Abtak Media Google News

ડ્રેનેજ હોલ્સ કલીનિંગની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ

પુરની પરિસ્થિતિને પહોંચી વળવા બોટ સહિતની બચાવ સામગ્રીનું મેઇન્ટેનન્સ થઈ ગયું

ચોમાસામાં વરસાદી પાણીના કારણે લોકોને હાલાકી ન પડે તે માટે રાજકોટ મહાનગરપાલિકા સજજ છે. ઠેર-ઠેર પાણી ભરાવવા સહિતના પ્રશ્ર્નો આ વર્ષે ઉભા ન થાય તે માટે તૈયારી કરાઈ છે.Vlcsnap 2018 06 15 18H40M00S215 1

અબતક સાથેની પ્રિ-મોનસુન કામગીરી અંગેની વાતચીત દરમિયાન મ્યુનિસીપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું છે કે, ગઈ વખતે વરસાદના કારણે કેટલા બધા વિસ્તારોમાં પાણીનો પ્રશ્ર્ન હતો અને લગભગ ૫૬ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ વખતે લગભગ આપણે વરસાદની આફત સામે પ્રસ્તુત છીએ. ખાસ કરીને લગભગ ૬૦૦૦ થી ૭૦૦૦ વધારે ડ્રેનેજ હોલ્સને સ્ટ્રોમ વોટર લાઈનના મેન હોલ્સને કલીન કરવામાં આવ્યા છે. ૧૦૦% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેની સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેઈન ટુંક લાઈન કોઈ પણ હિસાબે બંધ ના રહે તે માટે સફાઈ કરવામાં આવેલ છે.Vlcsnap 2018 06 15 18H40M19S159

ત્રીજી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આપાતકાલીન વ્યવસ્થા છે તેના માટે રાજકોટ ગઈ વખતે બોટ અને બીજુ વ્યવસ્થાપન પુરતુ ન હતું અને આ વખતે બોટ રીપેર અને મેઈન્ટેન્નસ કરવામાં આવ્યું છે. અત્યારના સંજોગોમાં આ રાજકોટના કેટલા વિસ્તારમાં રોડ અને ચોકના ઉંચાઈના કારણે પાણી એક વિસ્તારથી બીજી જગ્યાએ વહેણમાં અવરોધ પૂર્ણ હતું. તે ત્રણેય ચોક મવડી ચોક, રૈયા ચોક અને અન્ય ચોક અને રસ્તાઓને નીચા કરવામાં આવેલ છે. જેને લીધે પાણી આગળ નીકળી શકે અને કોઈપણ જગ્યામાં અવરોધ ના રહે તેની સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૫ જેટલા સ્થળોમાં અનુધ્યાન કરવામાં આવ્યા છે. જેમાં નાની-મોટી બાંધકામના હોદેદારોથી પાણી નીકળી જઈ શકે. તેની સાથે લગભગ ૩૬ જેટલા નાના-મોટા વોકળા છે.Vlcsnap 2018 06 15 18H40M30S15

જેમાં લગભગ ૬૦૯૦ ટન કચરો કાઢી નાખવામાં આવ્યો છે. તેમજ એક મોટામાં મોટો પ્રશ્ર્ન મોનસુન પહેલા અને પછી આરોગ્યમાં સ્ટેગ્નન્ટ વોટર છે. એમાં મેલેરીયા અને વેકટર બોન ડિસિસ થાય છે. આ વખતે રાજકોટની આજી નદીના ખાડાઓ સંપૂર્ણ બુરી દેવામાં આવ્યા છે અને તે પાણી ચેનલની દ્રષ્ટિએ આગળ જઈ શકે તે કોઈપણ જગ્યાએ પાણીનું રોકી શકે ગાંડી વેલ છે ઉત્પન્ન ના થાય અને પાણી રોકવાથી ડેન્ગ્યુ જેવા રોગો ના થાય તે માટે કાળજી લેવામાં આવે છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ શાખાઓ કંટ્રોલ રૂમ છે. સીસીટીવી દ્વારા ધ્યાન લેવામાં આવશે. તેનાથી આરએમસીના પ્રશ્ર્નોનું કામ ખુબ સરસ રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે અને છતાં જે ડ્રેનેજ માટી અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તંત્ર સંપૂર્ણ રીતે સજજ છે.

ભયજનક મકાનોનો સર્વે કરવામાં આવ્યો છે. જે તેમાં જેટલા પણ આવા મકાનો છે તેમને નોટીસ આપવામાં આવી છે અને જેટલા પણ આવા મકાનો છે તેમને ખાલી પણ કરવાની સુચના આપવામાં આવી છે અને તેના અંતર્ગત આ પગલાઓ લેવામાં આવેલ છે અને કોઈપણ મકાનની પરિસ્થિતિ ખરાબ હોય તો તે લોકોને કાઢીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ કામગીરી કરવામાં આવશે.Vlcsnap 2018 06 15 18H40M41S125

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.