Abtak Media Google News

ફિલ્મ રેસ 3 નું શાનદાર ટ્રેલર 15મી મેના રોજ રીલીઝ થયું હતું અને તેના થોડા સમય બાદ 18મી મેએ આ ફિલ્મનુ પહેલુ સોંગ ‘હિરિયે’ રીલીઝ કરવામાં આવ્યું હતું. આ સોંગે તો બોલીવુડમાં ધૂમ મચાવી હતી.

ત્યારબાદ આજ ફિલ્મનુ બીજું સોંગ ‘સેલ્ફિશ’ રિલિઝ કરવામાં આવ્યું હતું. આ સોંગ રોમેન્ટીકથી ભરપૂર હતું. આ સોંગમાં બોબી દેઓલ અને સલમાન ખાન બંને ખુબજ રોમેન્ટીક મૂડમાં જોવા મળ્યા હતા.

આજે આ ફિલ્મનુ ત્રીજું સોંગ રીલીઝ કરવામાં આવ્યું છે આ સોંગનું નામ ‘અલ્લાહ દુહાઈ હૈ’ છે. રેસ 3 ના આ સોંગ ‘અલ્લાહ દુહાઈ હૈ’ ને એક નવા જ અને ધમાકેદાર અંદાજમાં બનાવવામાં આવ્યું છે. આ સોંગને અમિત મિશ્રા અને જોનીતા ગાંધીના અવાજમાં સજાવવામાં આવ્યું છે. જો આ સોંગના વિડીયોની વાત કરવામાં આવે તો આ સોંગ એક ડાન્સ પાર્ટી શુટ કર્યું હોય એવું લાગે છે. આ સોંગમાં રેસ 3 ના તમામ કિરદાર જોવા મળી રહ્યા છે.

જો આ ફિલ્મના પ્રમોશનની વાત કરવામાં આવે તો આ ફિલ્મનુ પ્રમોશન જબરદસ્ત ચાલી રહ્યું છે. આ ફિલ્મ રેમો દિસુઝા એ બનાવ્યું છે. આ ફિલ્મ 15 જૂન ના રોજ રીલીઝ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.