ગરીબની કસ્તુરીએ જગતના તાતને રડાવ્યા

ડુંગળીમાં નિકાસની સ્થિતિએ…

માળખાગત સુવિધાનો અભાવ અને નિકાસ પોલીસીની ઢીલી નીતિથી માંગ-પુરવઠાની રમતમાં ડુંગળી અવાર-નવાર ગૃહિણી અને સાથો સાથ ખેડૂતોને પણ રડાવે છે

ડુંગળીમાં માંગ અને પુરવઠાની પોલીસીમાં દાખવાયેલી બેદરકારીના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો હોવાનો ઈતિહાસ ફરીથી રીપીટ થયો છે. ડુંગળી અવાર-નવાર ગૃહિણીઓને તો રડાવતી જ હોય છે. સાથો સાથ ખેડૂતોને પણ પૈસે ટકે નુકશાન પહોંચાડે છે. જેની પાછળ સરકારની નીતિ જવાબદાર છે. ગત જાન્યુઆરી મહિનામાં માંગ વધુ હોવાથી ડુંગળીના ભાવ ૧૦૦ રૂપિયાથી વધી ગયા હતા. પરિણામે સરકારને બહારથી ડુંગળી આયાત કરવી પડી હતી. દરમિયાન એકા-એક સ્થાનિક ઉત્પાદનનો જથ્થો પણ બજારમાં આવતા ડુંગળીના ભાવ ગગડી ગયા હતા. તુર્કી સહિતના દેશોમાંથી મંગાવાયેલી ડુંગળી સરકારે ૬૦ રૂપિયા કિલો આપવાની તૈયારી કરી હોવા છતાં કોઈ લેવાલ મળતું ન હતું. જે ડુંગળીએ એક સમયે સફરજનની સાઈડ કાપી હતી. તે જ ડુંગળીના ભાવ એકાએક ગગડી ગયા હતા. નિકાસ પોલીસીની અસમંજસતા અને ગોડાઉન સહિતના ઈન્ફ્રાસ્ટ્રચરના અભાવને કારણે અનેક વખત ડુંગળીના ભાવ ગગડી જતા હોય છે. અથવા એકા એક આસમાને આંબી જતા હોય છે.

રાજકોટના જુના માર્કેટીંગ યાર્ડ ખાતે ડુંગડી વેચવા આવેલા ખેડૂતો હાલ મફતના ભાવે ડુંગળી વેચવા  મજબુર બન્યા છે. ખેતરમાં શિયાળુ, ઉનાળુ કે ચોમાસુ જોયા વિના તનતોડ મહેનત કરી જગતનો તાતને તેની પડતર કિંમત પણ ન ઉપજે તો તેવા સંજોગોમાં તેમને રોવાનો વારો આવે છે. હાલના સંજોગોમાં ડુંગળીના ભાવ પ્રતિ મણ રૂ. ૧૦૦ ઉપજી રહીયા છે. ત્યારે ખેડુતોને ડુંગળીના ભાવ પ્રતિ કિલો રૂ. પ પણ નથી મળી રહ્યા જેથી ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ હોટલ, રેસ્ટોરન્ટ બંધ હોવાથી તેમજ ટ્રાન્સ્પોટેશન બંધ હોવાને કારણે ડુંગળીની માંગમાં નોંધ પાત્ર ઘટાડો નોંધાયો છે. જેના પરિણામે હાલ આ પ્રકારની પરિસ્થિતિનો નિર્માણ થયું છે. અને ડુંગળી જગતના તાતને રડાવી રહી છે.

બંપર પાક અને નિકાસ નહીંવત જેના પરિણામે ડુંગળીના ભાવ તળિયે:

વેપારીડુંગળીના ભાવ તળીએ જવા પાછવનું કારણ એ છે કે ડુંગળીની આવક ખુબ વધી ગઇ છે. જેનાથી હાલ ખરીદનાર ઓછા મળતા હોવાથી ભાવમાં ઘટાડો આવ્યો છે. જે ડુંગળી ખેડુતને ડુંગળીનો ભાવ ૧૦૦ થી ૧પ૦ રૂપિયા  આવે તો જ વધે ૧૦૦ થી નીચેના ભાવ આવવાથી ખેડુતોને ખોટ જાય, નાસિક બાજુ પણ હાલ ડુંગળીની આજ સ્થીતી છે. ત્યાં પણ પ થી ૬ રૂપિયા કિલો ડુંગળી વહેચાઇ છે. ડુઁગળીના ભાવમાં અતિશય ઉછાળો ત્યારે જ આવે છે જયારે ડુંગળીનો પાક મોટા પ્રમાણમાં ફેલ ગયો હોય છે હાલ રાજકોટ યાર્ડમાં ડુંગળીની હરરાજી બંધ છે. ત્યારે ખેડુતો છતાં પણ ડુંગળીની આવક કરે છે દરેક રાજયમાં ડુંગળીની આવક સારી થઇ હોવાથી હાલ ભાવ આવા જ રહેશે.

ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા સબસિડી આપવા રાજય સરકારને રજૂઆત કરાશે: ડી.કે. સખીયા

આ તકે રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગત વર્ષમાં ડુંગળીના ભાવ આસમાને પહોચ્યા હતા. રૂપિયા બે હજારથી માંડી રપ૦૦ સુધી ડુંંગળી વેચાઇ હતી તે બાબતથી આપણે સૌ વાકેફ છીએ અર્થશાસ્ત્રની નિયમ છેે કે આવક વધવાથી ભાવ ઘટે છે. ત્યારે રાજકોટ યાર્ડ ખાતે ડુંગળીની આવક વધતાં ભાવ નીચા ગયા છે. માર્કેટીંગ યાર્ડનું કાર્ય મઘ્યસ્થી તરીકેનું હોય છે. યાર્ડ દ્વારા કોઇ ભાવમાં ફેરફાર કરી શકાય નહી હાલ રાજકોટ માકેટીંગ યાર્ડ શરુ રાખવાનું એક કારણ  છે કે ખેડુતોનું ડુંગળી વહેચાય અને અમેને આવી સ્થીતીમાં આવક પણ ચાલુ રહે. પાકમાં ભાવવધારાની જો કોઇ પ્રશ્ર્ન હોય તો એ રજુઆત કલેકટરને કરવાની હોય છે. માર્કેટીંગ યાર્ડ માં નહી. જયારે પાક વિમાની વાત હતી તો કિશાન સંઘ દ્વારા માકેટીંગ યાર્ડ ખાતે ઉપવાસ કરવા બેઠયા હતા. ખરેખર પાક વિમો સરકાર આપે છે. ડુંગળીના ભાવ વધારા માટે અમને શાંતિથી વાત કરી હોત તો અમો પણ સહકાર આપત અને ડુંગળી ખરીદી માટે સબસીડી આપત કિશાન સંઘ દ્વારા નાટક કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા ડુંગળી ૧૮૦૦ થી ર૦૦૦ રૂપિયામાં વહેચાણી ત્યારે ખેડુતોને લાગ્યું કે ભાવ સારા રહેશે માટે ખેડુતોએ મોટી સંખ્યામાં વાવેતર  કર્યુ. જેથી ઉત્૫ાદન વઘ્યું અને આવક વધારે થવાથી ભાવ ઘટયો ખેડુતોએ પોતાના ખેતરમાં ફકત એક જ વસ્તુ ન વાવવી જોઇએ. મગફળી, કપાસ એમ અલગ અલગ જેથી તેમને દરેક વસ્તુનો ભાવ મળી રહેશે.

Loading...