બિગ બોસ સીઝન 13ના આ કન્ટેસ્ટન્ટનું નામ જોડાયું છે ઘણી ટીવી અભિનેત્રીઓ સાથે

363

આ વખતે બિગ બોસ સીઝન ૧૩માં ઘણા નવા નિયમો આવ્યા છે જે આગલી સીઝન કરતા થોડા અલગ છે. આ નવા નિયમોને લઈ દર્શકો દ્વારા ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વખતે એક વાત નવી છે કે આ વખતે એક પણ કોમનર્સને શોમાં સ્થાન આપવામાં આવ્યું નથી, આ વખતે બિગ બોસના ઘરે ફકત સેલેબ્સને જ સ્થાન આપવામાં આવ્યું છે.

આ વખતની સિઝનમાં અન્ય સેલેબ્સ સાથે સૌની નજર પારસ છાબરા પર પણ છે.  પારસ છાબરા હંમેશા તેના પ્રેમ સંબંધોને કારણે હેડલાઈન્સમાં રહે છે. રસપ્રદ વાત એ છે કે આ સીઝનમાં તેણે સલમાન ખાનની સામે પોતાને ‘સંસ્કરી પ્લે બોય’ તરીકે રજૂ કર્યો છે.

પારસ વિશે વધુ માં વાત કરીએ તો એ સ્પ્લિટ્સવિલા સીઝન પાંચનો વિજેતા રહી ચૂક્યા છે, સાથે જ કેટલીક ટીવી સિરિયલ ‘બઢો બહુ’, ‘કરણ સંગિની’, ‘નાગિન 3’ જેવા શોમાં તેના અભિનયથી પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા છે. આવો જાણીએ તેની કઈ કઈ સ્ત્રી મિત્ર સાથે અત્યાર સુધી નામ જોડાયા છે.

આકાંક્ષા પુરી :

પારસ છાબરા હાલમાં ‘કેલેન્ડર ગર્લ્સ’ જેવી ફિલ્મોમાં દેખાય ચૂકેલી અભિનેત્રી અંકશા પુરીને ડેટ કરી રહ્યો છે. આ વાત આકાંક્ષા પોતે જ અગાઉ જાહેરમાં સ્વીકારી ચુકી છે. પારસ, આકાંક્ષા સાથે વિદ્મહર્તા ગણેશમાં સહ કલાકાર રહી ચૂક્યા છે અને બંને ઘણીવાર સાથે જતા આવતાં અને હરતા ફરતા જોવા મળે છે. તેમની ડેટિંગ ૨૦૧૭માં શરૂ થઈ હતી, પરંતુ કોઈ કારણસર પાછળથી આ સંબંધ તૂટી ગયો.

પવિત્રા પુનિયા :

આકાંક્ષા પુરી સાથેના સંબંધો ને વિરામ આપવાના તબક્કા દરમિયાન,પવિત્રા એ પારસ છાબરાને ઈમોશનલ સપોર્ટ આપ્યો હતો. નગીન ૩માં એક સાથે જોવા મળેલા પવિત્ર પુનિયા અને પારસ છાબરા રિલેશનશિપમાં હતા ત્યારે ઘણીવાર સાથે ફરતા જોવા મળતા હતા. આ દરમિયાન,પવિત્રા એ તેના ઈન્સ્ટાગ્રામ પર પારસ સાથે રોમેન્ટિક પોઝમાં પડાવેલી તસવીર પણ શેર કરી હતી. પરંતુ તેનો સંબંધ બહુ લાંબો સમય સુધી ટકી શક્યા નહીં અને સંબંધોમાં કેટલી સમસ્યાઓ ના લીધે બન્ને છૂટા પાડી ગયા.

સારાખાન :

ટીવી શો બિદાઈમાં તેની ભૂમિકા માટે પ્રખ્યાત સારા ખાન અને પારસ છાપરા ઘણા સમયથી ચર્ચામાં છે. પરંતુ તેના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને બંને પરસ્પર સંમતિથી તૂટી પડ્યા. અલબત્ત, સારા ખાન પણ અગાઉ બિગ બોસના ઘરે રહી ચૂકી છે.

Loading...