Abtak Media Google News

૨૦૨૭ સુધીમાં ૨૧૨ વોરશીપ અને ૪૫૮ એરક્રાફટ એકઠા કરવાનું નેવીનું લક્ષ્ય પણ ભંડોળના અભાવે પ્રોજેકટમાં મુશ્કેલી

હજ્જારો કિલોમીટરના દરિયાકાંઠાની સુરક્ષાની જવાબદારી જેના પર છે તેવી ભારતીય નેવીને આધુનિકરણની તાત્કાલીક જ‚રીયાત ઉભી થઈ છે. જો કે, ભંડોળના અભાવે નેવીનું આધુનિકરણ કરવાની મુશ્કેલીઓ પડી રહી છે. નાણા પુરતા પ્રમાણમાં ફાળવાતા ન હોવાી સબમરીન, હેલીકોપ્ટર, માઈન સ્વીપર અને ડ્રોન સહિતનો સરંજામ ખરીદવામાં તકલીફ પડે છે.

ભારતીય નેવી પાસે અત્યારે ૧૪૦ વોર શીપ છે. જેમાં ૪૫૦૦૦ ટનના એરક્રાફટ આઈએનએસ વિક્રમાદિત્ય, ૧૧ ડિસ્ટ્રોયર, ૧૬ સબમરીન, ૨૨૦ એરક્રાફટનો સમાવેશ થાય છે. અલબત આ શત્રો સરંજામ જુનો છે. ૨૭ વોર શીપ અને સબમરીન હાલ નવી બનાવવામાં આવી રહી છે. જેમાં ૪૦,૦૦૦ ટનના આઈએનએસ વિક્રાંતનો પણ સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૨૭ સુધીમાં ૨૧૨ વોરશીપ અને ૪૫૮ એરક્રાફટનો ફોર્સમાં સમાવેશ કરી શક્તિશાળી બનવાનું લક્ષ્ય ભારતીય નેવીનું છે. ચીન અને પાકિસ્તાનની અવળચંડાઈ સમુદ્રમાં પણ વધતી જતી હોય. ભારતીય નેવી વધુ તાકાતવર બને તે જ‚રી છે. અલબત પુરતા પ્રમાણમાં નાણા ભંડોળ ન હોવાી આ મોટો પ્રોજેકટ ડચકા ખાઈ રહ્યો હોવાનું જણાય આવે છે.

સરકારે ગત બજેટમાં નેવી માટે ૨૦ હજાર કરોડની ફાળવણી કરી હતી. આ નાણા આધુનિકરણ પાછળ વાપરવામાં આવનાર છે. જો કે, ભંડોળ પુરતુ નીથી. પરિણામે વધુ ૩૫૦૦૦ કરોડની માંગણી કરવામાં આવી હતી. હિંદ મહાસાગરમાં ચીનની વધતી દખલઅંદાજી સામે ભારતીય નેવીનું આધુનિકરણ મહત્વનું બની જાય છે.

ડ્રેગને એરફોર્સમાં આધુનિક શત્રો સરંજામ ખડકતા અમેરિકાને પરસેવો વળ્યો

ચીનનું પાયદળ વિશ્વનું સૌથી મોટુ લશ્કર ગણવામાં આવે છે. જો કે, જમીન અને દરિયાની સાથો સાથ હવે ચીને નભ તરફ મીટ માંડી છે. ચીને પોતાની એરફોર્સને અત્યાધુનિક બનાવવા જેટ ઝડપી કામગીરી આરંભી છે. એર ટુ એર મિસાઈલ સિસ્ટમને ખૂબજ અત્યાધુનિક બનાવી છે. દર વર્ષે ૧૩ ટ્રીલીયન ડોલરનું ર્અતંત્ર ધરાવતા ચીન પોતાના બજેટમાં ૪.૬ ટકા સુધીનો વધારો કરી રહ્યું છે. એરફોર્સના આધુનિકરણના કારણે અમેરિકા સહિતના પશ્ચીમી દેશોને પરસેવો વળ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.