Abtak Media Google News

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘પેડમેન’ ખૂબ જ ચર્ચામાં છે, ત્યારે અક્ષય કુમાર ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદનો મહેમાન બન્યો છે. અક્ષય કુમાર રાણીપ પીવીઆર થિયેટર ખાતે ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. અહીં ગુજરાતના મુખ્યમંત્રી એ પણ ફિલ્મની ઝલક નિહાળી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે, ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવા અંગે વિચારણા કરવામાં આવશે.

ગુજરાતમાં તમારું સ્વાગત છે: મુખ્યમંત્રી 

આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ મામલે ગુજરાત આગળ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પહેલી વખતે મહિલા અને બાળ કલ્યાણ મિનિસ્ટ્રી બનાવી હતી. મહિલાના સ્વાસ્થ્યની ચિંતા કરતી જ ફિલ્મ લઇને અક્ષય કુમાર આવ્યા છે. ગુજરાતમાં તેમનું સ્વાગત છે. તેમણે પેડમેન ફિલ્મ માટે અભિનંદન પાઠવ્યા હતા. ખાસ કરીને તેમણે ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવા અંગેના પ્રશ્નોનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, આ અંગે ચોક્કસથી વિચારવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.