Abtak Media Google News

ભારતના શેર માર્કેટમાં ટ્રેડ બીઝનેસમાં એક માત્ર કંપની કે જે એનસીડીએસની ૧૦૦ ટકા માન્યતા પ્રાપ્ત કંપની છે જે વર્ષ ૨૦૧૮-૧૯ માં ૫૧.૫૭ ટકા વૃઘ્ધી સાથે ૬૨.૩૨ કરોડના વેપાર સાથે તેમણે આ વર્ષ દરમ્યાન ૧૭.૫ ટકા ટ્રેડ વૃઘ્ધી કરી છે અને ટ્રેડની સંખ્યા ૩૭,૨૬,૭૬૧ સુધી પહોંચી છે.

એનસીડીએકસ ઇ માર્કેટ લીમીટેડ કે જે એનસીડીએકસ સમુહની સંપૂર્ણ માન્યતા વાળી ભારતની એકમાત્ર ઇ માર્કેગ અને સેવા કં૫ની છે. (એનઇએમએલ પહેલાનું નામ છે એનસીડીએકસ સ્પોટ એકસચેંજ) જેના દ્વારા કંપનીના વેપાર અને રેવન્યુમાં ચોખ્ખો લાભ અસાધારણ સફળતા સાથે પ્રાપ્ત કર્યો છે. કંપની આ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માં વર્ષ દર વર્ષ ૫૧.૫૭ ટકા વૃઘ્ધી સાથે ૬૨.૩૨ કરોડ નો વેપાર કર્યો જેમાં ટ્રેડની સંખ્યા ૩૭,૨૭૬૧ પહોંચી. જે ૧૭.૧ ટકા વૃઘ્ધી દર્શાવે છે.

વિશ્વાસ પાત્ર સ્ટાફની જહેમતથી એન.ઇ.એમ.એલ. એન.સી.ડી. એકસની સહાયક કંપનીને દસ વર્ષના ઓછા ગાળામાં એપીએમસી પરીસરમાં સોફટવેર અને યાંત્રીક જાણકારી જેવી બધી જ બધાઓ ને દુર કરી દીધી છે. ઇ માર્કેટ પર વેચાતી વસ્તુઓ (કોમોડીટીઝ) દાળ,

ખાદ્યતેલ, તલ, અનાજ, ઘઉ અને ચાનો સમાવેશ થાય છે. આનું પરિણામ (વોલ્યુમ) (ઇ માર્કેટ દ્વારા કરવામાં આવેલ કુલ ટ્રેડ ના સંબંધમાં ) દ્વિતીય વર્ષ ૨૦૧૮માં વેચાણ ૩૧,૮૩,૨૫૩ સોદાઓ ની સરખામણીએ ૨૦૧૯ માં ૩૭,૨૬,૭૬૧ ટ્રેડ નોંધાયા છે જે ૧૭.૫ ટકા વધારો નોંધાવે છે.

૩૧ માર્ચ ૨૦૧૯ ના રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષ માટે  એનઇએમએલ્ટ નો વેપાર, નાણાકીય વર્ષ ૨૦૧૮ માં રૂા ૪૧.૧૧ કરોડની સરખામણી ૫૧.૫૭ ટકા સુધી વધીને રૂા ૬૨.૩૨ કરોડ સુધીનો રહ્યો. ઇબીઆઇડીટીએ નાણાકીય વર્ષ ૨૦૧૮ માં રૂા ૫.૦૭ ટકાની સરખામણીએ ૨૮૫.૫૭ ટકા સુધી વધી રૂા ૧૯.૫૫ કરોડ રહ્યો. ૩૧ માર્ચ ૨૦૧૯ એ સમાપ્ત થતા નાણાકીય વર્ષ માટે પીએટી નાણાકીય વર્ષ ૨૦૧૮ માં રૂા ૧.૭૦ કરોડની સરખામણીએ ૫૭૭.૬૨ ટકા સુધી વધી રૂા ૧૧.૫૫ કરોડ રહ્યો છે. જે ૧૧.૫૫ કરોડનો નફો દર્શાવે છે. જયારે ઇબીઆઇડીટી એ મોજીન ૩૧.૩૭ ટકા રહ્યો જયારે પીએટી માંજીન ૧૮.૫૩ ટકા રહ્યો છે.

જયારે કંપનીની આ સફળતા માટે કંપનીના સીઇઓ રાજેશ સિન્હાએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૧૯ ની ઉત્કૃષ્ટ પ્રાપ્તિ તથા વધુ માત્રામાં થયેલ નિકાસને લીધે ટીમ એનઇએમએલમાં શકિતનો સંચાર થયો છે. ઇ માર્કેટસના પ્લેટફોર્મ પર નકકી થયેલ અસાઘ્ય ટ્રેડસની સંખ્યા, દર મહિને થતા સફળ વેપાર, ઇબી આઇડીટીએસ તથા પીએટી જેવા વિભિન્ન માંજીન્સમાં બહુ જ મોટો સુધાર જોવા મળ્યો છે. આ વેલ્યુ ચેન ને વધાર્યા વિના બજારનું રુપાન્તરણ વૈશ્ર્વીક બજારોની સ્પર્ધા તથા સેવા પ્લેટફોર્મના મામલામાં વધુ મહત્વપૂર્ણ માની શકાય છે. આ સફળતાને ઘ્યાને રાખી હું કંપનીના તમામ સ્ટોક હોલ્ડર્સ ને તેમના વિશ્ર્વાસ અને સહયોગ માટે ધન્યવાદ દેવા માંગુ છું.  પ્રાઇમરી કૃષિ બજાર, તાજા ફળ અને શાકભાજી સાથે ડેરી જેવા ક્ષેત્રોમાં ઘણા મહત્વપૂર્ણ પગલુ રવાથી અમે દેશમાં વ્યાપારીક મહત્વ વધાયું છે.

આ દરમ્યાન કંપનીએ ૧ કરોડ ખેડુતો તથા જાગૃત ગ્રાહકોનો વિશ્ર્વાસ પ્રાપ્ત કર્યો છે સ્પોટ તથા ડેરિવેજીસ સહિત ભારતના કોમોડીટી ટ્રેડીંગ બજારોમાં વર્તમાન નીતી પ્રમાણે તથા ઇ બજારમાં વૃઘ્ધીના નવા સંભવિત ચરણો સાથે એનઇએમએલ નજીકના સમયમાં ઇ બજારો તથા સેવાના ક્ષેત્રમાં પોતાનું મહત્વ પૂર્ણ સ્થાન બનાવવા માટે આગળ પડતું રહ્યું છે.

એનઇએમએલ તથા તેના ઉત્પાદનોની વધુ જાણકારી માટે ડબલ્યુ ડબલ્યુ એનઇએમએલ ઇન પર વેબસાઇટ પર જોઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.