વાંકાનેરના મેસરીયા ગામે પ્રેમ પ્રકરણના કારણે યુવાનની હત્યા

155

બહેનના પ્રેમીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતરાનાર શખ્સની ધરપકડ

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના કોળી યુવાનની પ્રેમ પ્રકરણના કારણે પ્રેમીકાના ભાઇએ છરીના ઘા ઝીંકી પ્રેમી યુવકની હત્યા કરી ફરાર થયા બાદ તેની પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી છરી કબ્જે કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મેસરીયા ગામે રહેતા અને મજુરી કામ કરતા વિજય છગનભાઇ રાઠોડ નામના કોળી યુવાનની તેના જ ગામના જયંતી મેરા રાઠોડ નામના શખ્સે હત્યા કર્યાની સંજય છગનભાઇ રાઠોડે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. શક્તિસિંહ ગોહિલ સહિતના સ્ટાફે જયંતી રાઠોડની ધરપકડ કરી છે.

મૃતક વિજય રાઠોડને તેના જ ગામની રંજન ઉર્ફે ગુડ્ડી સાથે પ્રેમ સંબંધ હોવાથી રંજન ઉર્ફે ગુડ્ડીનો ભાઇ જયંતી મેરા રાઠોડ નારાજ હતો પોતાની બહેનને ન મળવા અંગે આ પહેલાં ઠપકો પણ આપ્યો હોવા છતાં પ્રેમ સંબંધ રાખતા વિજય રાઠોડને મેસરીયાના વિનુ કાનાના બંધ મકાને વિજય રાઠોડને બોલાવ્યા બાદ છરીના ઘા ઝીંકી હત્યા કરી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું હતું.વાંકાનેર તાલુકા પી.એસ.આઇ. એસ.એ.ગોહિલ સહિતના સ્ટાફે જયંતી મેરા રાઠોડ નામના શખ્સની ધરપકડ કરી છે.

Loading...