રાપરના ટગા ગામના આગેવાનની હત્યાથી હિન્દુ સમાજ હિજરત માટે મજબૂર

ગેરકાનુની પ્રવૃતિ સામે અવાજ ઉઠાવનારને જ નિશાન બનાવાય છે

હિન્દુ યુવા સંગઠનની કચ્છ કલેકટરને રજૂઆત

જેહાદી માનસિકતા ધરાવતા લોકોને પકડી શાંતિ સ્થાપવા માંગ

રાપર તાલુકાના ટગા ગામે હિન્દુ આગેવાન સનાભાઇ રબારીની હત્યાથી ગામના હિન્દુઓ પલાયન થવા મજબૂર બન્યાનું જણાવી હિન્દુ યુવા સંગઠનના અગ્રણી રધુવીરસિંહ જાડેજાએ જિલ્લા કલેકટરને વિસ્તૃત આવેદન પત્ર પાઠવી હિન્દુ સમાજને સુરક્ષા પુરી પાડવા માંગ કરી છે.

કચ્છ એક સરહદી જિલ્લો છે અને પાકિસ્તાનથી નજીક આવેલ છે. અવાર નવાર કચછ જિલ્લાથી ડ્રગ્સ, અવૈધ હથિયારો પકડાતા રહે છે અને દેશ વિરોધી પ્રવૃતિઓ થતી રહે છે. આવી પ્રવૃતિથીની વચ્ચે છેલ્લા ૩પ મહિનામાં ૧૪ જેટલા હિન્દુઓની મુસ્લિમ વ્યકિતઓ દ્વારા જુથ બનાવી હત્યા કરવામાં આવી છે. આવી ઘટનાઓથી સરહદી ક્ષેત્રમાં હિન્દુઓની વસ્તી ઓછી થઇ રહી છ  જેથી  ભયનો માહોલ છે અને વિસ્તારમાં હિન્દુ જન સમુદાય પલાયન કરવા મજબૂર બન્યો છે તેમ હિન્દુ યુવા સંગઠનએ જણાવ્યું હતું.

આ પરિસ્થિતિની વચ્ચે તા. ૨૩-૭-૨૦૨૦ ના રોજ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ટગા ગામે હિન્દુ રબારી આગેવાન અને પૂર્વ સરપંચ સનાભાઇની હત્યા ર૮ મુસ્લિમોએ યોજના પૂર્વક કરી નાખી, હિન્દુઓની અલ્પ સંખ્યા ધરાવતા ટગા ગામમાં અત્યારે ભયનો માહોલ છે. સનાભાઇ ટગા ગામના પૂર્વ સરપંચ હતા. ગૌ રક્ષા તેમજ ટગા ગામ અને ગામની આજુબાજુમાં થતી ખનીજ ચોરી વિરૂઘ્ધ અવાજ ઉઠાવતા હતા. જેના લીધે ત્યાંના સ્થાનિક અસમાજિક તત્વો તેઓની વિરૂઘ્ધ હંમેશા ષડયંત્ર કરતા હતા અને આગેવાનને જીવથી હાથ ઘોવા પડયા છે.

૨૦૧૭માં સનાભાઇ રબારીની દીકરીનું અપહરણ પણ ગામના જ વિધર્મી દ્વારા કરવામાં આવ્યું હતુ આવી ઘટનાઓ ઉપરથી સાબિત થાય છે કે ટગા ગામમાં નથી હિન્દુ સુરક્ષિત કે નથી હિન્દુ બેન દિકરીઓ સુરક્ષિત. દીકરીના રક્ષણ માટે અવાજ ઉપાડનાર સનાભાઇના મોટાભાગના હત્યારાઓ આજે પણ પોલીસની પકડથી દૂર છે. જેથી ટગા ગામના હિન્દુઓ  ભયભીત છે. જેહાદી માનસિકતા ધરાવતા ઇસમોને પોલીસ પકડે અને ટગા ગામના હિન્દુઓને સુરક્ષા આપે એવી માંગ થઇ છે.

ડ્રગ્સની હેરાફેરી, અવૈધ ખનીજ ખનન, અવૈધ હથિયારોની હેરફેર અને ગેરકાનુની ધંધાઓ થકી સમૃઘ્ધ થયેલા આવા લોકો હવે માત્ર કચ્છ માટે જ નહીં પરંતુ આખા દેશ માટે ખતરારૂપ બન્યા છે. આવા લોકો સામે તાકીદે કડક કાર્યવાહી થાય એ જ દેશ અને કચ્છના હિતમાં તેમ હિન્દુ યુવા સંગઠને જણાવાયું હતું.

