Abtak Media Google News

કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિઓનાં વિરોધમાં દેશનાં ૧૦ જેટલા મજૂર સંગઠનો પાડશે હડતાલ

કેન્દ્ર સરકારની કહેવાતી પ્રજા વિરોધી નીતિઓના વિરોધમાં દેશના ૧૦ જેટલા મજૂર સંગઠનોએ ૮મી જાન્યુ.એ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરી આ હડતાલમાં દેશના ૨૫ કરોડ લોકો જોડાશે તેવી જાહેરાત કરી છે. સરકારની કહેવાતી પ્રજા વિરોધી નીતિ સામે દેશવ્યાપી હડતાલનુ એલાન કરવામાં મેદાનમાં આવેલા સંગઠનોમાં ઈન્ટુક, એટુક, એચએમએસ, અને યુટીઓસી, સાથે વિવિધ ક્ષેત્રનાં સ્વાયત સંગઠનો, એસો.એ સપ્ટેમ્બર મહિનામાં થયેલી જાહેરાતને સમર્થન આપીને ૮ જાન્યુ. ૨૦૨૦ના રોજ યોજાનારી દેશવ્યાપી હડતાલમાં જોડાવવાની જાહેરાત કરી છે.સરકારની પ્રજા વિરોધ અને કામદાર વિરોધી નીતિઓનાં વિરોધમાં થનારી દેશવ્યાપી હડતાલમાં ૨૫ કરોડ લોકોને સહકાર મળશે તેનાથી એક પણ વ્યકિત ઓછી નહિ હોય તેવી આશા હોવાનો સી.૨ની પ્રવકતાએ જણાવ્યું હતુ.

7537D2F3 5

કેન્દ્રના મજૂર મંત્રાલય સાથે યોજાયેલી બીજી જાન્યુ.ની બેઠક મજૂરોની એકપણ માંગણી ન સ્વીકારતા નિષ્ફળ નીવડી છે. સરકારની નીતિ મજૂર વિરોધી રહી છે તે તેની કથની કરણી અને રજાકીય નીતિઓ સ્પષ્ટ કરી દીધું છે તેથી હડતાલ નિશ્ર્ચિત બની હોવાનું સી.૨ના ૧૦ સંગઠનોઓએ એકયાદીમાં જણાવ્યું હતુ.

આ હડતાલમાં દેશના વિવિધ ૬૦ વિદ્યાર્થી સંગઠનો અને ચૂંટાયેલા વિદ્યાર્થી આગેવાનોએ આ હડતાલમાં શિક્ષણ ક્ષેત્રે ફી વધારો અને શૈક્ષણીક વેપારી કરણના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમાં આ સંગઠનોએ જવાહરલાલ નહેરૂ યુનિ. ની હિંસા અને અન્ય વિદ્યાર્થીઓ ની હિંસા અને ઘર્ષણ સામે વિરોધ અને સહાનૂભૂતિ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સમગ્રદેશમાં વિરોધ નોંધાવવા આ હડતાલ માં જોડાવવા જાહેરાત કરી છે.

હડતાલનું એલાન કરનાર સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે ભારતમાં જુલાઈ ૧૫થી ભારતીય મજૂર પરિષદની બેઠક પણ યોજાઈ નથી મજૂર કાયદામાં સુધારાઓ અને જાહેર ક્ષેત્રનાં ખાનગીકરણની પ્રક્રિયાનો દેશમાંથી વિરોધ ઉઠી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૨ જેટલા વિમાન મથકો ખાનગી હાથોમાં વેચાઈ ચૂકયા છે. એરઈન્ડીયાનું ૧૦૦% ખાનગીકરણ સાથે સાથે બીપીસીએલ, બીએસએનએલ, એમટીએનએલના ખાનગીકરણના નિર્ણયથી ૯૩૬૦૦ જેટલા ટેલીકોમ કર્મચારીઓને ફરજીયાત વીઆરએસ લેવડાવીને છૂટા કરી દેવાયા છે. આ સંગઠનો રેલ્વેના ખાનગીકરણ અને ૯૯ જેટલા સંરક્ષણ ઉત્પાદન એકમો અને બેંકોનાં વિલીનીકરણ સામે પણ વિરોધ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતુ કે ૧૧૫ જેટલા ખેડુત સંગઠનો અને ખેતમજૂરો પણ આ હડતાલને સમર્થન આપી ચૂકયા છે. જાન્યુ. ૮ના દિવસે રાષ્ટ્રવ્યાપી હડતાલની સાથે સાથે ગ્રામીણ ભારતબંધનો તખ્તો ગોઠવાયો છે. સરકારની કહેવાતી મજૂર વિરોધી નીતિ સામે ૮મી જાન્યુ.ના દિવસે દેશવ્યાપી હડતાલમાં ઓછામા ઓછા ૨૫ કરોડ લોકો જોડાનાર હોવાનું જાહેર કરવામા આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.