલીબ્રેટીઓને આકરોદંડની જોગવાઇ કરવામાં આવી છે. નવા કાયદામાં થયેલા ગ્રાહકના હિતમાં પાંચ સુધારાઓમાં ગ્રાહકોને કેવી સુરક્ષા પ્રદાન કરવામાં આવશે   રાજયસભામાં ગ્રાહક સુરક્ષા ખરડાની સુધારેલી જોગવાઇમાં ગ્રાહકોને અપાયેલા પાંચ અધિકારીની પાંચ ધારની તલવાર ગ્રાહકોના હિતને સુંદર્શન ચક્રની જેમ સુરક્ષિત કરશે.

1.કોઇપણ સ્થળેથી ગ્રાહક સંબંધી ફરીયાદની સ્વાયત્તાનો અધિકાર

રાજયસભામાં રજુ થયેલા ગ્રાહક સુરક્ષા અધિકારના નવા કાયદામાં ગ્રાહકને કોઇપણ જગ્યાએથી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંચ અથવા રાજય ગ્રાહક  પંચમાં પોતાના વતન અથવા તો કાર્યક્ષેત્ર કે જયાંથી ખરીદી કરવામાં આવી હોય અથવા તો જયાંથી માલ વેચાયો હોય ત્યાં ગમે તે સ્થળેથી ફરીયાદ કરવાની જોગવાઇ કરી ગ્રાહક મંત્રાલય દ્વારા ફરીયાદીને સંભવિત સતામણી અને હેરાનગતિમાંથી મુકિત આપવામાં આવી છે. સાથે સાથે રાજવી અને જીલ્લા પંચને સામુહિક રીતે વિજાણુ માઘ્યમથી ફરીયાદ નોંધવાની સવલતો આપવામાં આવી છે. જેનાથી ગ્રાહકોને ફરીયાદ માટે વિશાળ ક્ષેત્ર મળી રહેશે.

2.ઉત્પાદનની નબળી ગુણવત્તા અને ગ્રાહક સાથે ગુણવત્તા લક્ષી છેતરપીંડીમાં વળતરના અધિકાર

ગ્રાહકને ખરીદેલી વસ્તુની ગુણવતા અથવા તો સેવા સંબંધી ખોટ કે નુકશાન ગયું હોય, ઉત્પાદક,ની ક્ષતિઓ અને ગેરંટી વોરંટીના વાયદાનું પાલન ન થયું હોય તેવા કિસ્સામાં ગ્રાહકોને ખાસ વળતરના અધિકારો આપવામાં આવ્યા છે.

3. દરેક વર્ગના ગ્રાહકોના અધિકારોને મળશે સુરક્ષા

નવા કાયદાની જોગવાઇમાં ગ્રાહકોને છેતરામણા વેપાર અને વસ્તુની ગુણવતા અંગે ગેરમાર્ગે દોરતી જાહેરાતોમાં દરેક વર્ગના ગ્રાહકોનું હિતની જાળવણી કરવામાં આવશે લેખીત જાહેરાત હોય કે ઇલેકટ્રોનીકી જાહેરાતો તેની સામે જીલ્લા કલેકટર પ્રાદેશિક નિર્દેશક કાર્યાલય કે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા ઓથોરીટી સહીતનાં તમામ તબકકાના માઘ્યમોમાં ફરીયાદો અને પગલાં લેવાની જોગવાઇ કરવામાં આવી છે.

4.વિડીયો કોન્ફરન્સની સુનાવણીમાં સામેલ થવાનો અધિકાર

ગ્રાહકોના હિતને સુરક્ષિ કરવાના નવા કાયદામાં દરેક ફરીયાદીને જીલ્લા પંચ દ્વારા એક સોગંદનામા અને જરુરી પુરાવાઓ આપવાથી પોતાની ફરીયાદોની સુનાવણી જવાબદાર પંચ દ્વારા કરવામાં આવતી સુનાવણીમાં વિડીયો કોન્ફરન્સથી જોડાવવાની જોગવાઇ કરવામાં આવી છે જેનાથી ગ્રાહક પોતાની ફરીયાદીની સુનાવણીમાં વિડીયો કોન્ફરન્સથી જોડાઇ શકશે.

