Abtak Media Google News

જેમ ચેતાકોષ વધુ સજાગ તેમ મજબૂત મનોબળ સાથે નિર્ણય લેવાની શકિત વધુ તેજ

શારીરીક સ્વાસ્થ્યનું જેટલુ મહત્વ છે. તેના કરતા અનેકગણુ મહત્વ માનસિક સ્વાસ્થ્યનું છે. માનસિક સ્વાસ્થ્ય જ માણસને ‘જીવંત’ રાખે છે. આપણુ મગજ આપણા શરીરનું કોમ્પ્યુટર ગણાય છે. તમામ પ્રક્રિયાઓ મગજ થકી જ થાય છે. પણ આ આપણું કોમ્પ્યુટર ગણાતું મગજ જ બિમાર હોય તો? સિસ્ટમ જ કામ કરતી બંધ થઈ જાય છે. અથવા જે આઉટપૂટ આવે (જે નિર્ણયો લઈ તે) તે ખોટા પૂરવાર થાય છે. આથી સ્વસ્થ મગજ હોવું એ ખૂબજ આવશ્યક છે.

મગજની સંપૂર્ણ તાર્કિક કે ગાણિતિક ક્રિયા પણ તેમાં રહેલા ચેતાકોષને આધાર રાખે છે.જેમ જેમ ચેતાકોષની ઈન્દ્રિયો વધુ સજાગ તેમ તેમ આપણી નિર્ણય લેવાની શકિત વધુ તેજ બને છે. મગજના આ જ્ઞાનતંતુઓ આપણાં નિર્ણય અને આત્મવિશ્ર્વાસને જબરદસ્ત અસર કરે છે.

તાજેતરમાં જર્નલ કરન્ટ બાયોલોજીમાં બોન યુનિવર્સિટીનાં સંશોધનકર્તાઓએ એક અહેવાલમાં જણાવ્યું છે કે, માણસની નિર્ણય લેવાની શકિત અને તે દરમિયાનનો આત્મવિશ્ર્વાસ સંપૂર્ણ પણે ચેતાકોષને આધાર રાખે છે. ચેતાકોષો માહિતી ચિત્રનું ગ્રહણ કરી તેને એકિકરણ કરી તેનાં પ્રસારનું કામ કરે છે. સંશોધનકર્તાએ ૧૨ વ્યકિતઓ પર એક પ્રયોગ કરી આ તારણ આપ્યું છે અને જણાવ્યું કે, જેમ ચેતાકોષ સજાગ તેમ આત્મવિશ્ર્વાસ વધુ મજબુત હોય છે.

દિવસ દરમિયાન આપણે ઘણ નિર્ણયો લેતા હોઈએ છીએ જેમ નિર્ણયો આપણાં વિચારોનો એક નિચોડ હોય છે તેમ આ નિર્ણયો ચેતાકોષની સજાગતા બતાવે છે. ઘણા લોકો નાની એવી બાબતમાં પણ નિર્ણય લેવામાં વિલંબ કરે છે તો ઘણા લોકો ટુંકાગાળામાં મોટા નિર્ણયો લઈ લેતા હોય છે. આ સમગ્ર પરિબળ ચેતાતંતુઓ પર આધાર રાખે છે. ચેતાતંતુઓને વધુ સક્રિય બનાવવા પ્રેકિટસ જરૂરી છે. એકાગ્રતા દાખવવી જરૂરી છે. હકારાત્મકતા દ્વારા પણ આપણે આપણાં ચેતાકોષોને વધુ સજાગ બનાવી શકીએ છીએ પરંતુ આ માટે હકારાત્મક તરંગોની જરૂર હોય છે. કોઈ ગુનેગાર હોય તા તેને સતત ગુના કરવા વિશે વિચાર આવે છે. એવું નથી કે તેના ચેતાકોષ નબળા છે. તેના ચેતા તંતુઓ તો અન્યો કરતા વધુ સક્રિય છે. પણ તે નકારાત્મકતા તરફક વધુ ઘેરાય છે. આતી તેને ચોરી, લૂંટફાટ જેવા ગુના કરવાનાં જ વિચાર ઉદભવે. આમ, ચેતાકોષને વધુ સજાગ બનાવી નિર્ણય શકિત તત્પર બનાવવા પ્રેકિટસ, એકાગ્રતાની સાથે સાથે હકારાત્મક પણ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.