Abtak Media Google News

મોડાસા શહેરમાં એક મહીઓએ એક સાથે ત્રણ પુરુષ બાળકને જન્મ આપ્યો છે.મૂળ રાજસ્થાનના ચીખલી તાલુકાના દાદ ગામના સરદારભાઈ ભૂરાભાઈ તબિયાડની પત્ની રમીલાબેન ને ગર્ભાવસ્થા કાળ દરમિયાન સોનોગ્રાફી કરતા ત્રણ બાળકો જણાયા હતા

જેથી શહેરના ડીપ વિસ્તાર માં આવેલી પ્રસુતિ અને ગર્ભાશયની ગાંઠના ઓપરેશન માટે જાણીતી એવી મહાલક્ષ્મી હોસ્પિટલ ના ગાયનેક ડૉ. રવિ પ્રજાપતિ દ્વારા ગર્ભસ્થ મહિલાની સફળ ડિલિવરી કરી ત્રણ બાળકો ને જન્મ આપ્યો છે.ડોક્ટર રવિ પ્રજાપતિ દ્વારા હાલમાં જ વ્યંધત્વ નિવારણ નો અદ્યતન અભ્યાસ કરી હિંમતનગર ખાતે પ્રથમ IVF ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર શરૂ કર્યું છે

ડોક્ટરે ત્રણેય બાળકો સહિત માતાની તબિયત એકદમ સ્વસ્થ હોવાનું ડોક્ટર રવિ પ્રજાપતિ એ જણાવ્યું હતું.ડિલિવરી પહેલા બાળકો ની પરિસ્થિતિ આડાસવલી હતી પરંતુ એક્સ્ટર્નલ કેથેલીક પદ્ધતિ દ્વારા ત્રણેય બાળકો ની નોર્મલ પ્રસુતિ કરાવાતા પરિવાર માં આનંદની લાગણી જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.