5.ફરીયાદના મંજુર થવાના સ્પષ્ટ કારણો જાણવાનો અધિકાર

પંચ કોઇપણ ફરીયાદી ફરીયાદીની સુનાવણી વગર રદ નહિ કરી શકે. પંચને ર૧ દિવસમાં નોંધાયેલી ફરીયાદના ઉકેલના નિયમની સુનાવણી કરવાનો નિયમ અચુક પણે પાળવાનો રહેશે. અને ર૧ દિવસમાં એ નિર્ણય કરવાનો રહેશે કે આ ફરીયાદ દાખલ કરવી કે નહિ. જો પંચ ર૧ દિવસની સમય મર્યાદામાં આ નિર્ણય ન લઇ શકે તો સમાધાનની દિશામાં મામલાને લઇ જવો પડશે અને બન્ને પક્ષને સાથે રાખીને આ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. જો ગ્રાહકની ફરીયાદ કાઢી નાખવામાં આવી હોય તો કયા કારણે તેની સુનાવણી હાથ ઉપર નથી લીધી તેના કારણો આપવા પડશે.

ગ્રાહક સુરક્ષા અંગેના નવા કાયદામાં ગેરમાર્ગે દોરનારી જાહેરાતો સામે ઉત્પાદકને ખોટી જાહેરાત અંગે પ્રથમ ફરીયાદ અને ગુનાની સાબીતી માટે ૧૦ લાખ સુધીનો દંડ અને બે વર્ષની સજા અને કેસની ગંભીરતા અને વ્યાપકતાને ઘ્યાને લઇ આ મામલામાં મહતમ પાંચ વર્ષની જેલ અને પ૦ લાખના દંડની જોગવાઇ કરવામાં આવી છે. કેન્દ્રીય ગ્રાહર સુરક્ષાને ઘ્યાને આવેલી ખોટી જાહેરાતો માટે ૧૦ લાખનો દંડ અને પ્રથમવખત ના ગુના માટે ૧ વર્ષની સજા જો આજ ગુનાના પુનરાવર્તન થાય તો પ૦ લાખનો દંડ અને ત્રણ વર્ષના પ્રતિબંધની  કડક જોગવાઇ કરવામાં આવી છે. ગ્રાહકોના અધિકારોને સુરક્ષિત કરવાના સરકારના પ્રયાસો થી ગ્રાહકો સાથે છેતરપીંડી કરવાના મામલાઓમાં ખોટી જાહેરાતો, ભ્રામક પ્રચાર અને વાયદા મુજબની સેવાઓ ન આપવાની બાબતોને આવરી લેવામાં આવી છે આ જોગવાઇઓમાં કેટલીક મર્યાદાઓ દેખાઇ રહી છે. સરકારે આરોગ્ય સંબંધી સેવાઓ માટે નવા કાયદાની હિમાયત કરી છે. કેન્દ્રીય ગ્રાહક મુદ્દાઓ અને અલગ અલગ ક્ષેત્ર જેવા કે ટેલીકોમ, વિમો જેવી બાબતો માટે વધારે પંચોની જરુરીયાત ઉભી થઇ છે આ નવા કાયદામાં સુનાવણીની ર૧ દિવસની મુદત આપવામાં આવી પરંતુ અત્યારે દેશના ૫૯૬ જીલ્લાઓમાં ગ્રાહર પંચની ૩૬૨ જગ્યાઓથી ખાલી છે પ્રમુખ સ્તરની ૧૧૮ જગ્યાઓ ખાલી છે. ગ્રાહક અધિકારના ભંગ બદલ છ મહિના સુધીની જેલ અને ૧ લાખનો દંડ તેના ઉપર એક વર્ષની જેલ અને ૩ લાખનો દંડ અને ગંભીર પ્રકારના નિયમ ભંગ માજ્ઞે સાત વર્ષની જેલ અને પ લાખ સુધીનો દંડ જોગવાઇ કરવામાં આવી છે નવા કાયદામાં ગ્રાહકોની સુરક્ષાને વધુ ધારદાર બનાવામાં  આવી છે.

Loading...