Abtak Media Google News

પ્રેમિકાની સગાઇ થતા પ્રેમી મળવા ગયાની મંગેતરને જાણ થતા છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું

જૂનાગઢના ટીંબાવાડીના બાવાજી યુવાન અને ગાંધીગ્રામના ફનવર્લ્ડ પાસે રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ પ્રેમિકાની સગાઇ થતા તેણીને મળવા પ્રેમી ગયાની મંગેતરને જાણ થતા છરીના ઘા ઝીંકી વાગ્દતાના પ્રેમીની હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ટીમ્બાવાડીમાં રહેતા મહાદેવગીરી રાજનગીરી મેઘનાથી નામના બાવાજી યુવાનને ગાંધીગ્રામ વિસ્તારના ફનવર્લ્ડ પાસે જયદીપ રમેશ મેઘનાથી નામના શખ્સે છરીના ઘા ઝીંકી હત્યા કરિયાની રાજનગીરી નરોતમગીરી મેઘનાથીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક મહાદેવગીરી મેઘનાથીને કિંજલ નામની બાવાજી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને તેણીની સગાઇ રમેશ મેઘનાથી સાથે થતા મહાદેવગીરી મેઘનાથી પોતાની પ્રેમિકા કિંજલને મળવા માટે ગતરાતે ગયો હોવાની કિંજલના મંગેતર રમેશ મેઘનાથીને જાણ થતા તે છરી સાથે ગાંધીગ્રામ વિસ્તારમાં ઘસી ગયો હતો અને મહાદેવગીરીને આડેધડ છરીના ઘા ઝીંકી દેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.કે.વાઘેલા સહિતના સ્ટાફે રમેશ મેઘનાથી સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.