Abtak Media Google News

મોરબી,સુરેન્દ્રનગર,પાટણ નર્મદાઅને અમદાવાદ સહિતના જિલ્લામાં ૧૨ મંદિરોમાં થયેલા ૧૦ લાખથી વધુ રકમની ચોરીના ભેદ ખુલ્યા

મોરબી એલસીબી ટીમે રાજ્યભરમાં મંદિરોમાં ચોરી કરતી ગેંગને ઝડપી લઈ ૧૨થી વધુ ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે.પોલીસે ઝડપી લીધેલી મંદિર ચોરી કરતી ગેંગે દશથી બાર લાખ રુલિયાની મંદિરચોરીની કબૂલાત આપી છે. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડ સૂચના અન્વયે ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્કવોડની રજનીકાંત ધનજીભાલ કૈલા,નંદલાલ ભાઇ દેવજીભાઇ વરમોરા,સુરેશભાઇ લક્ષ્મણભાઇ હુંબલ,યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા,સહદેવસિંહ નિરૂભા જાડેજા,પૃથ્વિરાજસિંહ ભાવુભા જાડેજા,રણવીરસિંહ ઉદેસિંહ જાડેજા તથા સતિષભાઇ ભુદરભાઇ કાંજીયાનાઓની ટીમ બનાવેલ અને રજનીકાંતભાઇ તથા નંદલાલભાઇ તથા  સુરેશભાઇ ને બાતમી મળેલ કે મોરબી,સુરેન્દ્રનગર, અમદાવાદ, નર્મદા,પાટણ વિગરે જિલ્લામાં મંદિર માંથી ચોરી કરનાર નટ જાતિના શખ્સો અંબાજી વિસ્તારમાં ઝુપડા બનાવી રહે છે અને તેઓ ગુજરાત ભરમાં મંદિર ચોરીઓ કરવા નિકળી જાય છે.

જે ને પગલે મંદિરમાં ચોરી કરતા શખ્સો મોરબી ટીંબડી પાટીયા પાસે આવ્યા હોવાની માહિતીના આધારે એલસીબી ટીમ મોરબી ટીંબડી પાટીયે વોચ ગોઠવી હતી જેમા બાતમી મુજબના ચાર શંકાસ્પદ ઇસમો મળી આવેલ જે ઇસમોને એલ.સી.બી. કચેરી લાવી વિશ્વાશમાં લઇ જીણવટ ભરી પુછપરછ કરતા અનેતે અંગે જે જે વિસ્તારમાં મંદિર ચોરી કર્યાની કબુલાત આપતા તે તે વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં રેકર્ડ થી ખરાઇ કરાવતા ૧૨ ચોરી નો ભેદ ખુલેલ છે

એલસીબીએ (૧)અર્જુનભાઇ રાવતાભાઇ રાઠોડ જાતે નટ ઉ.વ.૨૧ રહે. ખડોલ તા.ધનસુરા જી. અરવલ્લી

(ર) પોપટભાઇ પ્રતાપભાઇ જાતે નટ ઉ.વ.૪૮ રહે.અંબાજી કુંભારીયાગામ તા.દાંતા જી.બનાસકાંઠા

(૩) પ્રહલાદભાઇ બચુભાઇ રાઠોડ જાતે નટ ઉ.વ.૨૭  રહે.આબુરોડ કુઇગામ તા. આબુરોડ જી.સિરોઇ રાજસ્થાન

(૪) વિક્રમભાઇ રાવતાભાઇ રાઠોડ જાતે નટ ઉ.વ.૨૭ રહે.આબુરોડ કુઇગામ તા.આબુરોડ જી.સીરોઇ રાજસ્થાન

(પ)         યુનીશ સુલેમાન મનસુરી રહે.હળાદ પ્રજાપતિવાસ તા.દાંતા જી.બનાશકાંઠા (પકડાયેલ નથી) પાસેથી મંદિર ચોરીના ભેદ ઉકેલ્યા છે.

વધુમાં મંદિર ચોરી કરવામા આરોપીઓ યુનીશની ગાડીમા આવતા અને ચોરીનો માલ ચુનીલાલ હિમ્મતલાલ સોની રહેવાસી હળાદગામ તા.દાંતા જી.બનાશકાંઠા વાળાની પ્રિન્સ જવેલર્સ નામની સોનીની દૂકાને વેંચી દેતા હોવાની કબુલાત આપેલ છે. ચારેય આરોપીઓને  આજરોજ તા.૨/૧૦/૧૭ ના રોજ મોરબી તાલુકા પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.નં.૧૬/૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦ મુજબ ના ગુનાના કામે સી.આર.પી.સી.કલમ ૪૧(૧)આઇ મુજબ ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલ છે. આમ મોરબી જીલ્લાની કુલ-૫ અને અન્ય મળી કુલ ૧૨ મંદિર ચોરીનો ભેદ ખુલવા પામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.