Abtak Media Google News

સર્વેક્ષણ, ટેસ્ટીંગ અને સનીટાઇઝીંગ કામગીરીમાં પૂર્ણ વિરામ મુકાઇ ગયું: માસ્ક અને સામાજીક અંતર જાળવવાના નિયમોની ઐસીતેસી

શહેરમાં રાજયકીય નેતાઓની આળસ અને તંત્ર સરકારી રાહે કામ કરવાની નીતીથી કોરોનાનો રોગચાળો વધવાની દહેશત વધી રહી છે. સમીક્ષા બેઠકોમાં નકકર  પગલા લેવાય તે જરૂરી બન્યું છે. કોરોનાના આગમન સાથે જ લોકડાઉનના તબક્કાઓ શરૂ થયા હતાં અને સરકારી તંત્ર, મહાનગરપાલિકા દ્વારા ટેન્કરમાં સેનીટાઈઝર ભરીને રાત્રિના સમયે જાહેર માર્ગો, અનેક લત્તાઓ, એપાર્ટમેન્ટ, ઓફિસો, બેંકો વગેરેમાં સેનિટાઈઝીંગ કરવાની કામગીરી ખૂબ જ સારી રીતે થઈ હતી.

લોકડાઉનના તબક્કાઓ દરમિયાન જામનગર શહેર-જિલ્લામાં સાવ નગણ્ય એવા કેસોની સંખ્યા હતી. ત્યારપછી અનલોક શરૂ થયું અને કોરોનાનો વિસ્ફોટ થયો… દરરોજ પાંચ-દસથી લઈને નવા ૩૦-૪૦ કેસો સુધીના આંકડા નોંધાવા લાગ્યા છે અને જિલ્લા કલેક્ટર ખુદે આગામી દિવસોમાં કેસો હજુ વધુ સંખ્યામાં આવશે. ત્યારે સરકારી તંત્ર, મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટેસ્ટીંગ, સર્વેક્ષણ, સેનિટાઈઝીંગ કરવાની કામગીરીમાં જાણે પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોય તેવી સ્થિતિ છે.

ખરેખર તો અત્યારે જે રીતે કોરોના ફેલાય રહ્યો છે ત્યારે દરરોજ શહેરમાં તમામ માર્ગો, વિસ્તારોમાં સેનિટાઈઝીંગ લિક્વિડનો છંટકાવ કરવાની જરૃર છે. ટેસ્ટીંગની સંખ્યા વધારવાની જરૃર છે, પણ આ તો આપણું જામનગર ભાઈ અહીં તો લશ્કર ક્યાં લડે છે તેની જ સમજ પડતી નથી! શહેરમાં કોરોનાના કહેર વચ્ચે મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે. અન્ય બીમારીના આંકડા પણ વધી રહ્યા છે ત્યારે સેનિટાઈઝીંગ કરવાની સતત કામગીરી તો કરવી જ જોઈએ, પણ શહેરમાં ચારે તરફ કચરાના ક્ધટેનરો ગંદકી, એંઠવાડ, પ્લાસ્ટિકના કચરાી ઉભરાઈને માર્ગ પર ફેલાઈ રહ્યા છે. સફાઈ કામમાં ઘોર બેદરકારી જોવા મળે છે. પાણીના ખાડા દૂર કરવાની સૂચના આપનાર તંત્ર ભૂતિયા બંગલાવાળું ગંદા પાણીથી ભરેલું તળાવ બુરવા માટે કોઈ દરકાર કરવામાં આવતી નથી. સમગ્ર શહેરમાં ઢોરના ધણના ધણ ચોવીસ કલાક રસ્તાઓમાં, શેરી-ગલીઓમાં છાણ-મૂત્રની અસહ્ય ગંદકી ફેલાવી રહ્યા છે અને જામનગરની જનતા તો જાણે કોરોના છે જ નહીં તેમ સોશ્યલ ડિસ્ટન્સીંગ, મોઢા પર માસ્ક પહેરવાના નિયમોનો બિન્દાસપણે ઉલાળિયો કરી રહી છે.

માસ્ક અંગેના દંડ કરવાની કામગીરી મંદ પડી ગઈ છે. બજારોમાં, જાહેર માર્ગો પર રેંકડી-લારીઓ, દુકાનોમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું જરાપણ પાલન થતું નથી. મોટા ભાગના દવાખાના તથા ખાનગી હોસ્પિટલોમાં પણ નિયમોની અમલવારીમાં ભારે બેદરકારી જોવા મળે છે. જવાબદાર તંત્ર ખરા સમયે જ નિદ્રાધીન બની ગયું છે.

સરકારી તંત્ર, મહાનગરપાલિકા કે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ કદાચ જે કાંઈ થોડીઘણી કાર્યવાહી કરતા હશે. પણ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો કોઈ કાર્યક્રમ કે મિટિંગમાં જ દેખાય છે. આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખરેખર તો અખબારોમાં શહેરમાં પ્રવર્તી રહેલી અતિ ગંભીર સમસ્યા અંગે ઉકેલ લાવવામાં ઘોર ઉદાસીનતા દેખાડી રહ્યા છે. ચૂંટાયેલા ઉચ્ચ રાજકીય નેતાઓએ મનપા તથા જિલ્લા કલેક્ટર, પોલીસ વિભાગ સાથે સંકલન બેઠક યોજી પરિણામલક્ષી કામગીરીનું આયોજન કરવું અત્યંત જરૂરી છે. બાકી સમીક્ષા બેઠકો તો અનેક યોજાઈ, પણ પરિણામ શૂન્ય છે તે સૌની નજર સામે છે.

જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત યુવતી સહિત વધુ ત્રણના મોત: વધુ ૫૪ નવા કેસ નોંધાયા

જામનગરમાં કોરોનાનું બિહામણું સ્વરૃપ જોવા મળી રહ્યું છે. આજે પણ ૫૪ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉપરાંત બે વૃદ્ધ અને એક યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. એક તરફ તહેવારોના દિવસો ચાલી રહ્યા છે ત્યારે બીજી તરફ જામનગર જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ગઈકાલી આજે બપોર સુધીમાં વધુ ૫૪ લોકો કોરોના સંક્રમિત બન્યા છે. જેમની સઘન સારવાર શરૃ કરી દેવામાં આવી છે. જેમાં ૩૫ પુરુષો અને ૧૯ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે હર્ષદમીલ ચાલી વિસ્તારમાં રહેતા અલ્લારખાભાઈ મામદભાઈ ખીરા (ઉ.વ. ૮ર), દિનેશભાઈ સાહોલીયા (ઉ.વ. ૬૪) અને જયશ્રીબેેન કણજારીયાનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. ગઈકાલ સાંજની સ્થિતિએ જામનગરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યાનો આંક ૮૦ર નો થયો હતો. જ્યારે ગઈકાલે કુલ ૧૭ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આમ કુલ ૮૦ર પોઝિટિવમાંથી કુલ ૪૭ર દર્દીઓને રજા અપાઈ ચૂકી છે, તો લગભગ પ૬ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.

સમય મર્યાદાનો ભંગ કરનારા ત્રણ ગેરેજ સંચાલક સામે કાર્યવાહી

જામનગરના ગુરુદ્વારા વિસ્તારમાં ગઈકાલે ત્રણ ગેરેજ સમય મર્યાદાનો ભંગ કરી ખુલા રાખવામાં આવતા પોલીસે તેના સંચાલકો સામે કાર્યવાહી કરી હતી. ઉપરાંત કારણવગર આંટા મારતા બે શખ્સની પોલીસે પકડી પાડયા છે. જામનગરમાં આપવામાં આવેલા અનલોક-૩માં તંત્રએ વેપારીઓને રાત્રિના ૮ વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવાની મંજુરી આપી છે અને તેની સાથે સોશ્યલ ડિસ્ટન્ટન્સ, માસ્ક વિગેરે નિયમોનું કડક પાલન કરવાની સુચના અપાઈ છે. તેમ છતાં કેટલાક સ્થળોએ સૂચનાનો ભંગ તો હોય પોલીસ તે વેપારીઓ સામે કાર્યવાહી કરી રહી છે. ગઈકાલે નગરના ગુરુદ્વારા ચોકડીથી સાત રસ્તા તરફ જવાના માર્ગ પર આવેલા કાર ટેક ઓટો ક્રિએશન નામના ગેરેજ ઉપરાંત મીરા કાર ડેકોર, જીજે-૧૦-બ્રીસ્ટા નામના ત્રણ ગેરેજ સમય મર્યાદાનો ભંગ કરી ખુલ્લા જોવા મળતા પોલીસે તમામ ત્રણ સંચાલકો સામે ગુન્હા નોંધ્યા છે. લાલપુર તાલુકાના જોગવડ ગામમાં ગઈકાલે નાાભાઈ ભીખાભાઈ ગઢવી નામના વેપારીએ પોતાની દુકાન સમય મર્યાદાનો ભંગ કરી મોડે સુધી ચાલુ રાખી હતી.જયારે જામજોધપુર તાલુકાના જશાપર ગામમાં તનવીર મામદભાઈ મલેક અને મુકેશ મનસુખભાઈ ચાવડા નામના બે શખ્સ કારણવગર આંટા મારતા જોવા મળતા પોલીસે બન્ને સામે ગુન્હો નોંધ્યો છે.

આગામી સપ્તાહમાં કોરોનાના કેસમાં આવી શકે છે ઉછાળો: રવિશંકર

તાજેતરમાં સંપન્ન થયેલા તહેવારો દરમિયાન અનેક લોકોએ નિયમનું પાલન કર્યુ નથી. આથી આવતા સપ્તાહમાં કોરોના કેસોની સંખ્યામાં જબરો ઉછાળો જોવા મળશે તેવી દહેશત જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા વ્યક્ત કરાઈ છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૮૭૧ લોકો કોરોના સંક્રમિત બન્યા છે. તેમાંથી પ૧૮ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. તો પ૮ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે અને આજે પણ ર૬૦ કેસ એકટિવ છે. હજુ આગામી સમયમાં કેસોની સંખ્યામાં વધારો થવાની દહેશત પણ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જી.જી. હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. ચેટરજીના જણાવ્યા પ્રમાણે યુવા વર્ગમાં માઈલ્ડ સીમ્ટમ્સ જોવા મળે છે. જેઓ પ્રથમ દૃષ્ટિએ બીમાર હોય તેમ જોવા મળતું નથી, પરંતુ તેઓ કોરોના પોઝિટિવ હોય છે. આથી આવા લોકો પોતાના ઘરના વયોવૃદ્ધોને પણ સંક્રમિત કરે છે. આી લોકો બિનજરૃરી ઘરની બહાર ન નીકળે તે જરૃરી છે. તેમણે જણાવ્યું હતું કે, ત્રણ પ્રકારે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેમાં આર્ટીફિશ્યલ ટેસ્ટ, રેપીડ એન્ટિજન ટેસ્ટ અને એન્ટી બોડી ટેસ્ટનો સમાવેશ થાય છે. મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં તબીબો સતત દર્દીઓની સેવા કરી રહ્યાં છે. તેમણે છેલ્લા ચાર માસમાં રજા પણ લીધી નથી. મેડિકલ પ્રોફેસર દરજ્જાના તબીબો ફલોર મેનેજર તરીકે પણ સેવા આપી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.