Abtak Media Google News

સગીરાનું ગળુ કાપી અને યુવાનને પેટમાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયા

કચ્છના અબડાસા તાલુકાના નાનકડા અને અંતરિયાળ  વરાડીયામાં સગીરા અને યુવાનની કરપીણ હત્યા થતા ચકચાર મચી જવા પામી છે ગામની અવાવરું વાડીના ડેલા પાસેથી બંને ના મૃતદેહ મળી આવ્યા છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર,૧૭ વર્ષીય સગીરાનું ગળું કાપીને જ્યારે ૩૮ વર્ષીય યુવાનને પેટમાં છરિના સાત ઘા ઝીંકી ખૂન કરાયું છે વરાડીયામાં રહેતા ઇશાક આમદ મંધરા (ઉ.વ.૩૮) અને ૧૭ વર્ષીય સગીરા ની હત્યા કરાઈ છે. બંનેના મૃતદેહ અવાવરું વાડીના ડેલા પાસેથી મળી આવ્યા છે બનાવના સ્થળેથી પોલીસને છરીઓ મળી આવી છે.મોડી સાંજ સુધી કિશોરી ઘરે પરત ન આવતા તેની શોધખોળ કરાઈ હતી જે દરમિયાન ગામની અવાવરું વાડી પાસેથી લાશો મળી આવી હતી બનાવ ક્યાં સંજોગોમાં બન્યો તે અંગે પોલિસે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.