Abtak Media Google News

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ગુરુવારે ટ્વિટર પર એક કાશ્મીરના વિદ્યાર્થીને ભૂગોળ શીખવ્યુ હતું. વાત એવી હતી કે, ફિલીપાઈન્સમાં રહીને મેડિકલનો અભ્યાસ કરી રહેલા એક કાશ્મીરી વિદ્યાર્થીએ નવા પાસપોર્ટ માટે સુષ્મા પાસે મદદ માગી હતી. પરંતુ તેની પ્રોફાઈલમાં તેના લોકેશનમાં ‘ભારતના કબજાવાળું કાશ્મીર’ એવુ લખ્યું હતું. આ જોઈને સુષ્માએ પહેલાં તેને લોકેશન ઉપર વિરોધ વ્યક્ત કર્યો હતો, ત્યારપછી વિદ્યાર્થીએ તેના લોકેશનમાં ફેરફાર કર્યો હતો, જેથી સુષ્માએ ખુશી વ્યક્ત કરી હતી.

આ સ્ટૂડન્ટનું નામ શેખ અતીક છે.અતીકે ગુરુવારે સવારે 6 વાગે ટ્વિટ કરીને વિદેશ મંત્રીને કહ્યું- મારો પાસપોર્ટ ડેમેજ થઈ ગયો છે, તેથી હું ભારત નથી આવી શકતો. મારે મેડિકલ ચેકઅપ માટે ભારત આવવું છે. મે એક મહિના પહેલાં તેની અરજી કરી છે. પરંતુ અત્યાર સુધી કોઈ જવાબ નથી મળ્યો. તમે આ પ્રોસેસમાં સ્પીડ આવે તે માટે મારી મદદ કરી શકો છો.સુષ્માએ અઢી કલાક પછી જવાબ આપ્યો.

ભારતના કબજાવાળું ભારત એવી કોઈ જગ્યા નથી.ટ્વિટર પર જવાબ આપવા માટે ઓળખાતા સુષ્મા સ્વરાજે વિદ્યાર્થીને અઢી કલાક પછી રિપ્લાય આપ્યો હતો. અને કહ્યું હતું કે, જો તમે જમ્મુ-કાશ્મીર રાજ્યમાંથી છો તો અમે ચોક્કસ તમારી મદદ કરીશું. પરંતુ તમારી પ્રોફાઈલ કહે છે કે, તમે ભારતના કબજાવાળા કાશ્મીરમાંથી છો. તો ભારતમાં આવી કોઈ જગ્યા નથી.સ્વરાજના ટ્વિટ પછી તુરંત વિદ્યાર્થીએ તેની પ્રોફાઈલમાંથી ભારતના કબજાવાળું કાશ્મીર તેવુ હટાવી દીધું હતું. ત્યારપછી સુષ્માએ ખુશી વ્યક્ત કરી હતીને મનાલીના ભારતીય એમ્બેસેડરને તેમની મદદ કરવાનું કહ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.