Abtak Media Google News

વાણીયાવિડી ખાતે ત્રિદિવસીય યજ્ઞની પૂર્ણાહુતિ યોજાય: ૫૦ થી ૬૦ હજાર લોકો જોડાયા

પ્રકૃતિનાં ખોળે રમતા નયનરમ્ય પ્રાકૃતિક ધામ વાણીયાવિડી ઠાકર ધામ ખાતે તા.૧૦-૧૧-૧૨ નવેમ્બર ૨૦૧૮ દરમિયાન યોજાયેલ ત્રિદિવસીય રાષ્ટ્ર રક્ષા યજ્ઞનાં આજે છેલ્લા દિવસે પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયેલ હતો. ત્રણ દિવસ ચાલેલ આ યજ્ઞમાં આજુબાજુના ૨૫ થી ૩૦ ગામના અંદાજે ૫૦ થી ૬૦ હજાર લોકોએ દર્શનનો લાભ લઇ ભારતમાતાને વંદન-પુજન કર્યું હતું, તથા યજ્ઞના બીજા દિવસે વાણીયાવિડીથી વીરયાત્રા નીકળીને બાજુનાં ગામ કરમદિયા ખાતે શહીદ વીર દેવાભાઈ પરમારનાં સ્ટેચ્યુની અનાવરણ વિધિ સો શહીદ સ્મારક પણ ખુલ્લું મુકવામાં આવેલ હતું.આ કાર્યક્રમમાં પણ હજારો લોકો ખુબ જ શ્રધ્ધા અને ઉલ્લાસી જોડાયા હતા.Img 20181112 Wa00032યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ છે કે, દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવનાનાં મૂળ ઉંડા સુધી વિસ્તરે, લોકોને શહીદોના બલિદાનમાંથી પ્રેરણા મળે તા રાષ્ટ્રભાવનાનું નિર્માણ થાય તે માટે શહીદ સ્મારકનું નિર્માણ અને રાષ્ટ્ર રક્ષા યજ્ઞ એક પ્રયત્ન હતો, આજે આ યજ્ઞની પૂર્ણાહુતિ થઇ છે, પરંતુ સાથે જ એક નવી રાષ્ટ્ર ચેતનાની શરૂઆત ઇ છે, જે આવનારી પેઢીઓ સુધી વિસ્તરતી રહેશે. જ્યાં સુધી આ શહીદ સ્મારક મોજુદ રહેશે, ત્યાં સુધી શહીદ દેવાભાઈની યાદી અને તેની બલીદાન ગાા લોકો વચ્ચે ગુંજતી રહેશે.

આ સ્મારક નિર્માણનાં પ્રયત્નમાંથી અન્ય ગામનાં લોકો પણ પ્રેરણા લઇ તેમના ગામમાં કોઈ શહીદ થયો હોઈ તો સ્મારક બનાવે તેવો મારો પ્રયત્ન ચાલુ રહેશે.Img 20181112 Wa0002 2આ પ્રસંગની પૂર્ણાહુતિએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ તમામ સ્વંયસેવકો અને યજ્ઞમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલ તમામનો સહહ્રદય આભાર માનેલ હતો.  ત્રણ દિવસ દરમિયાન વિવિધ રાજકિય તા સામાજિક આગેવાનો આ કાર્યક્રમમાં જોડાય અને  ભારત માતાનું પૂજન કરેલ હતું.

ભારતમાતાની પ્રતિકૃતિ અને પૂજનનો લાહવો એક ખુબજ અલગ પ્રકારનો પ્રયત્ન હોય લોકો માટે કાયમી સંભારણું બની ગયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.