Abtak Media Google News

ચા કેમેલીયા સીનેન્‍સીસ છોડના પાંદડાઓ અને કુમળી કુંપળોની કૃષિ પેદાશ છે જેને જુદી જુદી પદ્ધતિઓથી બનાવવામાંઆવે છે અને માવજત કરવામાં આવે છે. ‘ચા’ના પાંદડાઓને ગરમઅથવા ઊકળતાં પાણીમાં નાખીને તૈયાર કરેલું સુગંધીદાર પીણું એટલેચા, કેમેલીયા સીનેન્‍સીસ પોતાનું જ સામાન્‍ય નામ છે. જો કે ચામાં જુદાજુદા પ્રકારના પોલીફિનોલ્‍સ છે.

વિશ્વમાં પાણી પછી સૌથી વ્‍યાપકપણે વપરાતું પીણું ચા છે.ચાનીલગભગ છ જાતો છે: સફેદ, પીળી, લીલી, ઉલોંગકાળી, અને પૂઅર. જેમાંબજારમાં સામાન્‍યપણે જોવા મળતી જાત સફેદ, લીલી, ઉલોંગ, અનેકાળી છે. દરેક ચા એક જઝાડમાંથી બનાવવામાં આવે છે પરંતુ જુદી જુદી રીતે પ્રોસેસ કરવામાં આવે છે. ચા જેપ્રોસેસીંગમાંથી પસાર થાય છે તેનાથી તેનો પ્રકાર નકકી કરવામાં આવે છે.

ઔષધિ ચા (હર્બલ ચા) શબ્દ સામાન્‍ય રીતે એવી વનસ્પતિઓના પાંદડાઓ, ફૂલો, ફળ, ઔષધીઓ, અને અન્‍ય સામગ્રીના રસ અથવા ક્વાથને માટે વપરાય છે જે કેમેલીયા સીનેન્‍સીસના ધરાવતાં હોય. શબ્‍દ ’’રેડ ટી’’ કાળી ચા (મુખ્‍યત્‍વે ચાઇનીઝ, કોરિયન, જાપાનીઝ અને અન્‍ય પૂર્વ એશિયાઇ ભાષાઓમાં) અથવા દક્ષિણ આફ્રિકાના રૂઇબોસ છોડ (કેમેલીયા સીનેન્‍સીસ ન ધરાવતા)માંથી બનાવેલ રસને કહેવાય છે.

ઉદ્દભવ સ્થાન:
કેમેલીયા સીનેન્‍સીસનો (ચાનો છોડ) ઉદભવ દક્ષિણપૂર્વ એશિયામાં ખાસ કરીને અક્ષાંસ 29°N અને રેખાંશ 98°E,ના છેદનબિંદુવાળી જગ્‍યા પર થયો હતો.જે ઉત્તરપૂર્વીય ભારત, ઉત્તરીબર્મા, દક્ષિણ પશ્‍ચિમ ચીન અને તિબેટની જમીનોનાસંગમનો પોઇન્‍ટ છે.

સામાન્ય રીતે ચા ભારત,કોરીયા,તાઇવાન,થાઈલેન્ડ,તુર્કી,વિયેતનામ,યુનાઇટેડ કિંગડમ,યુનાઇટેડ સ્ટેટ્સ, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા,શ્રીલંકા/સિલોન જેવા દેશો માં પીવામાં આવે છે.


આંખ ખૂલતાજ લોકોને ચા પીવાની આદત હોય છે, લોકો એવું માને છે કે સવારે ચા અથવા કોફી પીવાથી કબજિયાતમાં રાહત આપે છે.ચાનીભૂકી સામાન્યરીતે કાળા કલરની હોય છે. અને ચા જ્યારે બનાવવામાં આવે ત્યારે કલર લાલ થઈજાય છે. એનું કારણ છે કે ચા ઘણી પ્રોસેસ માથી પસાર થાય છે અને પ્રોસેસ માથી પસાર થયેલી ચા બનાવવાવમાં આવે ત્યારે ચા તેનો મૂળભૂત કલર છોડે છે.  

ભારતમાં ચા ક્યારેઆવી?

બ્રિટનમાં ચીનથી ચાલાવવામાં આવતી પણ એ વધુને વધુ અઘરુંથવામાંડ્યું, કારણકે ચીનના રાજાએ સોનાસિવાય સોદોકરવાનો ઇન્કારકર્યો. નેપોલિયન સાથેના યુદ્ધમાં તેવખતે ઇંગ્લેંડબધું સોનુંવાપરી ચૂક્યું હતું. તેવખતે ઉત્તરભારત (અત્યારનુંપાકિસ્તાન) માંથી અફીણનાં જહાજોભરીને ચીનમાં ગેરકાયદેચોરીછૂપીથી ચાના બદલામાંઅફીણ વેચવાનું શરૂ કર્યું જેને “અફીણયુદ્ધ”(OPIUM WAR) કહેવવામાં આવેછે.

જોકે આસામનાં જંગલોમાં જંગલી ચા હજારો વર્ષોથી ઊગતી હતી પણ ભારતમાં આસામમાં ઈ.સ. ૧૮૩૭માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ચીનથી ૮૦૦૦૦ ચાનાં બી વાવીને ચાના બગીચાની શરૂઆત કરી. ૧૮૪૦માં આસામ ચા કંપનીએ મોટા પ્રમાણમાં ચાના બગીચાઓ શરૂ કર્યા. ૧૯૦૦ની સાલમાં ચાનું મોટામાં મોટું ઉત્પાદન આસામમાં શરૂ થયું. અને ચા ભારતનું લોકપ્રિય પેય બની ગયું. આજે ચાનું ૭૦% ઉત્પાદન ભારતમાં વપરાઈ જાય છે. આજે ભારતના દરેક શહેરમાં ચાની રેંકડીઓ જોવા મળે છે અને સવારનું છાપું અને ચા વગર દિવસની શરૂઆત થતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.