Abtak Media Google News

તામિળ ફિલ્મ સ્ટાર કમલ હસને તેમની નવી રાજકીય પાર્ટી લોન્ચ કરી છે. તેમની પાર્ટીનું નામ તેમણે ‘મકકલ નીધિ મયમ’ રાખ્યું છે જેનો અર્થ લોકોનું ન્યાય કેન્દ્ર એવો થાય છે. તેમણે તેમની નવી પાર્ટીનો ધ્વજ લહેરાવ્યો હતો. તેમણે આ સમયે સંબોધન કરતા કહ્યું હતું, ‘હું તમારા માટે સાધન છું તમારો લીડર નથી’ આ સમયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમયે એક સવાલના જવાબમાં કમલ હસને કહ્યું હતું કે કોઈપણ વ્યકિતને ઈચ્છા અને સમય હોય તો તેણે રાજનીતિમાં આવવું જોઈએ. તેમણે પત્રકારોને કહ્યું હતું કે તેઓએ પણ રાજનીતિમાં આવવું જોઈએ. કમલ હસનનો જન્મ ૭ નવેમ્બર, ૧૯૫૪ના રોજ ચેન્નઈમાં થયો હતો. ૧૯૬૦માં છ વર્ષની વયે તેમણે કલાતુર કલમ્મા નામની ફિલ્મથી કરિયર શ‚ કરી હતી. તેમણે પ્રથમ વાણી ગણપતિ સાથે અને ત્યારબાદ અભિનેત્રી સારિકા સાથે લગ્ન કર્યા હતા. બંને સાથે તેમણે છુટાછેડા લીધા છે. સારિકા અને હસનની બે પુત્રીઓ છે શ્રુતિ અને અક્ષરા. કમલ હસને સપ્ટેમ્બર ૨૦૧૭માં જ પોતાના રાજકીય પક્ષ અંગે ઘોષણા કરી દીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.