નવરાત્રી શરૂ થવા પાછળની પૌરાણિક કથા

‘નવરાત્રી’ વિવિધ તહેવારો પૈકીનો સૌથી મોટો તહેવાર

નવ દિવસ દરમિયાન ભગવતીના નવ અલગ અલગ સ્વરૂપોની કરવામાં આવતી પૂજા-અર્ચના

દેશભરમાં પારંપરિક હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવતુ સૌથી મોટુ અને મહાન પર્વ એટલે નવરાત્રી. ગુજરાતી કેલેન્ડર મુજબ વર્ષભરમાં ચાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જે પૈકી કાર્તિકી નવરાત્રી, ચૈત્રી નવરાત્રી અને આસો અથવા શારદીય નવરાત્રી, માહી નવરાત્રીમાં નવદૂર્ગાની આરાધનાનું અનેરુ મહત્વ છે. ‘મા’ નવદૂર્ગા જગત જનની છે. જે પોતાના બાળકો, અને ભકતજનોની દેખરેખ માટે હમેશા ડુંગરની ટોચ પર બિરાજે છે. જેમકે ગુજરાતમાં ચોટીલા ડુંગર પર ચામુંડા માતાજી, પાવાગઢ ડુંગર પર માં મહાકાળી, અંબાજીમાં ગબ્બરની ગોખ વાળીમાં અંબા તથા કોયલા ડુંગરવાળી માં હરિસિધ્ધિ પ્રસિધ્ધ યાત્રાધામો છે. અહીં હજારો શ્રધ્ધાળુઓ દૂર-દૂરથી ‘મા’ના આંગણે અનેક માનતાઓ લઇને આવે છે. અને ‘માં’ પોતાના બાળકોની દરેક ઇચ્છા પૂર્ણ કરે છે.

પ્રતિવર્ષ આસો સુદ એકમથી શરૂ થતી આસો જેને શારદીય નવરાત્રીના નામથી પણ ઓળખાય છે, તે માં અંબાની આરાધનાનું આ પર્વ આમતો શ્રાધ્ધના દિવસો પૂર્ણ થયે તુરંત શરૂ થઇ જાય છે. પરંતુ આ વર્ષે અધિક આસો માસ હોવાથી  આ અંભવ નથી બની શકયુ.

શારદીય નવરાત્રીનું શું મહત્વ છે. અને તેની પાછળ કઇ પૌરાણિક કથા છે. તે જાણવા માં ના ભકતો હર હંમેશા ઉત્સુક હોય છે. તો ચાલો જાણીએ ધર્મગ્રંથો અને પૌરાણિક માન્યતા અનુસાર શારદીય નવરાત્રી દરમિયાન માં ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય હોય છે. નવરાત્રીના પાવન દિવસોના પ્રત્યેક દિવસે માંના વિવિધ રૂપોની પૂજા થાય છે. જે પોતાના બાળકોને ખૂશી, શક્તિ અને જ્ઞાન પ્રદાન કરે છે.

નવારાત્રીનો દરેક દિવસમાં ના વિશિષ્ટ રૂપને સમર્પિત છે. અને દરેક દૈવી સ્વરૂપની કૃપાથી અલગ અલગ પ્રકારના મનોરથ પૂર્ણ થાય છે.

શાસ્ત્રોમાં નવરાત્રી પર્વ મનાવવાની બે પૌરાણિક કથા છે, એ પૈકી પ્રથમ કથા અનુસાર મહિષાસુર નામો એક રાક્ષસ હતો જે બ્રહ્માજીનો મોટો ભકત હતો તેણે પોતાના તપ દ્વારા બ્રહ્માજીને પ્રસન્ન કરીને એક વરદાન મેળવી લીધુ, જેમાં તેને કોઇ દેવ, દાનવ અથવા પૃથ્વી પર રહેનાર કોઇ મનુષ્ય મારી ન શકે. પણ વરદાન મેળવતાની સાથે તે નિર્દથી થઇ ગયો અને ત્રણેય લોકમાં અત્યાચાર ગુજારવા લાગ્યો તેના અત્યારથી પરેશાન થઇને દેવી દેવતાઓએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સાથે મળીને માં શકિતના રૂપમાં દુર્ગાને જન્મ આપ્યો અને માં દુર્ગા તથા મહિષાસુર વચ્ચે નવા દિવસ સુધી ભયંકર યુધ્ધ થયું અને દસમાં દિવસે માં દુર્ગાએ મહિષાસુરનો વધ કરી દીધો આ દિવસને અચ્છાઇ પર બુરાઇની જીત તરીકે મનાવાય છે.અન્ય એક પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રીરામે લંકા પર અકમણ કરતા પહેલા અને રાવણની સાથે થનારા યુધ્ધમાં જીતવા માટે શકિતની દેવી માં ભગવતીની આરાધના કરી હતી. રામેશ્ર્વરમમાં શ્રીરામજીએ નવદિવસ સુધી માતાની પૂજા કરી હતી. અને તેની ભક્તિથી પ્રસન્ન થઇને માં એ શ્રીરામને લંકામાં વિજયપ્રાપ્તિનો આર્શીવાદ આપ્યો હતો. દશમા દિવસે ભગવાન રામે લંકા નરેશ યુધ્ધમાં હરાવી વિજય પ્રાપ્ત કર્યો હતો. ત્યારથી આ દિવસને દશેરા સિવાય વિજયાદશમી તરીકે મનાવાય છે.

Loading...