આવા અસમાજિક લોકોને શરણ અને રક્ષણ, કહેવાતી સમાજના રક્ષણ માટે બનેલી કથિત હિત રક્ષક સમિતિ આપી રહી છે. જેના મોટાભાગના લોકો પણ આવી અસમાજિક પ્રવૃતિઓમાં સીધા કે આડકતરી રીતે જોડાયેલા છે.સમાજના હિતના નામે યેનકેન પ્રકારે આવેદન પત્રો આપીને કે અભણ જનસમુહને ભેગો કરીને કયાંક ને કયાંક પોલીસ ઉપર પણ દબાણ ઉભું કરીને આવા ગુનેગારોનો બચાવ કરી રહી છે.તેમજ કચ્છના ગુનેગારોને સાંતલપુર વારાહી, કચ્છ અને રાધનપુરાના વિસ્તારોમાં રક્ષણ તેમજ પાટણ જિલ્લાના ગુનેગારોને કચ્છમાં શરણ અને સુરક્ષા આપવાની અસમાજિક પ્રવૃતિ ખીલી ઉઠી છે. જેમાં પણ આવી સંસ્થાઓ સામેલ છે.

અમારી સંસ્થા તથા હિન્દુ સમાજની એવી માંગ છે ટગા ગામના હિન્દુ આગેવાન સનાભાઇના હત્યારાઓને ત્વરિત પકડવામાં આવે અને કચ્છ પ્રદેશને ગુનેગારોનું સ્વર્ગ બનાવીને બેઠેલા લોકોથી મુકત કરાવવામાં આવે તેમ હિન્દુ યુવા સંગઠને જણાવ્યું છે.

કચ્છ જિલ્લામાં છેલ્લા ૩પ માસમાં ૧૪ હિન્દુઓની હત્યા

૨૦૧૭ માં રમુ ખીમજી કોળી,૨૦૧૮માં  મનજી વાઘજી ગરવા, ધર્મેન્દ્રસિંહ રાજપૂત, ભરત આહીર, મંગલ આહિર, ચેતનન આહીર,

ભાર્ગવ આહીર,  કલુભા રતનસિંહ જાડેજા,૨૦૧૯ માં મહેશ કોળી, મનીષ ભરતપાલ, નારણભાઇ લાભભાઇ આહીર,૨૦૨૦ માં કૃપાલસિંહ બહાદુરસિંહ જાડેજા,રામજી પ્રેમજી જોગી,સનાભાઇ રબારી

બ્રાહ્મણોનું પંડયાગઢ ગામ ખાલી થઇ ગયું

ટગા ગામ નજીક જ આવેલા પંડયાગઢ ગામે અગાઉ બ્રાહ્મણોની વસ્તી હતી જયાં અસામાજીક તત્વો ખનીજ માફીયાઓના ત્રાસથી ગામમાંથી મોટાભાગના બ્રાહ્મણ પરિવારો હિજરત કરી ગયા છે અને હવે ગામમાં માત્ર ચારથી પાંચ બ્રાહ્મણ પરિવારો જ છે. આ પરિવારો અહીં જમીન ધરાવે છે. માલ મિલ્કત પણ ધરાવે છે. ગામમાં અસામાજીક તત્વો પોતાની ધાક જમાવવા અને ગામ ખાલી થાય તેવા પ્રયાસો કરતા હોવાની કલેકટરને રાવ થઇ છે.

સનાભાઇ રબારીએ અવાજ ઉઠાવતા હત્યા થઇ

ટગા ગામના હિન્દુ સમાજના આગેવાન સનાભાઇ રબારી ગામમાં તથા આસપાસમાં થતા ગેરકાયદેસર ખનીજ ચોરી અસામાજીક પ્રવૃતિ તથા હથિયાર, કેફી પદાર્થોની હેરાફેરી સહિતની પ્રવૃતિ સામે અવાજ ઉઠાવ્યા અને કલેકટર સમક્ષ આવેદન આપી રજુઆત કરતા તેમની હત્યા કરી ગામના અવાજને કાયમી બંધ કરી દેવાયો હતો.

Loading...